સૈફ અલી ખાન આજે તેનો 49મો જન્મદિવસ મનાવી રહ્યો છે. સૈફ તેની પત્ની કરીના કપૂર અને પુત્ર તૈમૂર સાથે લંડનમાં છે. સૈફ તેના જન્મદિવસની મજા માણતો જોવા મળ્યો. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આમાં તેની સાથે કરીના અને તૈમૂર જોવા મળી રહ્યા છે. તસવીરમાં સૈફે એક ફની કેપ્શન પણ લખ્યું હતું.
ખરેખર તૈમૂર કરીનાના ખોળામાં બેઠો છે. આ જોઈને સૈફે લખ્યું, ''OMG કરીના માટે આ સૌથી ખાસ છે'. સૈફ લંડનમાં તેની ફિલ્મ 'જવાની જાનેમન'નું શૂટિંગ પણ કરી રહ્યો છે. આલિયા ફર્નિચરવાલા આ ફિલ્મમાં સૈફની સાથે જોવા મળશે.
સૈફની પુત્રી સારા અલી ખાને પણ શુભેચ્છા પાઠવી છે. સારાએ એક જુની તસવીર શેર કરી છે. આ તસવીરમાં તૈમૂર અને ઇબ્રાહિમ, સારા અને સૈફ સાથે જોવા મળી રહ્યા છે. ફોટો સાથે સારાએ લખ્યું કે, 'Happiest birthday Abba I love you so much' ।
સારાની આ પોસ્ટ પર યૂઝર્સ કાર્તિક આર્યન અને સેક્રેડ ગેમ્સ 2 વિશે ટિપ્પણી કરી રહ્યા છે. એક યૂઝર્સે સારાની પોસ્ટ પર ટિપ્પણી કરી - 'પાસવર્ડ ખોટી રીતે દાખલ થયો, તમારા પિતાએ દુનિયા ખતમ કરાવી દીધી.'
બીજા યૂઝર્સે લખ્યું- 'જન્મદિવસની શુભેચ્છા સસુરજી ... અરે મારો અર્થ સરતાજ જી'. આ સાથે, અન્ય યૂઝર લખે છે- 'જન્મદિવસની શુભેચ્છા કાર્તિકના સસરા જી.' સૈફ અલી ખાનની વેબ સિરીઝ 'સેક્રેડ ગેમ્સ 2' તાજેતરમાં રિલીઝ થઈ છે, જેને દર્શકો દ્વારા પસંદ કરવામાં આવી છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર