Home /News /entertainment /પાપારાઝીઓને પોઝ આપતી કરીના કપૂર પર ગુસ્સે થયો સૈફ? બેબોએ આપી પ્રતિક્રીયા..

પાપારાઝીઓને પોઝ આપતી કરીના કપૂર પર ગુસ્સે થયો સૈફ? બેબોએ આપી પ્રતિક્રીયા..

કરીના સૈફનો એક વીડિયો ભૂતકાળમાં ચર્ચાનો વિષય બન્યો હતો. (વાયરલ ભાયાણી ફોટો)

બોલિવૂડના લવિંગ કપલ સૈફ અલી ખાન અને કરીના કપૂર અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. તાજેતરમાં સૈફે પાપારાઝીને ટોણો માર્યો હતો અને તેમને 'બેડરૂમ' સુધી આવવા કહ્યું હતું. આ પછી, એવા અહેવાલો આવ્યા છે કે, પાપારાઝીના વર્તનને ધ્યાનમાં રાખીને, તેણે કાયદાકીય કાર્યવાહી કરી અને તેના સુરક્ષા ગાર્ડને કાઢી મૂક્યો. હવે કરીનાએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

વધુ જુઓ ...
મુંબઈ : કરીના કપૂર ખાન બી-ટાઉનમાં સૌથી વધુ ફોટો ક્લિક કરાયેલી હસ્તીઓમાંથી એક છે. જ્યારે પણ તે મુંબઈની ગલીઓમાં ફરતી હોય છે, ત્યારે પાપારાઝીઓ તેને કેમેરામાં કેદ કરવા માટે એક્સાઈટેડ થઈ જતા હોય છે. કરીના પોતાની આગવી સ્ટાઈલથી પાપારાઝી સહિત ફેન્સના દિલ જીતવામાં સફળ રહી છે.

જોકે, તેઓ પાપારાઝી સાથે અલગ બોન્ડિંગ શેર કરે છે. જોકે, તાજેતરમાં, સૈફે આ તમામ ફોટોગ્રાફર્સના વર્તનની ટીકા કરી હતી, અને ગુસ્સામાં તેમને ઠપકો આપ્યો હતો. આ પછી એવા અહેવાલો છે કે, સૈફ-કરીના ફોટોગ્રાફર્સ સામે કાયદાકીય કાર્યવાહી કરવાના છે. જોકે, બાદમાં સૈફે પોતે આ અહેવાલો પર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, એવું નથી. જોકે, હવે કરીનાએ પાપારાઝીઓ સાથે એક સ્પેસ રાખવા અંગે વાત કરી હતી.

કરીના કપૂરે ઝૂમને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, 'હું કોઈ પ્રકારનો અંતર રાખી નથી રહી. હા એ સાચું છે, જે પણ હોય, તે મને બહુ ખૂબજ ગમે છે. જો તેઓ ક્લિક કરી રહ્યાં હોય, તો તેમને ક્લિક કરવા દો. મને પણ એવું લાગે છે, જોકે, તેમા હું શું કરુ?' મેં ઘણી વાર પ્રયત્ન કર્યો છે, તમે જાણો છો.

હું અને સૈફ બંને ખૂબ જ પ્રમાણિક છીએ. પરંતુ, ક્યારેક તેઓ બિલ્ડીંગમાં આવે, અથવા તેઓ બાળકોને કેપ્ચર કરે, અમારા રુટીન સેડ્યુલને પણ કેપ્ચર કરવુ અયોગ્ય છે. જેમ કે, સૈફે કહ્યું, બસ એકજ વસ્તુ કહું છે કે, અમને કેપ્ચર ન કરો.

આ પણ વાંચો : હાઇસ્પીડ કારે મારી ટક્કર, ટેક ફર્મના CEOનું થયુ મોત, મોર્નિંગ વોક પર નીકળી હતી મહિલા

વાતચીતમાં, કરીનાએ સ્પષ્ટ કર્યું કે, સૈફ ઘણીવાર આશ્ચર્યચકિત થાય છે કે, કેવી રીતે બેબો હંમેશા પાપારાઝી સામે હસતા પોઝ આપે છે. અભિનેત્રીએ કહ્યું, 'સૈફ કહે છે, તમે હંમેશા કેમ પોઝ આપતા રહો છો? ત્યાકે હું કહુ ચીલ! મને પોઝ આપવો ગમે છે, અને હું આવી જ છું.
First published:

Tags: Kareena kapoor, Paparazzi, Saif ali khan