Home /News /entertainment /રસપ્રદ કહાની: મહાભારતમાં દ્રૌપદીના ચીરહરણનો સીન બાદ રડવા લાગી હતી રૂપા ગાંગુલી
રસપ્રદ કહાની: મહાભારતમાં દ્રૌપદીના ચીરહરણનો સીન બાદ રડવા લાગી હતી રૂપા ગાંગુલી
રૂપા ગાંગુલીએ દ્રૌપદીના પાત્રને જીવંત કરવા સખત મહેનત કરી હતી
મહાભારત સિરિયલમાં જે પણ કલાકારો (Actors)ને કાસ્ટ કરવામાં આવ્યા હતા તેઓએ તેમના શ્રેષ્ઠ અભિનય (Acting)થી દરેક પાત્રને જીવંત બનાવ્યું હતું અને આ જ કારણ છે કે મહાભારતના તમામ પાત્રો કલાકારો તેમના પાત્રોને કારણે હંમેશ માટે અમર થઈ ગયા
મુંબઈ : બીઆર ચોપડા (BR Chopra)ની મહાભારત (Mahabharat) ટીવીની સૌથી સફળ સિરિયલો (Serials)માંની એક રહી છે અને 90ના દાયકામાં પ્રસારિત થયેલી સીરિયલ મહાભારત આજે પણ દર્શકોના દિલોદિમાગમાં છે. સિરિયલ મહાભારતની સફળતા (Success) પાછળ તેના કાસ્ટિંગ (Casting)નો ઘણો મોટો ફાળો છે, કારણ કે આ સિરિયલમાં જે પણ કલાકારો (Actors)ને કાસ્ટ કરવામાં આવ્યા હતા તેઓએ તેમના શ્રેષ્ઠ અભિનય (Acting)થી દરેક પાત્રને જીવંત બનાવ્યું હતું અને આ જ કારણ છે કે મહાભારતના તમામ પાત્રો કલાકારો તેમના પાત્રોને કારણે હંમેશ માટે અમર થઈ ગયા છે.
રૂપા ગાંગુલીએ દ્રૌપદીના પાત્રને જીવંત કરવા સખત મહેનત કરી
મહાભારતના દ્રૌપદીનું પાત્ર પણ સૌથી પ્રસિદ્ધ પાત્રોમાંનું એક હતું અને આ પાત્ર ટેલિવિઝન ઉદ્યોગની ખૂબ જ પ્રખ્યાત અને પ્રતિભાશાળી અભિનેત્રી રૂપા ગાંગુલી (Rupa Ganguly) દ્વારા ભજવવામાં આવ્યું હતું અને રૂપા ગાંગુલીએ દ્રૌપદીના પાત્રને જીવંત કરવા સખત મહેનત કરી હતી અને આ પાત્ર માટે રૂપા ગાંગુલીએ ખૂબ જ મહેનત કરી હતી. ખાસ કરીને જ્યારે દ્રૌપદીનો ચિરહરણ સીન શૂટ કરવામાં આવ્યો હતો ત્યારે પાત્ર ભજવવું સરળ નહોતું.
પાત્ર ભજવી રહેલી અભિનેત્રી રૂપા ગાંગુલી પણ આંસુ રોકી શકી ન હતી
તમને જણાવી દઈએ કે, જ્યારે દ્રૌપદીના ચિરહરણનો સીન ફિલ્માવવામાં આવી રહ્યો હતો ત્યારે આ પાત્ર ભજવી રહેલી અભિનેત્રી રૂપા ગાંગુલી પણ પોતાના આંસુ રોકી શકી ન હતી. તમને જણાવી દઈએ કે 25 નવેમ્બર, 1966ના રોજ જન્મેલી અભિનેત્રી રૂપા ગાંગુલીએ હાલમાં જ 25 નવેમ્બર, 2021ના રોજ પોતાનો 55મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે.
રૂપા ગાંગુલી આ દ્રશ્ય વિશે વિચારીને જ ખૂબ જ ડરી ગઈ હતી
શૂટ પહેલા રૂપા ડરી ગઈ હતી. રૂપા ગાંગુલીએ તેના એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે જ્યારે દ્રૌપદીના ચીરહરણનો સીન ફિલ્માવવાનો હતો ત્યારે બીઆર ચોપડાએ તેને કહ્યું હતું કે, જયારે કોઈ મહિલાના વાળ પકડીને તેને ઢસડીને ભરી સભામાં લાવવામાં આવે અને તેના કપડા ઉતારવામાં આવે ત્યારે તેના ઉપર શું વીતશે. રૂપા ગાંગુલીએ કહ્યું કે, હું આ દ્રશ્ય વિશે વિચારીને જ ખૂબ જ ડરી ગઈ હતી.
આ સીનનું શૂટિંગ મારા માટે ખૂબ જ પીડાદાયક હતું
તમને જણાવી દઈએ કે રૂપા અડધા કલાક સુધી રડી હતી, રૂપા ગાંગુલી પહેલા ટેકમાં જ આ સીનને પૂર્ણ કરી ચૂકી હતી, હકીકતમાં તે આ સીન કરવામાં એટલી ખોવાઈ ગઈ હતી કે દિગ્દર્શકને આ સીનમાં એક પણ રીટેક લેવાની જરૂર ન લાગી હતી. રૂપા ગાંગુલીએ જણાવ્યું હતું કે જ્યારે દ્રૌપદીનો ચીરહરણનો સીન પૂરો થયો ત્યારે હું અડધો કલાક સુધી રડતી રહી હતી. કારણ કે, આ સીનનું શૂટિંગ મારા માટે ખૂબ જ પીડાદાયક હતું. બાદમાં જ્યારે ઘણા લોકોએ મને સમજાવી ત્યારે મેં રડવાનું બંધ કર્યું.
દ્રૌપદીના સીનને પરફેક્ટ બનાવવા માટે 250 મીટરની સાડી ગોઠવવામાં આવી
દ્રૌપદીના ચીરહરણવાળા સીન વિષે વાત કરતા રૂપા ગાંગુલીએ કહ્યું હતું કે, આ સીનને પરફેક્ટ બનાવવા માટે 250 મીટરની સાડી ગોઠવવામાં આવી હતી જેથી આ સીન કરવામાં કોઈ રીટેક લેવામાં ન આવે અને આખો સીન શૂટ એક જ ટેકમાં સંપૂર્ણ શૂટ કરી શકાય. રૂપા ગાંગુલીએ કહ્યું હતું કે, જ્યારે આ સીન ફિલ્માવવામાં આવી રહ્યો હતો, તે સમયે મારે લાંબા સમય સુધી ગોળ - ગોળ ફરવું પડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રૂપા ગાંગુલી પહેલા સીરિયલ મહાભારતમાં દ્રૌપદીનું પાત્ર બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી જુહી ચાવલાને ઓફર કરવામાં આવ્યું હતું અને જુહી ચાવલાએ પણ આ પાત્ર ભજવવા માટે કરાર કર્યો હતો, પરંતુ તે જ સમયે જૂહી ચાવલાની ફિલ્મ કયામત સે કયામત તક રિલીઝ થવાની હતી, જેના કારણે જૂહી ચાવલાએ આ પાત્ર ભજવવાની ના પાડી દીધી અને જુહી ચાવલાના ના પાડ્યા બાદ દ્રૌપદીનું સૌથી લોકપ્રિય પાત્ર રૂપા ગાંગુલીને મળી ગયું અને તેણે પોતાના શાનદાર અભિનયથી આ પાત્ર ભજવ્યું. આ જ કારણ છે કે, આજે રૂપા ગાંગુલી તેના દ્રૌપદીના આ પાત્રને કારણે આખી દુનિયામાં જાણીતી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર