બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એવા એક કલાકાર છે જેમની એક્ટિંગ તો કાબિલે તારીફ છે પરંતુ તેની સાથે તેમની એનર્જી પણ જોરદાર છે. તે જ્યારે પણ સ્ટેજ પર આવે છે ત્યારે કંઇક નવું જ કરે છે. રણવીર હોય અને મોજમસ્તી ન હોય એવું બને જ નહીં. આવું જ કંઇ મસ્તીભર્યો માહોલ જ્યારે તે ઈન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) બેંગલૂરૂમાં પણ જોવા મળ્યો હતો.
ત્યારે સ્ટેજ પર રણવીર સિંહની સાથે 'સદગુરૂ' જગ્ગી વસુદેવ હતાં. રણવીરે તેમની સાથે પણ મજાથી ડાન્સ કર્યો છે. જેનો વીડિયો રણવીર અને સદગુરૂ બંન્નેએ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. રણવીરે શેર કરેલો વીડિયો અત્યાર સુધીમાં 21 લાખ લોકોથી વધારે જોઇ લીધો છે.
આ કાર્યક્રમ દરમિયાન રણવીરે સદગુરૂને ઘણી આધ્યાત્મિક વાતો પુછી હતી. જે પછી બંન્નેએ ડાન્સ કર્યો હતો. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે બંન્ને ડાન્સ નિરામય થઇને કરે છે. આ દ્રશ્ય આપણને આશ્ચર્યમાં મુકી દે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર