Sadak 2 Trailer Out: સંજય દત્ત, આલિયા અને આદિત્યની ફિલ્મના ધમાકેદાર ટ્રેલરમાં છે ખતરનાક ટ્વિસ્ટ

News18 Gujarati
Updated: August 12, 2020, 12:47 PM IST
Sadak 2 Trailer Out: સંજય દત્ત, આલિયા અને આદિત્યની ફિલ્મના ધમાકેદાર ટ્રેલરમાં છે ખતરનાક ટ્વિસ્ટ
આલિયા પહેલી વાર પિતા મહેશ ભટ્ટના નિર્દેશનમાં બનનારી કોઈ ફિલ્મમાં કામ કરી રહી છે.

આલિયા પહેલી વાર પિતા મહેશ ભટ્ટના નિર્દેશનમાં બનનારી કોઈ ફિલ્મમાં કામ કરી રહી છે.

  • Share this:
મુંબઈ : એક તરફ બોલીવૂડ અભિનેતાને લંગ કેન્સરની વાત સામે આવતા ફેન્સની ચિંતા વધી ગઇ છે. જ્યારે બીજી તરફ તેમને મોસ્ટ અવેટેડ ફિલ્મ સડક 2નું ટ્રેલર રિલીઝ થયુ છે. આ ટ્રેલરમાં ઘણી જ સરળ લવ સ્ટોરી બતાનનામાં આવી છે. પરંતુ આ વાર્તામાં એક કતરનાક ટ્વિસ્ટની ઝલક પણ બતાવવામાં આવી છે. તેની એક ઝલક પણ ડરાવી દે છે. આલિયા ભટ્ટ (Alia Bhatt), સંજય દત્ત (Sanjay Dutt), આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapoor), પૂજા ભટ્ટ (Pooja Bhatt) સ્ટારર ફિલ્મ 'સડક 2'  (Sadak 2) 28 ઓગસ્ટના રોજ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થવાની છે.

ટ્રેલરની વાત કરીએ તો, ફિલ્મમાં પૂજા ભટ્ટના અવસાન બાદ સંજય દત્ત જીવવાનો ઉત્સાહ ગુમાવી ચૂક્યો હોય છે. ત્યારબાદ આલિયા ભટ્ટની એન્ટ્રી થાય છે. પ્રેમી આદિત્ય રોય સાથે આલિયા, સંજય દત્તની ગાડીમાં કૈલાસ પર્વત જવા રવાના થાય છે. અહીંયા મકરંદ દેશપાંડેની એન્ટ્રી થાય છે. મકરંદ દેશપાંડે ગુરુના રોલમાં છે અને તે આલિયાને મારવા માગે છે. આ ફિલ્મમાં મુખ્ય કિરદારો સાથે જીશુ સેનગુપ્તા, મકરંદ દેશપાંડે, ગુલશન ગ્રોવર, પ્રિયંકા બોઝ, મોહન કપૂર અને અક્ષય આનંદ પણ જોવા મળશે. તો સડક 2નું ટ્રેલર જોઇ લો.



આ પણ વાંચો - સુભાષ ઘાઇ પર અભિનેત્રી મહિમા ચૌધરીએ લગાવ્યો મોટો આરોપ, કહ્યું તેમણે મારું કરિયર બગાડ્યું

'સડક' ફિલ્મ 1991માં આવી હતી

'સડક 2' 28 ઓગસ્ટના રોજ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થશે. આ ફિલ્મનું દિગ્દર્શન મહેશ ભટ્ટ (Mahesh Bhatt)એ કર્યું છે. 29 વર્ષ પહેલા પણ મહેશ ભટ્ટે જ 'સડક'નું દિગ્દર્શન કર્યું હતું. જે ફિલ્મમાં પૂજા ભટ્ટ અને સંજય દત્ત લીડ રોલમાં હતા. આલિયા પહેલી વાર પિતા મહેશ ભટ્ટના નિર્દેશનમાં બનનારી કોઈ ફિલ્મમાં કામ કરી રહી છે. 'સડક' ફિલ્મ 1991માં આવી હતી. જેના 29 વર્ષ બાદ 'સડક 2' આવી રહી છે.
Published by: Kaushal Pancholi
First published: August 12, 2020, 12:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading