Home /News /entertainment /

Sagarika Ghatge Birthday : શાહી પરિવારની પુત્રી છે સાગરિકા ઘાટગે, ક્રિકેટર ઝહીર ખાન સાથે કર્યા લગ્ન

Sagarika Ghatge Birthday : શાહી પરિવારની પુત્રી છે સાગરિકા ઘાટગે, ક્રિકેટર ઝહીર ખાન સાથે કર્યા લગ્ન

સાગરિકા ઘાટગે જન્મદિવસ

સાગરિકા (Sagarika Ghatge) નેશનલ લેવલની હોકી (Hockey) પ્લેયર પણ રહી ચુકી છે. વર્ષ 2017માં તેણે ભારતીય ક્રિકેટર (Cricket) ઝહીર ખાન (Zaheer Khan) સાથે લગ્ન (Marriage) કર્યા. સાગરિકાના જન્મદિવસે (Sagarika Ghatge Birthday) તમને તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીએ

વધુ જુઓ ...
    મુંબઈ : શાહરૂખ ખાન (Shahrukh Khan) સાથે ફિલ્મ 'ચક દે ઈન્ડિયા' (Chak De India)થી ફિલ્મી કરિયર (Career)ની શરૂઆત કરનાર અભિનેત્રી (Actress) સાગરિકા ઘાટગે (Sagarika Ghatge Birthday) 8 જાન્યુઆરીએ તેનો જન્મદિવસ (Birthday) ઉજવે છે. સાગરિકા નેશનલ લેવલની હોકી (Hockey) પ્લેયર પણ રહી ચુકી છે. વર્ષ 2017માં તેણે ભારતીય ક્રિકેટર (Cricket) ઝહીર ખાન (Zaheer Khan) સાથે લગ્ન (Marriage) કર્યા. સાગરિકા (Sagarika Ghatge) ના જન્મદિવસે તમને તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીએ છીએ.

    સાગરિકા રાજવી પરિવારની, દાદી સીતા રાજે ઘાટગે ઈન્દોરના મહારાજા તુકોજીરાવ હોલ્કરની પુત્રી

    ઘણા લોકો નથી જાણતા કે સાગરિકા રાજવી પરિવારની છે. તેમની દાદી સીતા રાજે ઘાટગે ઈન્દોરના મહારાજા તુકોજીરાવ હોલ્કરની પુત્રી હતી. સાગરિકાના પિતા વિજયેન્દ્ર ઘાટગે એક અભિનેતા હતા. જ્યારે સાગરિકા ભણતી હતી ત્યારે તેને એડ ફિલ્મોમાં કામ કરવાની ઓફર મળવા લાગી હતી.

    સાગરિકાની ડેબ્યૂ ફિલ્મ 'ચક દે ઈન્ડિયા' હતી, ષ્ઠ સહાયક અભિનેત્રીનો સ્ક્રીન એવોર્ડ મળ્યો હતો

    સાગરિકા (Sagarika Ghatge) ની ડેબ્યૂ ફિલ્મ 'ચક દે ઈન્ડિયા' હતી. આ ફિલ્મ માટે તેણીને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો સ્ક્રીન એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સિવાય તેને લાયન્સ ગોલ્ડ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. સાગરિકાએ હિન્દીની સાથે પંજાબી અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું.

    કેવી રીતે સાગરિકા ઘાટગે અને ઝહીર ખાનની પ્રેમ કહાની કેવી રીતે શરૂ થઈ?

    સાગરિકા  (Sagarika Ghatge) અને ઝહીર ખાન (Zaheer Khan) ના સંબંધો ત્યારે સામે આવ્યા જ્યારે બંને એકસાથે યુવરાજ સિંહ અને હેઝલ કીલના રિસેપ્શનમાં પહોંચ્યા હતા. બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. એક ઈન્ટરવ્યુમાં સાગરિકાએ કહ્યું હતું કે, 'મારી અને ઝહીરની મુલાકાત અમારા મિત્ર ઋત્વિક દ્વારા થઈ હતી. હું જ્યારે પણ ઋત્વિકને મળતી ત્યારે તે કહેતો હતો કે ઝહીર સારો છોકરો છે.

    આ પણ વાંચોસૈફ અલી ખાન કરીના કપૂરને હોટ નથી માનતો, તેની યાદીમાં આ હસીના છે ટોપ પર

    સાગરિકા (Sagarika Ghatge) એ 24 એપ્રિલ 2017ના રોજ ઝહીર ખાન સાથે સગાઈ કરી હતી. આ જ વર્ષે નવેમ્બર મહિનામાં બંનેએ લગ્ન કર્યા હતા. સાગરિકા અને ઝહીર સ્વભાવે ખૂબ જ નમ્ર છે, તેથી બંને વચ્ચેનો સંબંધ ખૂબ જ મજબૂત છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन