સાયરા બાનોએ PM મોદીનો માન્યો આભાર, દિલીપ કુમારનાં નિધન બાદ ફોન પર આપી સાંત્વના
સાયરા બાનોએ PM મોદીનો માન્યો આભાર, દિલીપ કુમારનાં નિધન બાદ ફોન પર આપી સાંત્વના
સાયરા બાનોએ ટ્વિટ કરી PM મોદીનો આભાર માન્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ દિલીપ કુમારનાં નિધન (Dilip Kumar Death)ની માહિીત મળતાં જ તેમની પત્ની સાયરા બાનો (Saira Banu)ને સવાર સવારમાં ફોન કરી શોક વ્યક્ત કર્યો હતો. તો દિલીપ સાહેબની અંતિમ યાત્રા બાદ સાયરા બાનોએ દિલીપ સાહબનાં નિધન પર શોક વ્યક્ત કર્યો અને સાંત્વના આપી હતી જે માટે સાયરા બાનોએ તેમનો આભાર માન્યો છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood)માં ઘણાં દાયકાઓ સુધી પોતાની અદાકારીથી લોકોનાં દિલ જીતનારા દિગ્ગજ નેતા દિલીપ કુમાર (Dilip Kumar) આ દુનિયામાં હવે નથી રહ્યાં. એક્ટર જ નહીં તમામ રાજનેતાઓએ પણ દિલીપ સાહેબનાં નિધનથી (Dilip Kumar Death) દુખી છે. 7 જુલાઇની સવારે 7.30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધો અને 98 વર્ષની ઉંમરે આ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધી. દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પોતે આ દુખદ ખબર બાદ દિલીપ સાહબની પત્ની સાયરા બાનો (Saira Banu)ને ફેન કરી શોક જતાવ્યો હતો. અને આ દુખદ સમયમાં તેમને સાંત્વના આપી હતી. સાયરા બાનોએ ટ્વિટ કરી PM મોદીનો આભાર માન્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ દિલીપ કુમારનાં નિધન (Dilip Kumar Death)ની માહિતી મળતા જ તેમની પત્ની સાયરા બાનો (Saira Banu)ને સવાર સવારમાં ફોન કરી શોક જતાવ્યો હતો. તો, દિલીપ કુમારની અંતિમ યાત્રા બાદ સાયરા બાનોએ દિલીપ સાહબનાં નિધન પર શોક વ્યક્ત કરવાં અને સાંત્વના આપવા માટે તેમનો આભાર માન્યો છે.
દિલીપ કુમારનાં ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરી તેમણે જણાવ્યું છે કે, 'ધન્યાવાદ પ્રધાનંત્રી નેરન્દ્ર મોદી જી, આપે સવારે ફોન કરી સાંત્વના આપી. સાયરા બાનો ખાન.' તેમણે આ પ્રતિક્રિયા PM મોદીનાં ટ્વિટ પર આપી છે.
દિલીપ કુમારનાં નિધન પર PM નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરતાં લખ્યું હતું કે, 'દિલીપ કુમારજી સિનેમેટિક લીજેન્ડ તરીકે ઓળખાય છે. તે એક ઉત્તમ એક્ટર હતાં. તેમણે ઘણી પેઢીઓનાં દર્શકોનું મનોરંજન કર્યું હતું. સંસ્કૃતિ જગત માટે તેમનું જવું બહું મોટી અપૂરણીય ક્ષતિ છે. તેમનાં પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.'
આપને જણાવી દઇએ કે, દિલીપ કુમારની અંતિમ યાત્રા સંપૂર્ણ રાજકીય સન્માન સાથે થઇ હતી. તિરંગામાં લપેટી દિલીપ કુમારનો પાર્થિવ શરીર સાંતાક્રૂઝ કબ્રિસ્તાનમાં પહોચ્યું હતું. જ્યાં ભીની આંખે તેમને સુપુર્દ-એ- ખાક કરવામાં આવ્યાં.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર