Home /News /entertainment /

‘સાથ નિભાના સાથિયા’ની રાશિ વહુએ આપ્યા ગુડ ન્યૂઝ; રુચા હસબનીસ ફરીથી બનશે માતા

‘સાથ નિભાના સાથિયા’ની રાશિ વહુએ આપ્યા ગુડ ન્યૂઝ; રુચા હસબનીસ ફરીથી બનશે માતા

‘સાથ નિભાના સાથિયા’ની રાશિ વહુએ આપ્યા ગુડ ન્યૂઝ

સાથ નિભાના સાથિયા ફેમ રૂચા હસબનીસ ફરીથી માતા બનવાની છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સની સાથે આ ખુશખબરી શેર કરી છે. આ પોસ્ટમાં તેની 3 વર્ષની દીકરી એક બોર્ડ પર બિગ સિસ્ટર લખતી જોવા મળી રહી છે. એક્ટ્રેસે ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું, 'એક ઔર પ્યાર કરને કે લિયે.'

વધુ જુઓ ...

    સેલેબ્સે રુચાને શુભેચ્છા પાઠવી

    ફેન્સથી માંડી સેલેબ્સ સુધી રુચાને શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ પોસ્ટ પર સાથ નિભાના સાથિયાની તેની કો-સ્ટાર ભટ્ટાચાર્યે હાર્ટ ઈમોજી શેર કરી ખુશી વ્યક્ત કરી. તેમજ એક્ટ્રેસ અદા ખાન અને કાજલ પિસલે પણ રુચાને શુભેચ્છા પાઠવી.

    લગ્ન પછી લાઈમલાઈટથી દૂર રહે છે રુચા

    રુચાની વાત કરીએ તો તેને 2009માં મરાઠી ટીવી એક્ટ્રેસ તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. પછી 2015માં રાહુલ જગદાલે સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી તે નાના પડદાથી દૂર થઈ ગઈ. રુચાને રાશિના રોલથી લોકપ્રિયતા મળી હતી. શોમાં તે રાશિની ભૂમિકા નિભાવતી હતી. તેના પછી 2020માં સાથ નિભાના સાથિયાના એક સીનના વીડિયોના કારણે ચર્ચામાં આવી હતી. હાલમાં રૂચા લાઈમલાઈટથી દૂર છે અને પોતાની ફેમિલી અને બિઝનેસમાં વ્યસ્ત છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Saath Nibhana Saathiya

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन