Home /News /entertainment /કરીના કપૂર ખાનની ડ્રેસ જોઇ જ્યારે સૈફ અલી ખાનને આવ્યો હતો ગુસ્સો, બોલ્યો- 'જા બદલીને આવો'

કરીના કપૂર ખાનની ડ્રેસ જોઇ જ્યારે સૈફ અલી ખાનને આવ્યો હતો ગુસ્સો, બોલ્યો- 'જા બદલીને આવો'

File Photo

ફિલ્મ 'વીરે દી વેડિંગ' (Veere Di Wedding)નાં પ્રમોશન સમયે કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) બ્લેક કલરની ડ્રેસ પહેરીને પહોંચી હતી. તેનો ડ્રેસિંગ સેન્સ સૌને પસંદ આવ્યો હતો પણ સૈફ અલી ખાન (Saif Ali Khan) નારાજ થઇ ગયો હતો.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન (Saif Ali Khan) અને કરીના કપૂર ખાનની (Kareena Kapoor Khan) જોડી ઘણી વખત ચર્ચામાં છે. કરીના તેનાં લૂક અને સ્ટાઇલ અંગે ચર્ચામાં છે. કરીના ઘણી એક્ટિવ પણ રહે છે. તેનાં બીજા બાળકનાં જન્મ પહેલાં પણ તે અંત સમય સુધી કામ કરતી હતી. અને મા બન્યાનાં એક મહિના બાદ તે પરત તેનાં કામ પર આવી ગઇ હતી. એટલું જ નહીં ડિલીવરી બાદ પરત શેપમાં પણ આવી રહી છે. કરીનાની સ્ટાઇલ ભલે જ સૌને પસંદ આવતી હોય પણ તેનાં પતિ નવાબ સાહબને તે પસંદ નથી આવતી.

આ પણ વાંચો- KARISHMA KAPOORનો ખુલાસો- પતિએ હનીમૂન પર મિત્ર સાથે સુવા કરી હતી મજબૂર

વર્ષ 2018માં આવેલી ફિલ્મ 'વીરે દી વેડિંગ'નાં પ્રમોશનમાં જ્યારે કરીના કપૂર પહોંચી હતી તો તેનો લૂક જોઇ સૌ તેનાં વખાણ કરવાં લાગ્યા છે. આ ઠીક આજ જેવો સમય હતો. તે સમયે કરીના પહેલી વખત મા બન્યા બાદ કામ પર પરત ફરી હતી. તૈમૂરનાં જન્મ બાદ કરીનાએ તેનાં ટ્રાન્સફર્મેનશથી ચર્ચામાં આવી હતી. 'વીરે દી વેડિંગ'નાં એક સોન્ગ લોન્ચિંગ ઇવેન્ટ સમયે કરીના પહોંચી હતી. આ સમયે કરીના સ્ટનિંગ લૂક જોઇ સૌ કોઇ દંગ રહી ગયા હતાં.



કરીના કપૂરે બ્લેક કલરનું ક્રોપ ટોપ અને ટ્રાન્સપરન્ટ સ્કર્ટની સાથે શ્રગ પહેર્યું હતું. પ્રમોશનલ ઇવેન્ટ બાદ કરીના ઘરે પરત આવી તો સૈફ અલી ખાન નારાજ થઇ ગયો હતો. કરીનાએ એક ઇનન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. કરીનાએ જણાવ્યું હતું કે, 'તેનાં લૂકને જોઇને સૈફે તેને પુછ્યું કે, આ શું પહેરી રાક્યું છે તે?' તેનાં જવાબમાં મે કહ્યું કે, 'સારો તો ડ્રેસ છે સૌએ વખાણ કર્યાં.' તેનાં પર સૈફ નારાજ થયો હતો અને તેણે કહ્યું હતું કે, 'તુ ઢંગનાં કપડાં પહેરીને કેમ નહોંતી ગઇ. જાઓ અને ચેન્જ કરો.' કરીનાએ જણાવ્યું કે, બાદમાં મે સૈફને ફોટો બતાવી તો બોલ્યો કે આ ડ્રેસ સારી લાગતી હતી.

આ પણ વાંચો- SONU SOOD આગમાં બળી ગયેલાં બાળકની મદદે આવ્યો, બોલ્યો- 'જલ્દી ઠીક કરી દઇશુ'
આપને જણાવી દઇએ કે, પર્સનલ લાઇફમાં કરીના અને સૈફ એકબીજાને ઘણી સ્પેસ આપે છે. તેમની લવ લાઇફ ઘણી જ સુંદર ચાલે છે.
First published:

Tags: Entertainment news, Gujarati news, Kareena kapoor khan, News in Gujarati, Saif ali khan, Veere Di Wedding

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો