Sadhana Shivdasani Birth Anniversary: જ્યારે રાજ કપૂરે ગુસ્સામાં સાધના શિવદાસાનીને લગ્ન કરી ઘર વસાવવાની આપી હતી સલાહ

એક્ટ્રેસ સાધનાનો આજે જન્મ દિવસ

Happy Birthday Sadhana:  1960માં ફિલ્મ 'લવ ઈન શિમલા'એ (Love in Shimla) સાધનાએ ઘણી ઊંચાઈ હાંસલ કરી હતી. તેમની ગણતરી હિન્દી સિનેમાના ઈતિહાસમાં શ્રેષ્ઠ અને સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ અભિનેત્રીઓમાં થાય છે

  • Share this:
    Happy Birthday Sadhana: આજે 60 અને 70ના દાયકાની પીઢ અભિનેત્રી સાધના શિવદાસાની (Sadhana Shivdasani Birth Anniversary)ની જન્મજયંતિ છે. સાધનાનો જન્મ 2 સપ્ટેમ્બર 1941ના રોજ કરાચી ખાતે થયો હતો. સાધના તેના માતા-પિતાની એકમાત્ર સંતાન હતી, દેશના ભાગલા બાદ તેનો પરિવાર કરાચી છોડીને મુંબઈ આવી ગયો હતો. સાધનાનું નામ તેના પિતાએ તેમની ગમતી અભિનેત્રી સાધના બોસના નામ પરથી રાખ્યું હતું. કહેવાય છે કે સાધનાની માતાએ તેને આઠ વર્ષની ઉંમર સુધી ઘરમાં જ ભણાવી હતી.

    આજે પણ ટ્રેન્ડિંગ છે સાધના કટ- સાધના શિવદાસાની (Sadhana Shivdasani)એ બોલિવૂડના ઘણા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું હતું. સાધના 60 અને 70ના દાયકાની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક માનવામાં આવતી હતી. અભિનય ઉપરાંત સાધના પોતાની હેરસ્ટાઇલને લઈને સતત સમાચારોમાં રહેતી હતી. આજે પણ સાધના કટ તમને યાદ હશે. તે દિવસોમાં છોકરીઓ તેની હેરસ્ટાઇલની ખૂબ કોપી કરતી હતી. તે એટલું પ્રખ્યાત બન્યું કે આજે પણ આ સ્ટાઈલ ટ્રેન્ડમાં છે.

    આ પણ વાંચો- Juhi Chawla: 1984માં જ્યારે 'મિસ ઇન્ડિયા' બની જૂહી તો રેખાએ પહેરાવ્યો હતો તાજ, જુઓ PHOTO

    રાજ કપૂર સાથે થયો હતો વિવાદ- સાધના શિવદાસાનીએ પોતાની કારકિર્દીની શરૂઆત 1955ની ફિલ્મ 'શ્રી 420'થી કરી હતી. આ ફિલ્મમાં તેમણે કેમિયો કર્યો હતો, પરંતુ ફિલ્મ શ્રી 420 દરમિયાન રાજ કપૂર અને સાધના શિવદાસાની વચ્ચે એક વાત પર વિવાદ થઈ ગયો હતો. આ ફિલ્મ દરમિયાન સાધના તેની હેરસ્ટાઈલનું ખાસ ધ્યાન રાખતી હતી. તે વારંવાર સેટ પર તેના વાળ વ્યવસ્થિત કરતી રહેતી હતી. શૂટિંગ દરમિયાન રાજ કપૂરને સાધના શિવદાસાનીની આ વાત બિલકુલ પસંદ નહોતી. રાજ કપૂરે સાધનાને તેના વાળની ​​વધારે પડતી સંભાળ ન રાખવા કહ્યું, પરંતુ તે ન માન્યા. ત્યારબાદ રાજ કપૂરે ગુસ્સામાં તેને અભિનય છોડીને લગ્ન કરીને સ્થાયી થઈ જવા કહ્યું હતું. જે બાદ બંનેએ ઘણા વર્ષો સુધી એકબીજા સાથે વાત નહોતી કરી.

    આ પણ વાંચો-જાણો, સલમાન ખાન માટે છાતી પર ગોળી ખાનારી તેની પહેલી હીરોઇન રેનૂ આર્યા હવે ક્યાં છે?

    આ પણ વાંચો-શું ગર્ભવતી છે ઐશ્વર્યા રાય બચ્ચન? વીડિયો જોઇ યુઝર્સે કહ્યું- 'હવે તેનું બેબી બમ્પ સ્પષ્ટ દેખાય છે'

    લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત- 1960માં ફિલ્મ 'લવ ઈન શિમલા'એ સાધનાએ ઘણી ઊંચાઈ હાંસલ કરી હતી. તેમની ગણતરી હિન્દી સિનેમાના ઈતિહાસમાં શ્રેષ્ઠ અને સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ અભિનેત્રીઓમાં થાય છે. તેમણે મેરા સાયા, રાજકુમાર, મેરે મહેબૂબ, વો કૌન થી જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. હિન્દી સિનેમામાં તેમના આ યોગદાન બદલ વર્ષ 2002માં ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA) દ્વારા તેમને લાઈફટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
    Published by:Margi Pandya
    First published: