Sacred Games 2 : શું ત્રિવેદી પણ નહીં બચે? ગાયતોંડેએ આપી ચેલેન્જ

News18 Gujarati
Updated: July 18, 2019, 12:47 PM IST
Sacred Games 2 : શું ત્રિવેદી પણ નહીં બચે? ગાયતોંડેએ આપી ચેલેન્જ
સિઝન-2 15 ઑગસ્ટે રિલીઝ થશે.

Sacred Games 2 : સૈફ અલી ખાન, પંકજ ત્રિપાઠી, નવાઝુદ્દીન સિદ્દીકીની વેબસીરીઝની બીજી સિઝન 15મી ઑગસ્ટે Netflix પર રીલિઝ થશે

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : જે લોકો Netflixની પોપ્યુલર વેબસીરિઝ Sacred Gamesના ચાહકો છે તેમાના માટે એક મોટો ખુલાસો સીરિઝના કિરદાર ગણેશ ગાયતોંડેએ કરી નાખ્યો છે. ગણેશ ગાયતોંડે એટલે કે નવાઝુદ્દીન સીદ્દીકીએ ચેલેન્જ આપી છે કે આ સિઝનમાં ત્રિવેદી નહીં બચે. ગત સિઝનમાં ગણેશ ગાયતોંડે વારંવાર એક ડાયલોગ બોલતો રહે છે કે બધા મરી જશે ફક્ત ત્રિવેદી બચી જશે. રોમાંચ અને રહસ્યોથી ભરપૂર આ વેબ સિરીઝની બીજી સિઝન 15મી ઑગસ્ટે રીલીઝ થશે.

સિઝન 2ના ટ્રેલરમાં નવાઝુદ્દીન સિદ્દીકી બોલે છે કે 'બચાવી લો તમારા શહેરને આ વખત તો ત્રિવેદી પણ નહીં બચે' જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વખતે સિરીઝમાં રોમાંચ વધશે.

આ પણ વાંચો :  42 વર્ષની દુલ્હન પૂજા બત્રા અને નવાબનાં લગ્ન સમારંભનાં નવા ફોટા થયા Viral

ટ્રેલર મુજબ આ વખતે પંકજ ત્રિપાઠી એટલે કે ગુરૂજીનો કિરદાર વધારે વેઇટેજ વાળો હોઈ શકે છે. સેક્રેડ ગેમ્સ-2 ની બીજી સિઝનમાં વધારે ખૂન ખરાબો જોવા મળી શકે છે. આ સિરીઝનો એટલો બધો રોમાંચ છે કે ચાહકો અત્યારથી કાગડોળે રાહ જોઈ રહ્યાં છે.



ઉલ્લેખનીય છે કે સેક્રેડ ગેમ્સ નેટફ્લિક્સની ભારતીય વેબ સિરીઝની પ્રથમ ઑરિજનલ શ્રેણી છે. નેટફ્લિક્સ અત્યારે ભારતીય ચાહકોમાં સિનેમાની ગરજ સારી રહ્યું છે અને નેશનલ ઇન્ટરનેશનલ અને લોકલ ફિલ્મો તેમજ વેબ સિરીઝના માધ્યમથી શહેરી અને ગ્રામીણ ઇન્ટરનેટ યૂઝરને આકર્ષી રહ્યું છે.
First published: July 17, 2019, 10:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading