નવી દિલ્હીઃ સાઉથ સિનેમાની સૌથી મોટી ફિલ્મ સાબિત થયેલી 'પુષ્પા' બાદ તેનો આગળનો ભાગ 'પુષ્પા 2' પણ આવી રહ્યો છે પરંતુ, તેનાથી જોડાયેલી ઘણી વાતો મેકર્સે ખાનગી જ રાખી છે. જોકે, ફિલ્મને લઈને ફેન્સનો ઉત્સાહ એવો છે કે અવારનવાર તેની ચર્ચાઓ સાંભળવા મળે છે. હાલમાં રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે કે, અલ્લુ અર્જૂન અને રશ્મિકા મંદાનાની સાથે ફિલ્મમાં એક મોટી એક્ટ્રેસ જોવા મળશે. તેનું સ્ટારડમ એવું છે કે તેની સામે ભલભલા ફિક્કા પડી જાય છે.
'પુષ્પા'ની જબરદસ્ત સફળતા બાદ મેકર્સે તેના આગળના ભાગ પર ઘણી આશા છે અને તે કોઈપણ કસર છોડવા માંગતા નથી. એ જ કારણ છે કે, આગળનો ભાગ એટલે કે, 'પુષ્પા 2'ની સ્ટારકાસ્ટ ખૂબ જ તગડી થવાની છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મમાં અલ્લુ અર્જૂન અને રશ્મિકા મંદાના સિવાય સાઉથની મોટી એક્ટ્રેસ જોવા મળશે, આ એક્ટ્રેસ બીજુ કોઈ નહીં પણ સાઈ પલ્લવી છે. સાઈ પલ્લવી ભલે સાઉથની હિરોઇન છે પણ દેશભરમાં તગડી ફેન ફોલોઇંગ ધરાવે છે.
મડિયા રિપોર્ટ્સ અનુસાર સાઈ પલ્લવી, 'પુષ્પા 2'માં ફુલ ટાઇમ રોલ નહીં કરે પણ તેનો ધમાકેદાર કેમિયો હશે. જણાવવામાં આવી રહ્યુ છે કે, મેકર્સની રિક્વેસ્ટ પર સાઈએ પોતાના વ્યસ્ત જીવનમાંથી 10 દિવસ નીકાળ્યા છે. તેનું પાત્ર એક આદિવાસી મહિલાનું હશે, આ રોલ નાનો હશે પરંતુ ફિલ્મની કહાણીમાં તેના પાત્રની ભૂમિકા ઘણી મોટી હશે. જોકે, આ વિષય પર કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર