Home /News /entertainment /સૈફ અલી ખાને ખરીદી નવી કાર, કરોડોમાં છે કિંમત

સૈફ અલી ખાને ખરીદી નવી કાર, કરોડોમાં છે કિંમત

સૈફ અલી ખાન અને કરિના કપૂરે વ્હાઇટ કલરની મર્સિડીઝ બેન્ઝ કાર ખરીદી છે

સૈફ અલી ખાન અને કરિના કપૂરે વ્હાઇટ કલરની મર્સિડીઝ બેન્ઝ કાર ખરીદી છે. રવિવારે કપલે તેમની નવી કારની ઝલક મીડિયાને બતાવી હતી.

    મુંબઇ: સૈફ અલી ખાન અને કરિના કપૂરે વ્હાઇટ કલરની મર્સિડીઝ બેન્ઝ કાર ખરીદી છે. રવિવારે કપલે તેમની નવી કારની ઝલક મીડિયાને બતાવી હતી. નવી કારમાં સવારી કરવાનો લહાવો પહેલા જહાંગીર અલીખાનને મળ્યો હતો, જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ફેન્સનું ધ્યાન ખેંચી રહ્યું છે.

    વીડિયોમાં કરિના કપૂર કેઝ્યુઅલ લુકમાં જેહ સાથે જોવા મળી રહી છે. તે કાર પરથી પડદો ઉચકતી જોવા મળી રહી છે. જેહ શોર્ટ્સ અને બ્લુ ટીશર્ટમાં જોવા મળી રહ્યો છે. તેમણે પોતાના ઘરની બહાર હાજર મીડિયાનું હાથ હલાવી અભિવાદન કર્યું હતું. વીડિયો પર ફેન્સ કમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.



    કારવાલે.કોમ અનુસાર, મર્સિડીઝ બેન્ઝની ભારતમાં કિંમત લગભગ 1.90 કરોડ રૂપિયા હોઇ શકે છે. આ કપલે થોડા સમય અગાઉ જીપ રેંગલર પણ ખરીદી હતી. જેની કિંમત 60 લાખ રૂપિયાથી વધુ છે. સૈફ અલી ખાનની ફિલ્મ વિક્રમ વેધાની રીલિઝના બીજા દિવસે તેમના ઘરે નવી કાર આવી છે.

    આ પણ વાંચો: રિયલમાં ઘણી બોલ્ડ છે પવનસિંહની હિરોઇન, બિગ બોસમાં વિખેરશે હુશ્નના જલવા

    આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે રીલિઝ થઇ હતી, જેમાં ઋતિક રોશન સાથે સૈફ લીડ રોલમાં છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પર્ફોર્મ કરી રહી છે. ફિલ્મ આ જ નામની તમિલ ફિલ્મનું હિંદી અડેપ્ટેશન છે. જેમાં આર માધવન અને વિજય સેતુપતિ જોવા મળ્યા હતા. આ પુષ્કર અને ગાયત્રી દ્વારા નિર્દેશિત છે, જેમણે મૂળ ફિલ્મને પણ નિર્દેશિત કરી હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bollywood News in Gujarati, Kareena kapoor, Saif ali khan

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन