Home /News /entertainment /

'આદિપુરુષ'માં રાવણ બનેલા સૈફ અલી ખાનનું વિવાદિત નિવેદન, સર્જાયું ઘમાસાણ

'આદિપુરુષ'માં રાવણ બનેલા સૈફ અલી ખાનનું વિવાદિત નિવેદન, સર્જાયું ઘમાસાણ

સૈફ અલી ખાનનું વિવાદિત નિવેદન

આ ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકામાં બાહુબલી સ્ટાર પ્રભાસ, સીતાના પાત્રમાં કૃતિ સેનન જ્યારે રાવણની ભૂમિકામાં સૈફ અલી ખાન (Saif Ali Khan) જોવા મળશે. ફિલ્મ પર કામ હજુ શરૂ કરવામાં આવ્યું નથી ત્યાં સૈફ અલી ખાન (Saif Ali Khan)ના એક નિવેદનથી લોકો નારાજ થયા છે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આદિપુરુષ (Adipurush)માં રાવણ (Ravan) બનેલા સૈફ અલી ખાન (Saif Ali Khan)ના વિવાદિત નિવેદન ઉપર વિવાદ વધી ગયો છે. સૈફ અલી ખાને (Saif Ali Khan) પોતાની આવનારી ફિલ્મ આદિપુરુષ (Adipurush)ને લઈને વિવાદિત નિવેદન આપ્યુ છે. પછી સોશિયલ મીડિયામાં આ ફિલ્મ અને સૈફ અલી ખાન (Saif Ali Khan)ના બહિષ્કારની માગ કરી રહ્યા છે. દક્ષિણના જાણીતા અભિનેતા પ્રભાસની આવનારી ફિલ્મ આદિપુરુષ (Adipurush)ને લઈને જોરદાર તૈયારી કરી રહ્યા છે. બોલિવૂડની સૌથી મોટી ફિલ્મ બતાવવામાં આવી રહી છે.

    આ આદિપુરુષ (Adipurush)ને લઈને દરેક લોકો ખુબ જ ઉત્સાહિત છે. ફિલ્મમાં સૈફ અલી ખાન (Saif Ali Khan) લંકેશ બનીને દરેકને ડરાવવા માટે તૈયાર દેખાઈ રહ્યો છે. હજુ ફિલ્મ બનવાની શરૂ પણ નથી થઈ. પરંતુ પોતાના એક નિવેદનના કારણે સૈફ ફરી એક વાર વિવાદમાં સપડાય ગયો છે.

    જાણીતા નિર્માતા ઓમ રાઉત રામાયણની કહાની ઉપર મોટા બજેટની ફિલ્મ આદિપુરુષ (Adipurush) બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકામાં બાહુબલી સ્ટાર પ્રભાસ, સીતાના પાત્રમાં કૃતિ સેનન જ્યારે રાવણની ભૂમિકામાં સૈફ અલી ખાન (Saif Ali Khan) જોવા મળશે. ફિલ્મ પર કામ હજુ શરૂ કરવામાં આવ્યું નથી ત્યાં સૈફ અલી ખાન (Saif Ali Khan)ના એક નિવેદનથી લોકો નારાજ થયા છે.

    અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan) રાવણના પાત્ર માટે ખુબ જ તૈયારી કરી રહ્યો છે. એક ખાનગી ચેનલના ઈન્ટરવ્યુંમાં સૈફ અલી ખાને જણાવ્યું હતું કે તે આ રોલ માટે ઉત્સાહિત છે. સૈફ અલી ખાને કહ્યું હતું કે, આવા રાક્ષસનું પાત્ર ભજવવામાં મજા આવશે. અમે આ પાત્રને થોડુ વધારે મજેદાર બનાવીશું. અમે સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આખરે કેમ રાવણે સિતાનું અપહરણ કર્યું હતું.

    સૈફ અલી ખાને વધુમાં કહ્યું હતું કે અમે આ ફિલ્મને ખુબ જ મનોરંજક બનાવવાના છીએ. સીતાનું અપહરણ અને રામની સાથે થયેલા યુદ્ધના કારણને અમે ક્લિયર કરતા તેની બહેન માટેના બદલાની ભાવનાની સાથે જોડીને બતાવવાના છીએ. જેનું લક્ષ્‍મણે નાક કાપી નાખ્યું હતું. સૈફના આ સ્ટેટમેન્ટથી સોશિયલ મીડિયાના યુઝર્સો નારાજ થઇ ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પર સૈફને ટ્રોલ કર્યો છે. તેમજ દિગ્દર્શક ઓમ રાઉતને સૈફને ફિલ્મમાંથી દૂર કરવાની સલાહ આપી છે. ફિલ્મ આદિપુરુષમાં સૈફ અલી ખાન લંકેશ એટલે કે રાવણની ભૂમિકા ભજવવાનો છે. તેણે પોતાના પાત્ર વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં લંકેશનું પાત્ર મનોરંજક બનાવામાં આવશે. તેને એક સામાન્ય વ્યક્તિ તરીકે દર્શાવામાં આવશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Prabhas, Saif ali khan, વિવાદ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन