સૈફ અલી ખાને કરિનાને નહીં પણ પૂર્વ પત્ની અમૃતાને આપ્યો સફળતાનો શ્રેય

News18 Gujarati
Updated: November 8, 2019, 5:06 PM IST
સૈફ અલી ખાને કરિનાને નહીં પણ પૂર્વ પત્ની અમૃતાને આપ્યો સફળતાનો શ્રેય
સૈફ અલી ખાનનું કહેવું છે કે એની પૂર્વ પત્નીએ એને કામને ગંભીરતાથી લેતા શીખવાડ્યું છે. એક ઇન્ટરવ્યૂમાં સૈફ અલી ખાને પોતાનાં જીવન સાથે જોડાયેલી છે

સૈફ અલી ખાનનું કહેવું છે કે એની પૂર્વ પત્નીએ એને કામને ગંભીરતાથી લેતા શીખવાડ્યું છે. એક ઇન્ટરવ્યૂમાં સૈફ અલી ખાને પોતાનાં જીવન સાથે જોડાયેલી છે

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બૉલિવૂડ ઍક્ટર સેફ અલી ખાન વેબસિરીઝ સેક્રેડ ગેમ અને તેની ગત ફિલ્મો જેમ કે ઓમકારા, રેસ, રેસ-2 અને હાલમાં આવેલી લાલ કપતાનમાં તેનાં દમદાર અભિનયથી ઇન્ડસ્ટ્રીમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. સૈફ હમેશાં તેની ફિલ્મોની પસંદગી અને લૂક સાથે પણ એક્સપિરિમેન્ટ કરતો રહે છે. કરિઅરમાં પોતાને મળેલી આ સફળતાનો શ્રેય તેની પૂર્વ પત્ની અમૃતા સિંઘને આપ્યો છે.

સૈફ અલી ખાનનું કહેવું છે કે એની પૂર્વ પત્નીએ એને કામને ગંભીરતાથી લેતા શીખવાડ્યું છે. એક ઇન્ટરવ્યૂમાં સૈફ અલી ખાને પોતાનાં જીવન સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી. સૈફે પોતાનાં જીવનનાં ઘણા ઊતાર ચઢાવ અંગે જણાવ્યું. આ સાથે જ સૈફે તેની સફળતાની ક્રેડિટ પોતાની પૂર્વ પત્ની અમૃતા સિંહને આપી.

કામને ગંભીરતનાથી લેતા શીખવાડ્યું- સૈફ અલી ખાને કહ્યું, 'હું ઘરેથી ભાગી ગયો હતો અને 20 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા હતા. હું મારી પૂર્વ પત્ની અમૃતા સિંહે ક્રેડિટ આપવા ઇચ્છીશ, કારણ કે માત્ર એને જ મને કામની ગંભીરતાથી લેતા શીખવાડ્યું. એને કહ્યું હતું કે તમે હસતા હસતા તમારા કામને ટાળી શકો નહીં.'

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સૈફ અલી ખાનની છેલ્લી ફિલ્મ 'લાલ કપ્તાન' આવી હતી. આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર નિષ્ફળ રહી પણ આ ફિલ્મમાં સૈફનો લૂક ચર્ચામાં રહ્યો હતો.
First published: November 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...