સૈફ અલી ખાન (Saif Ali Khan)એ હાલમાં જ રહસ્ય ખોલ્યું છે કે, કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)થી જ્યારે તેણે પહેલી વખત ફેમિલી પ્લાનિંગની વાત કરી હતી તો એક્ટ્રેસનાં મનમાં સરોગસીનો ખ્યાલ આવ્યો હતો.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને સૈફ અલી ખાન (Saif Ali Khan) બોલિવૂડમાં તેની ફિલ્મોની સાથે તેનાં બાળકો અંગે ઘણી ચર્ચાઓમાં રહે છે. બેબોએ હાલમાં જ એક બૂક પ્રેગ્નેન્સી બાઇબલ (Pregnancy Bible) સામે આવી છે. તેણે તેનાં પ્રેગ્નેન્સીનાં દિવસોનાં ઘણાં રહસ્યો આ બૂકમાં ખોલ્યાં છે. બૂકમાં છોટે નવાબ જહાંગીર (Jahangir)નાં નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે બાદથી આ બબાલ મચી ગઇ છે. મા બનતા પહેલાં દરેક યુવતીની જેમ કરીનાને પણ ડર હતો કે, પ્રેગ્નેન્સી બાદ તેનું ફિગર જરૂર બદલાઇ જશે અને તેનાં કરિઅર પર તેની અસર પડશે. સૈફ અલી ખાને હાલમાં જ આ વાતનો ખુલાસો કર્યો હતો આખરે કેવી રીતે બોલિવૂડ મહિલાઓ માટે ચેલેન્જ પુરૂષો કરતાં અલગ હોય છે.
સામાન્ય યુવતીઓ હોય કે કોઇ સેલિબ્રિટી હોય મા બનવું કોઇનાં માટે સહેલું નથી હોતું. કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)ને પણ આ ચિંતા હતી કે લગ્ન અને પછી પ્રેગ્નેન્સીથી તેનાં શરીરમાં બદલાવ આવી શકે છે. સૈફ અલી ખાન (Saif Ali Khan)એ જણાવ્યું હતું કે, કેવી રીતે મહિલાઓનાં લગ્ન અને ફેમિલી પ્લાનિંગ અંગે કડક નિર્ણય લેવાં પડે છે. કારણ કે, તે સંપૂર્ણ રીતે તેનાં કરિઅર સાથે જોડાયેલાં હોય છે.
કરીનાનાં મનમાં હતો સરોગસીનો ઓપશન
સૈફે કરીનાની પ્રેગ્નેન્સીને યાદ કરતાં કહ્યું કે, કરીનાએ સરોગસીનો વિકલ્પ વિચારને રાખ્યો હતો. તેણે કહ્યું હતું કે, જ્યારે કરીના સાથે ડેટિંગ શરૂ કર્યું ત્યારે તેની સાઇઝ ઝીરો હતી. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની બોલબાલા હતી.એવામાં જ્યારે તેણે પ્રેગ્ને્ટ થવાનો નિર્ણય કર્યો તો કરીના કપૂર ખાન આ તમામ બાબતોઅંગે વિચારતી હતી કારણ કે તે તમામ તેનાં કરિઅર પર અસર કરી શકતાં હતાં. જ્યારે મે પહેલી વખત તેની આગળ બાળખો અંગે વાત કરી તો તે જરાં ચકિત થઇ ગઇ હતી. અને તેણએ મને સરોગસીનો ઓપ્શન આપ્યો હતો. પછી તેને અનુભવ થયો કે, જીવનમાં દરેક વસ્તુ માટે પોતાનું 100 ટકા આપવું જરૂરી છે. જ્યારે કરીનાએ મન બનાવી લીધુ તો પછી કોઇ સમસ્યા જ નહોતી રહી.
PHOTO: Viral Bhayani/Instagram
વર્ષ 2012માં કર્યા લગ્ન- સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનાં લગ્ન 16 ઓક્ટોબર 2012માં થયા હતાં જે બાદ વર્ષ ડિસેમ્બર 2016માં તેણે દીકરા તૈમુરને જન્મ આપ્યો. અને વર્ષ 2021નાં ફેબ્રુઆરીમાં તેણે દીકરાં જહાંગીરને જન્મ આપ્યો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર