Home /News /entertainment /Rupali Ganguly એ Anupamaa ના સેટ પર રાત્રે 3 વાગે કર્યો 'કમરતોડ ડાન્સ', VIDEO
Rupali Ganguly એ Anupamaa ના સેટ પર રાત્રે 3 વાગે કર્યો 'કમરતોડ ડાન્સ', VIDEO
અનુપમાએ શૂટીંગ શેટ પર રાત્રે 3 વાગે ડાન્સ કર્યો
રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) એ આ બેકબ્રેકિંગ ડાન્સ રાત્રે 3 વાગે કર્યો હતો. એક્ટ્રેસ બ્લેક લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. માધુરી દીક્ષિતના ગીત 'ઘાઘરા'માં અનુપમા (Anupamaa) ને ડાન્સ કરતા જોઈ ફેન્સ તેના વખાણ કરતા પોતાને રોકી શક્યા નથી
મુંબઈ: અનુપમા (Anupamaa) આ દિવસોમાં ટેલિવિઝનની દુનિયા પર રાજ કરી રહી છે અને દરેક જણ આ વાતથી વાકેફ છે. રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) સ્ટારર આ શો છેલ્લા ઘણા મહિનાઓથી TRP લિસ્ટમાં નંબર વન રહ્યો છે. ખાસ કરીને અનુજ અને અનુપમાની લવ સ્ટોરી શરૂ થઈ ત્યારથી દર્શકો આ શોને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. અનુપમાના સ્ટાર્સ સીરિયલ્સમાં પોતાનું 100% આપી રહ્યા છે, તેઓ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. ખાસ કરીને રૂપાલી ગાંગુલીનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ચાહકો સાથે તેના ફોટા અને વીડિયો શેર કરવામાં ક્યારેય શરમાતી નથી.
હવે તેણે ફરી એકવાર તેનો આવો જ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે એક્ટ્રેસના ફેન્સમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રૂપાલી ગાંગુલી શાનદાર અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. માધુરી દીક્ષિતના ગીત 'ઘાઘરા'માં અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલીનો ડાન્સ જોયા બાદ અભિનેત્રીના ફેન્સ તેના વખાણ કરવાથી પોતાને રોકી શક્યા નથી.
ખાસ વાત એ છે કે, રૂપાલી ગાંગુલીએ આ બેકબ્રેકિંગ ડાન્સ રાત્રે 3 વાગે કર્યો હતો. એક્ટ્રેસ બ્લેક લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. કેપ્શન દ્વારા રૂપાલી ગાંગુલીએ તેના ચાહકોને જણાવ્યું છે કે તેનો આ વીડિયો રાત્રીના 3 વાગ્યાનો છે. ખરેખર, શૂટિંગ શિડ્યુલમાં બદલાવના કારણે, અભિનેત્રીએ રાત્રે 3 વાગ્યે શૂટિંગ માટે પહોંચવું પડ્યું. આવી સ્થિતિમાં ઊંઘમાંથી છૂટકારો મેળવવા તેણે ડાન્સનો આશરો લીધો.
વિડીયો શેર કરતી વખતે રૂપાલી ગાંગુલીએ કેપ્શન દ્વારા સમગ્ર પરિસ્થિતિ ચાહકો સાથે શેર કરી છે. આ સાથે તેણે ચાહકોને આ વીડિયો દ્વારા તેના ડાન્સને જજ ન કરવાની વિનંતી પણ કરી છે. બીજી તરફ, અભિનેત્રીના એવા ચાહકો છે જે પોતાને તેના વખાણ કરવાથી રોકી શકતા નથી. ઘણા યુઝર્સે વિડિયોમાં અનુજ એટલે કે ગૌરવ ખન્નાની ગેરહાજરી પર દુઃખ વ્યક્ત કર્યું છે. અભિનેત્રીના ચાહકો સતત તેના પર કોમેન્ટ કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે અનુજ ક્યાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર