આ બોલિવૂડ એક્ટરે 'સાહો'ને ગણાવી 'ઊંઘની ગોળી', લખ્યું 400 કરોડનો સત્યનાશ...

એક્શનથી ભરપૂર આ ફિલ્મની કહાની વિશે નિરાશા જોવા મળી રહી છે.

Saaho: પ્રભાસની ફિલ્મ 'સાહો' રિલીઝ થઈ ગઇ છે અને એક્શનથી ભરપૂર આ ફિલ્મની કહાની વિશે નિરાશા જોવા મળી રહી છે. બોલિવૂડ એક્ટર કમલ આર ખાને આ વિશે ટ્વિટ કર્યું છે.

  • Share this:
    બાહુબલી પ્રભાસની ફિલ્મ સાહો રિલીઝ થઈ ગઇ છે અને એક્શનથી ભરપૂર આ ફિલ્મની કહાની વિશે નિરાશા જોવા મળી રહી છે. પ્રભાસની 'સાહો' ને સારી સમીક્ષા મળી રહી નથી અને ફિલ્મની નબળી કહાની તેના માટે સૌથી મોટી મુશ્કેલી બની ગઈ છે. સોશિયલ મીડિયા પર ફિલ્મ સમીક્ષા કરનાર બોલિવૂડ અભિનેતા અને કમાલ આર ખાને 'સાહો' નું રિવ્યું કર્યુ છે અને તેણે આ ફિલ્મ અંગે ઉગ્ર ટિપ્પણી કરી છે. કમલ આર ખાને પ્રભાસની 'સાહો' ને સૂવાની ગોળી સુધી કહ્યું છે. 'સાહો નું બજેટ આશરે 350 કરોડ રૂપિયાનું હોવાનું કહેવાય છે, આવી સ્થિતિમાં ફિલ્મ અંગે નબળા રિવ્યૂના સમાચાર છે.

    કમાલ આર ખાને પ્રભાસની 'સાહો' વિશે લખ્યું છે: 'એક કલાક વીતી ગયો છે અને અત્યાર સુધી સાહો ઉંઘની ગોળી સાબિત થઇ છે.' કમલ આર ખાને અન્ય એક બીજું ટ્વિટ કર્યું: 'ઇન્ટરવલ આવી ગો અને સાહોમાં અત્યાર સુધી એક પણ એક્શન જોઇ કે સ્ટોરી જોઇ નહીં. માત્ર કોમેડી જ બતાવવામાં આવી છે, આ એક હાઇવોલ્ટેજ ટોર્ચર છે., જેને ફક્ત સિંગલ સ્ક્રીન પ્રેક્ષકો જ પસંદ કરી શકે છે. જે કહેશે કે 'યાર આ એક ખતરનાક ફિલ્મ છે'. આ 400 કરોડનો નાશ કરવાનો છે.

    આ પણ વાંચો: First Review: દર્શકોને ન પસંદ આવી પ્રભાસની 'સાહો' કહ્યું, પૈસાનું થયું પાણી



    કમાલ આર ખાને પ્રભાસના સાહો વિશે વધુ એક ટ્વિટ કર્યું હતું: 'સાહો એવી વિચિત્ર ફિલ્મ છે કે તેને ઇતિહાસની સૌથી ખરાબ ફિલ્મ તરીકે હોલિવૂડના સંગ્રહાલયમાં રાખવી જોઈએ.


    પ્રભાસની ફિલ્મ પર અન્ય એક ટ્વિટમાં કમલ આર ખાને લખ્યું કે, "હું સાહો જોતી વખતે 3 કલાકની સખત ત્રાસથી પસાર થયો. તેથી જ હું વીડિયો રેકોર્ડ કરવાની સ્થિતિમાં પણ નથી. પણ મારા ચાહકો અને અનુયાયીઓ માટે હું વીડિયો બનાવીશ. પણ જો તેમા તમને કંઇપણ સુસ્ત લાગે તો, તો કૃપા કરી મને માફ કરો."



    'સાહો'થી દર્શકોને ખુબજ આશા હતી. પ્રભાસ જે 'બાહુબલી' અને 'બાહુબલી-2' જેવી શાનદાર ફિલ્મ આપી ચુક્યો છે તેણે 'સાહો'ની પસંદગી કેમ કરી. 'સાહો'નું ટ્રેલર રિલીઝ થયું ત્યારે લોકોને હતું કે આ ફિલ્મ એક્શન પેક મૂવી હશે અને તેની કહાની પણ જબરદસ્ત હશે. પણ પ્રભાસની આ ફિલ્મ દર્શકોની આશા પર ખરી ન ઉતરી શકી.
    Published by:Bhoomi Koyani
    First published: