સબ ટીવીનાં શો 'વાગલે કી દુનિયા'નાં 39 સભ્યો કોરોના પોઝિટિવ થતા શૂટિંગ બંધ

સબ ટીવીનાં શો 'વાગલે કી દુનિયા'નાં 39 સભ્યો કોરોના પોઝિટિવ થતા શૂટિંગ બંધ
વાગલે કી દુનીયાનાં 39 સભ્યો કોરોના પોઝિટિવ

'વાગલે કી દુનિયા'નાં મુખ્ય કલાકાર સુમીત રાઘવન, પરિવા પ્રણતિ, ભારતી આચરેકર અને આ બાળકોનો રોલ અદા કરી રહેલાં બાળ કલાકાર ચિન્મયી સાલ્વી અને શીહાન કપાહી પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં કોરોના (Corona Virus)નો કહેર મચી ગયો છે. એક બાદ એક ફિલ્મ ને ટીવી સ્ટાર્સ કોરોનાનાં સંક્રમણમાં આવી રહ્યાં છે. એક તરફ જ્યાં Coronaની વેક્સિન લાગવાની શરૂ થઇ ગઇ છે. ત્યા બીજી તરફ કોરોનાની બીજી વેવ શરૂ થઇ ગઇ છે. જેનો ભોગ હજારો લોકો બની રહ્યાં છે. આ વચ્ચે હવે ખબર છે કે, ઇન્‍ડિયન ફિલ્મ એન્ડ ટીવી પ્રોડ્યૂસર્સ કાઉન્સિલનાં ટીવી વિંગનાં ચેરમેન જેડી મજેઠિયાનાં શો 'વાગલે કી દુનિયા'નાં 39 લોકો એક સાથે કોરોના પોઝિટિવ (Sab TV Show 39 Members Tests Corona Positive) આવ્યા છે.

  લેટેસ્ટ રિપોર્ટ મુજબ શોનાં સેટ પર જ કોરોના પ્રોટોકોલનાં ઉલ્લંઘનનો કિસ્સો સામે આવ્યો હતો. હાલમાં શોની શૂટિંગ બંધ છે અને કહેવાય છે કે જો પરિસ્થિતિ નહીં સુધરે તો શો ક્યારેય બંધ થઇ શકે છે. આ પહેલાં મજેઠિયાનાં જ એક શોનાં ટેક્નિશિયનનું કોરોનાને કારણે નિધન થયું છે.  મીડિયા તરફથી મળતી માહિતી મુજબ, 'વાગલે કી દુનિયા'નાં મુખ્ય કલાકાર સુમીત રાઘવન, પરિવા પ્રણતિ, ભારતી આચરેકર અને આ બાળકોનો રોલ અદા કરી રહેલાં બાળ કલાકાર ચિન્મયી સાલ્વી અને શીહાન કપાહી પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.

  વાગલે કી દુનીયાનાં 39 સભ્યો કોરોના પોઝિટિવ


  સેટ પર કામ કરનારા તમામ 39 લોકો કોરોનાની ચપેટમાં છે. હાલમાં તમામ હોમ ક્વૉરન્ટીન છે. પાંચ દિવસ પહેલાં શોની લિડ એક્ટ્રેસ ભારતી આચરેકર અને એક બાળ કલાકાર કોરોના સંક્રમિત હતા જે બાદ તમામનો ટેસ્ટ કરવામાં આવ્યો તો માલૂમ થયું કે, સેટ પર કામ કરતાં 50 ટકાથી વધુ લોકો કોરોના સંક્રમિત છે.  આ પહેલાં અનુપમાની પણ લિડ સ્ટાર કોરોનાનાં કહેરમાં છે. તો બિગ બોસ ફેઇમ મોનાલિસા તેમજ ડાન્સ રિયાલિટી શો ડાન્સ દીવાનેનાં સેટ પર 18 સભ્યો કોરોનાની ચપેટમાં છે.
  Published by:Margi Pandya
  First published:April 08, 2021, 09:29 am

  ટૉપ ન્યૂઝ