‘સૂરમાં’ જોઈને બોલ્યો સચિન - સંદીપ સિંહ વિશે તો મને પણ ખબર ન હતી!

News18 Gujarati
Updated: July 12, 2018, 6:44 PM IST
‘સૂરમાં’ જોઈને બોલ્યો સચિન - સંદીપ સિંહ વિશે તો મને પણ ખબર ન હતી!

  • Share this:
ક્રિકેટર સચિન તેંડુલકર હાલમાં જ દિલજીત દોસાંઝની હોકી લિજેન્ડ સંદીપ સિંહની બાયોપિક ‘સૂરમાં’ની સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં પહોંચ્યો હતો. ફિલ્મ રિલીઝ પહેલા સૂરમાંના નિર્માતાઓએ મુંબઈમાં આ સ્ક્રીનિંગ રાખ્યું હતું. ફિલ્મ જોયા પછી સચિન તેંડુલકરે સંદીપ સિંહની પ્રેરણાદાયક કહાની પર પોતાના વિચાર રજુ કર્યા હતા.

સચિને કહ્યું હતું કે શાનદાર ફિલ્મ, આ વાસ્તવમાં પ્રેરણાદાયક છે. આપણે બધા હોકી જોઈ ચૂક્યા છીએ પણ સંદીપ સાથે એવું શું બન્યું હતું તે મને પણ ખબર ન હતી. જેથી હું ઘણો ખુશ છું કે શિવ, શાદ, દિલજીત અને અંગત જેમને મેં એક બાળકના રૂપમાં મોટા થતા જોયા છે. આ બધાએ ફિલ્મમાં શાનદાર કામ કર્યું છે. આ ફક્ત એક ખેલાડી માટે નહીં પણ બધા માટે પ્રેરણાદાયક છે. મને લાગે છે કે આ એક શાનદાર કહાની છે અને બધાએ આ ફિલ્મ જોવી જોઈએ. આ ફિલ્મ ક્યારેય હાર ન માનનાર વલણ દર્શાવે છે અને સાથે ફરીથી પોતાના પગ પર ઉભા થતા બતાવે છે.

ફિલ્મની પ્રશંસા કરતા સચિન તેંડુલકરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ પણ કર્યું છે.

 સૂરમાં એક સાચી કહાનીથી પ્રેરિત છે અને તેને રિયલ જ રાખવાનો જ પ્રયત્ન કર્યો છે. સંદીપ સિંહને 12 વર્ષ પહેલા એક ઘટનામાં ગોળી વાગી હતી જ્યારે તે ટ્રેનથી પ્રવાસ કરી રહ્યો હતો. આ દુર્ઘટના પછી તે 2 વર્ષ સુધી લકવાગ્રસ્ત રહ્યો હતો. જોકે સંદીપના દ્રઢ સંકલ્પ અને રમત પ્રત્યેના પ્રેમે તેને ફરી બેઠો કર્યો હતો.

શાદ અલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં દિલજીત દોસાંઝની સાથે તાપસી પન્નુ અને અંગદ બેદી મુખ્ય ભુમિકામાં છે. આ ફિલ્મ 13 જુલાઈ 2018ના રોજ થિએટરમાં રિલીઝ થશે.
First published: July 12, 2018, 6:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading