ન્યૂઝ18 ગુજરાતી: નેટફ્લિક્સની વેબસીરીઝ ધ સેક્રેડ ગેમ્સની એક્ટ્રેસ એલ્નાઝ નેરોઝી સાથે શિકાગો એરપોર્ટ પર દુર્વ્યવહારનો મામલો સામે આવ્યો છે. તેણીને શિકાગો એરપોર્ટ પર તે ઈરાની હોવાને કારણે રોકવામાં આવી. પૂછપરછના ત્રણ કલાક પછી તેને જવાની મંજૂરી આપવામાં આવી. પૂછપરછના કારણે એલ્નાઝને તેની ફ્લાઇટ ચૂકી જવી પડી. આગળની ફ્લાઇટ માટે એલ્નાઝને એરપોર્ટ પર છ કલાક રાહ જોવી પડી હતી.
અલ્નાઝએ કહ્યું કે, મને ત્રણ કલાકથી વધુ સમય માટે ઇમિગ્રેશનમાં રોકવામાં આવી. તેમણે જણાવ્યું હતું કે એરપોર્ટ અધિકારીઓએ તેને કનેક્ટિંગ ફ્લાઇટ પર જવાથી અટકાવી. એલ્નાઝના જણાવ્યા અનુસાર, તેમની પાસે જર્મન પાસપોર્ટ છે એટલે તેમને અમેરિકામાં મુસાફરી કરવા માટે વિઝાની જરૂર નથી. તેમણે કહ્યું કે હું ઈરાની છું કારણ કે મેં સામાન્ય વિઝા માટે અરજી કરી છે. યુ.એસ. પ્રમુખ ટ્રમ્પે ઇરાનીઓ પર કેટલાક બેન મૂક્યા છે. આ જ કારણે એરપોર્ટના અધિકારીઓ તમા મ વસ્તુઓ બે વાર તપાસે છે.
એલ્નાઝના જણાવ્યા અનુસાર,થોડા સમય સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી, જેનાથી મારે મારી કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી જવી પડી. મને આગલી ફ્લાઇટ માટે 6 કલાક રાહ જોવી પડી. આ પહેલીવાર થયું છે જ્યારે મેં વિચાર્યું કે તે આ મુસાફરી ક્યારેય સમાપ્ત થશે નહીં. હું ખૂબ થાકી ગઇ હતી. પરંતુ હવે બધું સારું છે. હું લોસ એન્જલસમાં કામને શોધી રહી છું. નેટફ્લિકમાં આવનાર સેક્રેડ ગેમ્સમાં એલ્નાઝા નોરુઝીએ જોયા મિર્ઝાનો રોલ ભજવ્યો હતો. તેણી સેક્રેડ ગેમ્સની બીજી સિઝનમાં પણ જોવા મળશે. આ લોકપ્રિય વેબ શ્રેણી 15 ઓગસ્ટના રોજ Netflix પર સ્ટ્રીમ થશે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર