એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: લાંબા સમયથી નેટફ્લિક્સ પેન્સને આ શોની બીજી સિઝનનો ઇન્તેઝાર હતો. હવે તેની સ્ટાર કાસ્ટ અંગે જાહેરાત થઇ ગઇ છે.
નેટફ્લિક્સનાં લોકપ્રિય શો 'Sacred Games 2'નું એક ટીઝર જાહેર થયુ છે. આ ટીઝરમાં શોની સ્ટાર કાસ્ટ નજર આવી રહી છે. પહેલી સિઝનમાં સૈફ અલી ખાન, નવાઝુદ્દીન સિદ્દિકી અને પંકજ ત્રિપાટી નજર આવ્યા હતાં. આ
વખતે આ સ્ટાર કાસ્ટમાં કલ્કિ કોચલીન, રણવીર શૌરી પણ જોવા મળશે.
ભારતમાં બનેલી 'Sacred Games' નેટફ્લિક્સની સૌથી વધુ જોવામાં આવેલી સીરીઝ છે. આ શોનાં ઘણાં મીમ્સ પણ બન્યા છે. 2006માં આવેલી વિક્રમ ચંદ્રાની બૂક સેક્રેડ ગેમ્સ પરથી આ શો બનાવવામાં આવ્યો છે.
જુઓ 'Sacred Games 2'નું ટિઝર
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર