Home /News /entertainment /

Ukrain માં ડોક્યુમેન્ટ્રી બનાવનાર હોલિવૂડ અભિનેતાએ જણાવી ત્યાંની સ્થિતી - 'થયા ઈમોર્શનલ'

Ukrain માં ડોક્યુમેન્ટ્રી બનાવનાર હોલિવૂડ અભિનેતાએ જણાવી ત્યાંની સ્થિતી - 'થયા ઈમોર્શનલ'

હોલીવુડ અભિનેતા સીન પેને યુક્રેનમાં એક ડોક્યુમેન્ટરી શૂટ કરવાની હિંમત બતાવી

Russia Ukrain War : હોલિવુડ એક્ટર સીન પેને (sean penn) એ યુક્રેનમાં પોતાનો અનુભવ શેર કરતા તેણે જણાવ્યું કે, કેવી રીતે લોકો અહીં ભય અને ડરના છાયામાં જીવી રહ્યા છે. ના પૈસા ના ઘર-બાર લોકો વિકટ પરિસ્થિતિમાં જીવવા મજબુર

    Russia Ukrain War : રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે (Russia Ukrain crisis) બધાને પરેશાન કરી દીધા છે. બંને દેશો વચ્ચે 10 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધને સમાપ્ત કરવા માટે ન તો પુતિન (Vladimir Putin) કે ઝેલેન્સકી (Volodymyr Zelensky) પીછેહઠ કરવા તૈયાર નથી. યુક્રેન માટે ખતરો દરેક પસાર થતા દિવસે વધી રહ્યો છે. ભીષણ યુદ્ધ વચ્ચે, તાજેતરમાં, હોલીવુડ અભિનેતા સીન પેને યુક્રેનમાં એક ડોક્યુમેન્ટરી (sean penn Ukrain Documentary) શૂટ કરવાની હિંમત બતાવી છે. ભીષણ યુદ્ધની વચ્ચે રહીને તેણે અહીંના લોકોની હાલત અને સમગ્ર યુક્રેનની સ્થિતિને નજીકથી જોઈ અને કેમેરામાં પણ કેદ કરી લીધી.

    યુક્રેનની સ્થિતિ રજૂ કરતાં તેમણે અહીંના લોકોની દર્દનાક સ્થિતિ જણાવી છે. sean penn એ યુક્રેનમાં પોતાનો અનુભવ શેર કરતા તેણે જણાવ્યું કે, કેવી રીતે લોકો અહીં ભય અને ડરના છાયામાં જીવી રહ્યા છે. સીએનએન સાથેની વાતચીતમાં, તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીની પ્રશંસા કરી અને કહ્યું કે- 'આજના આધુનિક વિશ્વમાં ગૌરવ અને હિંમતની દૃષ્ટિએ તેમની હાજરી નવી છે... તે એક વ્યક્તિની અંદરના પ્રેમનું ઉદાહરણ છે. .'

    sean penn
    હોલીવુડ અભિનેતા સીન પેને યુક્રેનમાં એક ડોક્યુમેન્ટરી (sean penn Ukrain Documentary) શૂટ કરવાની હિંમત બતાવી


    ઈમોશનલ થઈ સીન આગળ કહે છે - 'આ એક ખૂબ જ ખાસ ક્ષણ છે તેમના માટે. તેમણે જે રીતે આખા દેશને એકસાથે રાખ્યો છે, મને લાગે છે કે મિસ્ટર પુતિને જ તેમના માટે આ રસ્તો બનાવ્યો છે. હું તેમની નિરંતરતાથી પ્રભાવિત છું. પરંતુ, હું તેમના અને યુક્રેનના લોકો માટે ડરી પણ રહ્યો છું.' અગાઉ તેણે એક ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, કેવી રીતે લોકો બધું છોડીને દેશની બહાર જઈ રહ્યા છે.

    આ પણ વાંચોKapil Sharma Upcoming Movie : કપિલ શર્મા ફરી રૂપેરી પડદે દેખાશે? પ્રોડ્યુસર વિપુલ શાહે આ મૂવી માટે કર્યો સંપર્ક

    પોતાના ટ્વિટમાં તેણે લખ્યું- 'હું અને મારા બે સાથીઓ અમારી કારને રસ્તાની બાજુએ છોડીને પોલેન્ડની સરહદ સુધી માઈલ સુધી ચાલતા ગયા. આ ચિત્રમાંની લગભગ તમામ કારમાં માત્ર મહિલાઓ અને બાળકોને લઈ જવામાં આવે છે, મોટા ભાગના સામાનના કોઈ સંકેત વિના, અને એક કાર જ તેમના મૂલ્યનો એકમાત્ર અધિકાર છે.'
    Published by:kiran mehta
    First published:

    Tags: Russia and Ukraine War, Russia ukrain crisis, Russia Ukraine, Russia Ukraine Latest News, Russia ukraine war

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन