Home /News /entertainment /RAJ KUNDRA: વિરુદ્ધ બોલવા પર સાગરિકાને મળી રહી છે જીવથી મારી નાંખવાની ધમકી
RAJ KUNDRA: વિરુદ્ધ બોલવા પર સાગરિકાને મળી રહી છે જીવથી મારી નાંખવાની ધમકી
file photo
એક્ટ્રેસ સાગરિકા શોના સુમન (Sagarika Shona Suman)એ રાજ કુન્દ્રા પર આરોપ લગાવતા કહ્યું હતું કે, તેણે ન્યૂડ ઓડિશનની ડિમાન્ડ કરી હતી. જ્યારે સાગરિકાએ જણાવ્યું કે, તેને ધમકી ભર્યા કોલ અને મેસેજ આવી રહ્યાં છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra)ની ધરપકડ બાદ હવે ધીમે ધીમે તેનાં રહસ્ય ખુલી ગયા છે. એવામાં તેનાં જૂના વિવાદાસ્પદ કિસ્સા પણ સામે આવી રહ્યાં છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં એક્ટ્રેસ સાગરિકા શોના સુમન (Sagarika Shona Suman) મીડિયા સામે આવી હતી અને તેણે રાજ કુન્દ્રા પર આરોપ લગાવતા કહ્યું હતું કે, તેણે ન્યૂડ ઓડીશનની ડિમાન્ડ કરી હતી. હવે સાગરિકાએ જણાવ્યું કે, તેને ધમકી ભરેલાં ફોન અને મેસેજ આવી રહ્યાં છે.
મીડિયા રિપોર્ટની માનીયે તો, સાગરિકા (Sagarika Shona Suman)એ કહ્યું કે, 'હું ખુબજ પરેશાન છુ કારણ કે મને તમામ ઓનલાઇન પ્લેટફર્મથી કોલ આવી રહ્યાં છે. તે મને ધમકી આપે છે મને જીવથી મારવાનો અને રેપની ધમકી મળી રહી છે. લોકો મને અલગ અલગ નંબર પરથી ફોન કરી રહ્યાં છે. અને મને પુછે છે કે, રાજ કુન્દ્રાએ શું ખોટુ કર્યું. સાગરિકાએ વધુ કહ્યું કે, તે મને ધમકી આપી રહ્યાં છે અને મારી ઉપર તેનો બિઝનેસ બંધ કરવાનો આરોપ લગાવી રહ્યાં છે. સાગરિકા કહે છે કે, આ લોકોને કારણે તેનાં જીવને જોખમ છે. તે આ તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરશે.'
આપને જણાવી દઇએ કે, સાગરિકાએ કહ્યું કે, રાજ કુન્દ્રા (Raj Kundra) પોર્નો ગ્રાફી રેકેટનો ભાગ છે. અને તેની ધરપકડ કરવામાં આવી જોઇએ. સાગરિકા શોએ કહ્યું કે, 'હું એક મોડલ છુ અને હું ગત ત્રણ ચાર વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરુ છું. ઓગસ્ટ 2020માં મને ઉમેશ કામતજીનો કોલ આવ્યો અને મને એક વેબ સીરીઝની ઓફર કરવામાં આવી જેને રાજ કુન્દ્રા પ્રોડ્યુસ કરવાનો હતો.'
સાગરિકા વધુમાં જણાવે છે કે, મને વીડિયો કોલ પર ઓડીશનનાં નામે ન્યૂડ ઓડીશનની ઓફર મળી હતી. તે ત્રણ લોકો હતાં. જેમાંથી એક ઉમેશ કામત હતો, એકે તેનો ચહેરો છુપાવી રાખ્યો હતો. પણ કદાચ તે રાજ કુન્દ્રા જ હતો. કારણ કે ઉમેશ કામત, રાજ કુન્દ્રાનું નામ લઇ રહ્યો હતો કે જેટલી પણ સાઇટ્સ ચાલે છે તે તેનો માલિક છે. હુ તે કહેવાં ઇચ્છુ છુ કે, તેની ધરપકડ થવી જોઇએ, કેમ તેની ધરપકડ નથી થઇ રહી? તેની ઘણી બધી સાઇટ્સ ચાલે છે. મને લાગે છે કે, મુખ્ય કડી તે જ છે. આપને જણાવી દઇએ કે, ક્રાઇમ બ્રાન્ચે આ મામલે અત્યાર સુધીમાં કુલ 11 લોકોની ધરપકડ કરી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર