Home /News /entertainment /

'બસપન કા પ્યાર' ફેમ સહદેવ દિરડો આવ્યો ભાનમાં, જાણો કેવી છે હવે તેની તબિયત

'બસપન કા પ્યાર' ફેમ સહદેવ દિરડો આવ્યો ભાનમાં, જાણો કેવી છે હવે તેની તબિયત

'બસપન કા પ્યાર' ગીત ફેમ સહદેવ દિરડો અકસ્માત મામલો

'બસપન કા પ્યાર' ગીત (Bachpan ka Pyar Song) દ્વારા દેશભરમાં રાતોરાત લોકપ્રિય બન્યો હતો. સહદેવ દિરડો માટે મંગળવાર અશુભ સાબિત થયો.

    શું તમે સહદેવ દિરડો (Sahdev Dirdo)ને ઓળખો છો? જે 'બસપન કા પ્યાર' ગીત (Bachpan ka Pyar Song) દ્વારા દેશભરમાં રાતોરાત લોકપ્રિય બન્યો હતો. સહદેવ દિરડો માટે મંગળવાર અશુભ સાબિત થયો. છત્તીસગઢના રહેવાસી સહદેવનો મંગળવારે સુકમા પાસે અકસ્માત (Sahdev Dirdo Road Accident) થયો હતો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ સહદેવને સુકમા જિલ્લા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ જગદલપુરની મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો હતો. સહદેવ હાલ ડોક્ટરોની દેખરેખમાં છે. તેમની તબિયત વિશે જે સમાચાર મળી રહ્યા છે (Sahdev Dirdo Health Update) કે તે ફરીથી હોશમાં આવી ગયો છે અને હવે તેમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે.

    મોડી રાત્રે સહદેવ ભાનમાં આવ્યો, હવે ખતરાની બહાર

    સિંગર-રેપર બાદશાહ (singer badshah) થી લઈને છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ (chhattisgarh cm bhupesh baghel) સહદેવની મદદ માટે આગળ આવ્યા જ્યારે સહદેવ દિરડો માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ સાથે સોશિયલ મીડિયા પર પણ સહદેવ માટે ઘણી બધી પોસ્ટ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, મોડી રાત્રે સહદેવને હોશ આવી ગયો હતો. હવે તે ખતરાની બહાર છે.

    હવે સહદેવ વાત કરે છે, 5 કલાક સુધી બેભાન હતો

    વાસ્તવમાં, લોકો સહદેવને લઈને પણ ચિંતિત હતા કારણ કે ઘટનાના સમયથી જગદલપુર મેડિકલ કોલેજમાં સારવાર શરૂ થઈ ત્યાં સુધી સહદેવ લગભગ 5 કલાક સુધી બેભાન હતો. મેડિકલ કોલેજના એક ડોક્ટરે જણાવ્યું કે, સહદેવ હોશમાં આવી ગયો છે અને હવે વાત કરી રહ્યો છે. સહદેવના સીટી સ્કેન અને અન્ય ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. કારણ કે, હવે તેની તબિયત સુધરી રહી છે, તેને રાયપુર કે વિશાખાપટ્ટનમ રેફર કરવાની જરૂર નથી.

    આ પણ વાંચોShehnaaz Gill: શહનાઝ ગિલના પિતા પર હુમલો, બાઇક પર આવેલા 2 લોકોએ ગોળી ચલાવી

    બાદશાહે ટ્વીટ કર્યું હતું

    તમને જણાવી દઈએ કે, બાદશાહે એક ટ્વિટમાં લખ્યું કે, 'હું સહદેવના પરિવાર (Sahdev Family) અને મિત્રોના સંપર્કમાં છું. તે બેભાન છે, તેને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો છે. હું તેના માટે ઊભો છું. તમારા આશીર્વાદની જરૂર છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Baspan Ka pyaar, Baspan ka pyar song, Sahdev Dirdo, Sahdev Dirdo Road Accident

    આગામી સમાચાર