Sacred Games 2: 14 દિવસમાં કંઇક મોટું થશે, કરાઇ જાહેરાત

ડિજિટલ દુનિયાની સૌથી મોટી અને જાણીતી સીરિઝને લઇને એક સમાચાર સામે આવ્યા છે

ડિજિટલ દુનિયાની સૌથી મોટી અને જાણીતી સીરિઝને લઇને એક સમાચાર સામે આવ્યા છે

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: ડિજિટલ દુનિયાની સૌથી મોટી અને જાણીતી સીરિઝને લઇને એક સમાચાર સામે આવ્યા છે. આને લઇને નેટફ્લિક્સે પોતે માહિતી આપી છે. નેટફ્લિક્સે ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યું છે કે, 'કેલેન્ડર નિકાલ, તારીખ લિખ લેં, 14 દીન મેં કુછ બડા હોને વાલા હૈ'. આ ટ્વિટ સામે આવતાં જ તેના ફેન્સ સમજી ગયા છે કે આ કોની વાત થઇ રહી છે.

    નેટફ્લિક્સની આ ટ્વિટ તેની લોકપ્રિય વેબ સીરિઝ 'સેક્રિડ ગેમ્સ'ની સિઝન 2 માટે હોવાનું મનાય છે. તેનો બીજો ભાગ લગભગ તૈયાર છે. નેટફ્લિક્સે ટ્વિટ કરતાં કહ્યું કે, '14 દીન મેં કુછ બડા હોને વાલા હૈ' આવી રીતે જ સેક્રિડ ગેમ્સમાં પણ ગણેશ ગાયતોંડે એક તારીખ આપે છે અને મુંબઇમાં કંઇક મોટું થવાની વાત કહે છે.

     ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 21 સપ્ટેમ્બરે નેટફ્લિક્સ ઇન્ડિયાએ સેક્રિડ ગેમ્સ સિઝન 2નું ટીઝર રીલિઝ કર્યું હતું. સેક્રિડ ગેમ્સના પહેલાં ભાગે સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા જગાડી હતી અને તેને જબરદસ્ત સફળતા મળી હતી. આ સસ્પેન્સ થ્રિલર સીરિઝના દમદાર પ્લોટ અને તેમની સ્ટાર કાસ્ટે લોકોને દીવાના કર્યા હતા. ખાસ કરીને સૈફ અલી ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકીના પાત્ર લોકોને પસંદ પડ્યા હતા. પહેલી સિઝન વિક્રમ ચંદ્રાની નોવેલ પર આધારિત હોવાનું કહેવાતું હતું. તેને અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાનીએ ડાયરેક્ટ કરી હતી.

    આ પણ વાંચો: happy birthday: 2500 સોંગ ગાઇ ચૂકી છે અલ્કા યાજ્ઞિક, આ છે તેનું પહેલું સુપરહીટ

    આ પહેલાં 'સેક્રિડ ગેમ્સ'ની બીજી સિઝન જૂન અથવા જુલાઇમાં રીલિઝ થાય તેવી ચર્ચા હતી. હવે નેટફ્લિક્સની ટ્વિટ બાદ લોકોની ઉત્સુકતા વધી છે. માનવામાં આવી રહ્યું છે કે, આની બીજી સિઝન વધુ ધમાકેદાર સાબિત થશે.
    Published by:Azhar Patangwala
    First published: