Home /News /entertainment /મોડલનો દાવો- ન્યૂડ ઓડિશન માંગનાર રાજ કુન્દ્રા, પૂનમ પાંડેએ કર્યો હતો રાજ વિરુદ્ધ કેસ
મોડલનો દાવો- ન્યૂડ ઓડિશન માંગનાર રાજ કુન્દ્રા, પૂનમ પાંડેએ કર્યો હતો રાજ વિરુદ્ધ કેસ
પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રા 23 જૂલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં
11 ફેબ્રુઆરી 2021 ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને સાગરિકાએ કહ્યું હતું કે, પોર્ન રેકેટમાં ધરપકડ કરાયેલ ઉમેશ કામત, રાજ કુંદ્રાનો આસિસ્ટન્ટ છે. સાગરિકાએ દાવો કર્યો હતો કે રાજ કુંદ્રાની કંપની તરફથી તેને વેબ સિરીઝની ઓફર કરવામાં આવી હતી જે માટે તેનું ન્યૂડ ઓડિશન માગવામાં આવ્યું હતું.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ફેબ્રુઆરી મહિનામાં પોર્ન રેકેટ કેસમાં મુંબઈ પોલીસના પ્રોપર્ટી સેલે એક્ટ્રેસ ગેહના વશિષ્ઠ સહિત 9 લોકોની ધરપકડ કરી હતી, આ નવ લોકોમાં ઉમેશ કામત નામની વ્યક્તિ પણ હતી. આ સમયે સાગરિકા શોના સુમન નામની મોડલે રાજ કુન્દ્રાનું નામ લીધું હતું. 11 ફેબ્રુઆરી 2021 ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને સાગરિકાએ કહ્યું હતું કે, પોર્ન રેકેટમાં ધરપકડ કરાયેલ ઉમેશ કામત, રાજ કુંદ્રાનો આસિસ્ટન્ટ છે. સાગરિકાએ દાવો કર્યો હતો કે રાજ કુંદ્રાની કંપની તરફથી તેને વેબ સિરીઝની ઓફર કરવામાં આવી હતી જે માટે તેનું ન્યૂડ ઓડિશન માગવામાં આવ્યું હતું.
પૂનમ પાંડેએ કર્યો હતો રાજ પર કેસ- વિવાદિત મોડલ પૂનમ પાંડેએ પણ રાજ કુન્દ્રા અને તેનાં સહયોગી વિરુદ્ધ ક્રિમિનલ કેસ કર્યો હતો. પૂનમ પાંડેનો આરોપ હતો કે, દેશની બહારથી વારંવાર આવતા ફોનથી તે પરેશાન છે. તેણએ કહ્યું કે, જૂન 2020માં એક ટેગલાઇન (કોલ મી, આઇ સ્ટ્રિપ ફોર યૂ) એક એપ પર લીંક થઇ હતી. તેનો દાવો છે કે, આ એપને રાજ કુન્દ્રાની કંપની દ્વારા સંચાલિત કરવામાં આવતી હતી.
શર્લિન ચોપરાએ રાજનું નામ લીધું હતું- મુંબઈ પોલીસે ચાલુ વર્ષે જ ફેબ્રુઆરી 2021માં પોર્નોગ્રાફી સાથે જોડાયેલા ફિલ્મ બનાવવાનો તથા તેને અપલોડ કરવનાં કેસમાં તપાસ શરૂ કરી હતી જેમાં શર્લિન ચોપરા અને પૂનમ પાંડેનું નિવેદન લેવામાં આવ્યું હતું. તેમજ ઘણી ટોચની હસ્તીઓનાં નિવેદન પણ લેવામાં આવ્યાં હતાં. 26 માર્ચે મુંબઈ પોલીસે આ કેસમાં એકતા કપૂરનું સ્ટેટમેન્ટ લીધું હતું.
" isDesktop="true" id="1116194" >
મહારાષ્ટ્ર સાઇબર સેલે શર્લિન ચોપરા તથા પૂનમ પાંડેનું સ્ટેટમેન્ટ પહેલાં જ લઈ લીધું છે. રાજ કુંદ્રા વિરૂદ્ધ IT એક્ટ તથા IPCની કલક હેઠળ કેસ કરવામાં આવ્યો છે. FIR પ્રમાણે, શર્લિન ચોપરાએ પોલીસની સામે રાજ કુંદ્રાનું નામ લીધું હતું. શર્લિન ચોપરાએ કહ્યું હતું કે તેને એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં લાવનાર રાજ કુંદ્રા જ છે. દરેક પ્રોજેક્ટ માટે શર્લિન ચોપરાને 30 લાખ રૂપિયા મળતા હતા. શર્લિનના મતે, તેણે આ પ્રકારના 15-20 પ્રોજેક્ટ કર્યાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર