મુંબઈ : કોરોના મહામારીના કારણે દેશભરમાં લોકડાઉનના (Lockdown) કારણે લાખો લોકોની આવક પર અસર પડી છે. હિન્દી સિનેમામાં પણ ઘણી એવી કહાનીઓ સામે આવી છે જેમાં એક્ટર્સે ખરાબ આર્થિક સ્થિતિમાંથી પસાર થવું પડ્યું છે. આ દરમિયાન ‘સાથ નિભાના સાથિયા’માં (Saath Nibhana Saathiya) ગોપી વહુની ઉર્મિલા મામીનો રોલ ભજવનાર અભિનેત્રી વંદના વિઠલાની (Vandana Vithlani)સાથે જોડાયેલી એક ખબર સામે આવી છે.
વંદના વિઠલાનીએ હાલમાં જ વેબ પોર્ટલ સ્પોટ બોય સાથે વાત કરતા આ વાતનો ખુલાસો કર્યો કે લોકડાઉન દરમિયાન તેણે પર આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો. ઇન્ટરવ્યૂમાં વંદનાએ કહ્યું કે લોકડાઉનના કારણે બધાના કામ પર પ્રતિબંધ લાગી ગયો હતો. આવક બંધ થઇ ગઈ હતી ખર્ચા ઓછા થયા ન હતા. જે પછી મેં ઘર ચલાવવા માટે બીજા કામની શોધ કરી હતી. મેં હેંડ મેડ રાખડી બનાવવાની શરૂ કરી હતી અને તેને ઓનલાઇન વેચવા લાગી હતી.
વંદના વિઠલાનીએ કહ્યું કે તેની પાસે રાખડીઓના ઓર્ડર પણ આવવા લાગ્યા હતા. આ સિવાય તેણે જ્વેલરી ડિઝાઇનિંગ પણ શીખી લીધી હતી. વંદનાએ કહ્યું કે તે શૂટિંગ સાથે સેટ પર રાખડીઓ પણ બનાવે છે. ભલે તેમને હવે એક્ટિંગનું કામ મળી ગયું હોય પણ હવે તે રાખડીઓનું કામ બંધ કરશે નહીં. તેમણે કહ્યું કે તેમની પાસે 20 રાખડીઓનો ઓર્ડર છે. તમને જણાવી દઈએ કે સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘સાથ નિભાના સાથિયા’હવે ફરી રિબૂટ થઇને ‘તેરા મેરા સાથ રહે’ના નામથી આવવાનો છે. આવામાં વંદના ફરી શો માં જોવા મળશે. આ સિરીયલ જલ્દી ટીવી પર જોવા મળશે.