લૉકડાઉન ખુલતા જ સૈફ-કરીનાએ કર્યું એવું કામ કે લોકોએ ઊઠાવ્યાં સવાલ!

News18 Gujarati
Updated: June 8, 2020, 12:39 PM IST
લૉકડાઉન ખુલતા જ સૈફ-કરીનાએ કર્યું એવું કામ કે લોકોએ ઊઠાવ્યાં સવાલ!
કરીના, સૈફ.

સૈફ અલી ખાન (Saif Ali Khan), કરીના કપૂર (Kareena Kapoor) અને તૈમૂર (Taimur)ની અમુક તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહી છે. આ સાથે જ લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

  • Share this:
મુંબઈ : તાજેતરમાં જ લૉકડાઉન (Lockdown)માં થોડી રાહત આપવામાં આવી છે. બોલિવૂડ ઉદ્યોગ (Bollywood Industries)ની વાત કરવામાં આવે તો છૂટ મળતા જ અનેક લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળવા લાગ્યા છે. અમુક લોકો જિમ તરફ જતાં દેખાયા તો કોઈ પરિવાર સાથે ફરવા માટે બહાર નીકળ્યું હતું. તાજેતરમાં અભિનેત્રી કરીના કપૂર (Kareena Kapoor) પણ તેના પતિ સૈફ અલી ખાન (Saif Ali Khan) અને પુત્ર તૈમુર (Taimur) સાથે બહાર નીકળી હતી. આ ત્રણેય માટે રવિવારનો દિવસ ખાસ રહ્યો હતો. તમામ લોકો દરિયાકાંઠે મરીન ડ્રાઇવર પર વૉક કરતા નજરે પડ્યાં હતાં. પરંતુ આ દરમિયાન કંઇક એવું જોવા મળ્યું જેનાથી સોશિયલ મીડિયા (Social Media) પર અનેક સવાલ ઉઠી રહ્યા છે.

હકીકતમાં વિરલ ભાયાણીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સફર પર નીકળેલા સૈફ અલી ખાન, કરીના કપૂર અને તૈમૂરની તસવીરો અને વીડિયો શેર કર્યા છે. આ તસવીરો અને વીડિયોમાં ત્રણેય લોકોએ યોગ્ય રીતે માસ્ક ન પહેર્યું હોવાનું જોવા મળી રહ્યું છે.સૈફ અલી ખાન (Saif Ali Khan), કરીના કપૂર (Kareena Kapoor) અને તૈમૂર (Taimur)ની અમુક તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહી છે. આ સાથે જ લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.માસ્ક નહીં પહેરવાને લઈને સોશિયલ મીડિયા પર લોકો નારાજ જોવા મળ્યા છે. તમામ લોકો આવા સમયે પણ માસ્ક નહીં પહેરવાનું કારણ પૂછી રહ્યા છે. નાના તૈમૂરને લઈને કરીના અને સૈફ ફરી રહ્યા હોવાનું લોકોને પસંદ પડ્યું ન હતું.

અમુલ લોકોએ પૂછ્યું સૈફ તારું માસ્ક ક્યાં છે? અનેક લોકોએ આ માટે તેના સેલિબ્રિટી સ્ટેટસને દોષ આપ્યો હતો. તો અમુક લોકોએ એવું કહીને બચાવ પણ કર્યો કે જ્યાં સૈફ અને કરીને છે ત્યાં વધારે લોકો હાજર ન હોવાથી તેઓએ માસ્ક પહેરવાની જરૂર નથી.


આ દરમિયાન કરીના કપૂર બ્લેક ડ્રેસમાં નજરે પડી હતી, જ્યારે સૈફ અલી ખાન અને તૈમૂર સફેદ વસ્ત્રોમાં નજરે પડ્યા હતા. આ ત્રણેય લોકો લૉકડાઉન દરમિયાન પોતાના ઘરમાં જ રહ્યા હતા. અનલૉક 1.0ની જાહેરાત થતાં જ ત્રણેય લોકો બહાર નીકળ્યા હતા. થોડા કલાક પછી તેઓ ઘરે પરત ફર્યાં હતાં.
First published: June 8, 2020, 12:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading