સૈફ અલી ખાન (Saif Ali Khan) તેના જબરદસ્ત સેન્સ ઑફ હ્યુમર માટે જાણીતો છે, જ્યારે તેની બહેન સોહા અલી ખાન (Soha Ali Khan) પણ તેના ભાઈથી ઓછી નથી. હાલમાં જ એક સવાલના જવાબમાં સોહા અલી ખાને એવો જવાબ આપ્યો કે, બધા ચોંકી ગયા. વાસ્તવમાં, તેને પૂછવામાં આવ્યું હતું કે તે, કુણાલ ખેમુ (Kunal Kemmu) અને તેનો ભાઈ સૈફ અલી ખાન ડિનર દરમિયાન કેટલીકવાર શું વાતો કરે છે. જેના જવાબમાં સોહા અલી ખાને જે ફની જવાબ આપ્યો.
હંમેશા આ મુદ્દા વિશે વાત કરે છે
સોહા અલી ખાને કહ્યું કે, તેઓ ઘણીવાર ડિનર ટેબલ પર વિરાસત (Inheritance) વિશે વાત કરે છે. તમને જણાવી દઈએ કે, સોહા અલી ખાન, શર્મિલા ટાગોર અને મન્સૂર અલી ખાન પટૌડી (sharmila tagore mansoor ali khan pataudi) ની સૌથી નાની દીકરી છે. સૈફ અલી ખાન ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટો છે અને સબા ખાન નામની બીજી બહેન છે. જ્યારે સૈફ અલી ખાન અને સોહાએ બોલિવૂડમાં પગ મૂક્યો હતો, ત્યારે સબા શરૂઆતથી જ લાઇમલાઇટથી દૂર રહે છે. તે જ્વેલરી ડિઝાઇનર છે.
એક યાદગાર ટુચકો શેર કર્યો
સોહા અલી ખાને આ દરમિયાન મન્સૂર અલી ખાન સાથે જોડાયેલો એક યાદગાર ટુચકો પણ શેર કર્યો હતો. તેણે કહ્યું, 'જ્યારે મારી પાસે ઓક્સફર્ડમાંથી ગ્રેજ્યુએટ થવા માટે યોગ્ય કપડાં ન હતા ત્યારે તે લોકો તમે શું પહેરો છો તેના વિશે કડક હોય છે. મારે કાળા સ્ટોકિંગ્સ પહેરવા હતા, પણ મે સ્ટિલેટોઝ પહેરી રાખ્યું હતું. મારી પાસે યોગ્ય સ્ટોકિંગ્સ કે મોજાં નહોતાં. તેમણે તેમના મોજાં કાઢીને મને આપ્યાં. તેથી મેં મોટા કદના ફર-ફર મોજાં સાથે સ્ટિલેટોઝ પહેર્યા હતા. હું હંમેશા કહું છું કે, મારા પિતાના પગરખાં મારા પગમાં ફિટ ન હોવા છતાં, મેં તેમના મોજાં ચોક્કસપણે પહેર્યા છે.
શર્મિલા ટાગોર પટૌડી પેલેસમાં રહે છે
બીજી તરફ શર્મિલા ટાગોરની વાત કરીએ તો તે હરિયાણાના પટૌડી પેલેસમાં પોતાના ફેમિલી હોમમાં રહે છે. ગયા વર્ષે 'ધ કપિલ શર્મા શો'માં સૈફ અલી ખાને મજાકમાં કહ્યું હતું કે, શર્મિલા ટાગોર પ્રોપર્ટીના તમામ પૈસાનું સંચાલન અને ખર્ચ કરે છે. વાસ્તવમાં, કપિલ શર્માએ પટૌડી પેલેસમાં એમેઝોન પ્રાઇમ વિડિયો પર પ્રસારિત થતા શો તાંડવના શૂટિંગ પર તેમને પ્રશ્ન કર્યો હતો કે, શું તેમણે વેબ સિરીઝથી વધુ કમાણી કરી કે પછી તેમની મિલકત ભાડે આપવા માટે વધુ પૈસા મેળવ્યા.
આ સવાલ પર તેણે મજાકમાં કહ્યું, 'મારી મા તે લઈ જાય છે.' આ સાથે તેણે કહ્યું હતું કે, 'હું તો માત્ર નામનો જ નવોબ છું.' તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ સોહા અલી ખાને વેબ સીરિઝથી ડિજિટલ ડેબ્યૂ Zee5ની વેબ સિરીઝ 'કૌન બનેગી શિખરવતી' થી કર્યું છે. સોહા અલી ખાન સિવાય તેમાં લારા દત્તા, નસીરુદ્દીન શાહ, રઘુબીર યાદવ અને કૃતિકા કામરા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર