સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમની બોલિવૂડમાં થશે એન્ટ્રી: એક્ટિંગ નહિ, કરણ જોહર સાથે કરશે આ કામ

સૈફ અલી ખાનનો દીકરો કરશે ફિલ્મોમાં એન્ટ્રી

સૈફ અલી ખાને (Saif Ali Khan) ઈબ્રાહીમ ખાનની (Ibrahim Ali Khan) મુવીનું નામ જાહેર નથી કર્યું પણ જો અફવાઓ પર વિશ્વાસ કરીએ તો તે ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની છે. જેમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ છે.

 • Share this:
  સૈફ અલી ખાનનો મોટો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન બોલિવૂડમાં પા પા પગલી કરી રહ્યો છે. જોકે, તે અભિનેતા તરીકે નહીં પણ પડદા પાછળના કસબી તરીકે એન્ટ્રી કરશે. સૈફ અલી ખાને આ વાતની પુષ્ટિ કરી છે. ઇબ્રાહિમ હાલ કરણ જોહરને તેની આગામી ફિલ્મમાં મદદ કરી રહ્યો છે.

  યુટ્યુબ ચેનલ પર ટીવી હોસ્ટ અને પ્રેઝન્ટર સિદ્ધાર્થ કન્નડ સાથે વાતચિત કરતી વખતે સૈફએ તેના બાળકોના કેરિયર અંગે ફોડ પાડ્યો હતો. બાળકો સાથેના સમીકરણ અંગે તેણે કહ્યું હતું કે, ઇબ્રાહિમ કરણ જોહરને મૂવીમાં મદદ કરી રહ્યો છે અને તેના વિચારો અને સ્વપ્નો શું છે તે વિશે વાત કરી રહ્યો છે. જ્યારે સારા મોટી છે અને અમારી પાસે ખૂબ જ અલગ સમીકરણ છે.

  આ પણ વાંચો- સિદ્ધાર્થ શુક્લાનાં નિધન બાદ મુંબઇ હમેશા માટે છોડી રહી છે શહનાઝ ગિલ? જાણો શું છે સત્ય

  સૈફ અલી ખાને ઈબ્રાહીમની મુવીનું નામ જાહેર નથી કર્યું પણ જો અફવાઓ પર વિશ્વાસ કરીએ તો તે ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની છે. જેમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ છે. ભૂતકાળમાં આ પ્રોજેક્ટની નજીકના સૂત્રએ ખુલાસો કર્યો હતો કે, હાલમાં તેને લોન્ચ કરવાની કોઈ યોજના નથી. તે ફિલ્મ નિર્માણની પ્રક્રિયાને સમજવા માંગે છે. તેથી તે આ ફિલ્મમાં આવ્યો છે. તે હજી બાળક છે, હજી અભ્યાસ કરે છે અને હજી સુધી તે અભિનેતા, દિગ્દર્શક અથવા બીજું કંઈક બનવા માંગે છે કે નહીં તે નક્કી કરવાનું બાકી છે.  સૈફ અલી ખાને અગાઉ ઇબ્રાહિમની અભિનય બાબતે ઈચ્છાઓ વિશે વાત કરતાં કહ્યું છે કે, તે અભિનયમાં કારકિર્દી માટે તૈયાર છે. સ્પોટબોય સાથે વાત કરતાં સૈફે કહ્યું હતું કે, ઇબ્રાહિમ અભિનયમાં કારકિર્દી માટે તૈયાર લાગે છે અને શા માટે ન હોય? હું ઇચ્છું છું કે મારા બધા બાળકો આ વ્યવસાયમાં આવે. આ કામ કરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે.

  આ પણ વાંચો-નટુ કાકાને ગડા ઇલેક્ટ્રોનિક્સે અનોખા અંદાજમાં કર્યા યાદ, VIDEO જોઇ આંખો થઇ જશે ભીની

  બીજી તરફ સારા પહેલેથી જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે. તેના નામે ઘણી ફિલ્મો છે. તેણે 2018માં સ્વર્ગીય સુશાંત સિંહ રાજપૂતની સામે રોમાંસ-ડિઝાસ્ટર મૂવી કેદારનાથ સાથે ડેબ્યૂ કર્યું હતું. તે સિમ્બા, લવ આજ કલ અને કુલી નંબર 1નો પણ ભાગ રહી ચૂકી છે.

  ઉલ્લેખનીય છે કે, સારા અને ઇબ્રાહિમ બંને સૈફની પ્રથમ પત્ની અમૃતા સિંહ સાથેના બાળકો છે. જ્યારે કરીના કપૂર સાથે તેમને બે પુત્રો તૈમૂર અને જેહ છે. સૈફ તાજેતરમાં માલદીવમાં ટૂંકું ફેમિલી વેકેશન માણી મુંબઈ પાછો ફર્યો છે. તેણે ત્યાં કરીના કપૂરનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન સૈફ છેલ્લે પાવન કિરપલાનીની હોરર કોમેડી ભૂત પોલીસમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં અર્જુન કપૂર, જેકલીન ફર્નાન્ડીઝ, યામી ગૌતમ અને જાવેદ જાફરી પણ હતા.
  Published by:Margi Pandya
  First published: