મુંબઇ: વર્સોવામાં કારથી જતી ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી પર કેટલાંક લોકોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં રુપાલીને ગંભીર ઇજા થઇ છે. પોલીસે હુમલો કરનારાને થોડા કલાકની અંદર જ ઝડપી પાડ્યો હતો. હાલમાં પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે.
ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી મુંબઇનાં વર્સોવા વિસ્તારમાં કારથી જઇ રહી હતી. તે દરમિયાન બે યુવક ત્યાં પહોચ્યા અને તેમણે રુપાલીની કાર રોકી લીધી અને કોઇ વાતે રુપાલી સાથે ઝઘડવા લાગ્યા હતાં. બંને યુવકોએ કારનાં કાચ તોડીને રુપાલી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં રૂપાલીને ગંભીર ઇજા થઇ છે. ઘટનાની સુચના મળ્યા બાદ પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે હુમલો કરવાંનાં આરોપમાં દહાણુ અને પરેલ નામનાં બે વ્યક્તિની ધરપકડ કરી છે. જેમની પૂછપરછ ચાલુ છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર