ફિલ્મ 'ચેહરે'માં રિયા ચક્રવર્તીનાં રોલ અંગે રુમી જાફરીનો મોટો ખુલાસો, કહ્યું- નિરાશ થઇ જશો આપ

(Instagram/amitabhbachchan)

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને ઇમરાન હાશમી (Emreaan Hashmi) સ્ટારર ફિલ્મ 'ચેહરે' (Chehre)નો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. આ ફિલ્મમાં રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અંગે લોકોમાં મોટી ઉત્સુકતા જોવા મળી રહી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને એક્ટર ઇમરાન હાશ્મી (Emreaan Hashmi)ની ફિલ્મ 'ચહેરે' (chehre) જલ્દી જ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અમિતાભ અને ઇમરાને કારણે ઓછી અને સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ  રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ને કારણે લોકો વધુ ઇન્તેઝાર કરવો પડી રહ્યો છે. ગત એક વર્ષથી જે રીતે રિયાની ઇમેજ બની છે તેનાંથી લોકોમાં તેનાં અંગે ઉત્સુકતા વધી રહી છે.  રુમી જાફરીનાં નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'ચેહરે'ની ચર્ચા લાંબા સમયથી થઇ રહી છે. આ ફિલ્મમાં રિયા ચક્રવર્તી પણ છે. સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) નિધન બાદ રિયાની પહેલી ફિલ્મ છે જે રિલીઝ થવાની છે. આ ફિલ્મનાં પોસ્ટર પર રિયા ચક્રવર્તીને ન જોયી ઘણાં સવાલ ઉઠ્યાં હતાં. હવે ડિરેક્ટર રુમી જાફરીએ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે, 'ચેહરે'માં રિયાનો રોલ અંગે વધુ આશા ન રાખતાં નહીં તો નિરાશા થશે.


  રુમી જાફરીએ મીડિયાને આપેલાં ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'ચેહરે'માં રિયા ચક્રવર્તીનો રોલ ઘણો નાનો છે. જે લોકો રિયાને જોવા માટે જઇ રહ્યાં છે તેમને જણાવી દઇએ કે, આ ફિલ્મ સંપૂર્ણ રીતે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને ઇમરાન હાશ્મી પર  કેન્દ્રિત છે. બંને કલાકારોની જુગલબંદી ફિલ્મમાં જોવા મળશે.

  આપને જણાવી દઇએ કે, 'ચેહરે' ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી ઉપરાંત રિયા ચક્રવર્તી, અનુ કપૂર, ક્રિસ્ટલ ડિસોઝા નજર આવશે. રુમી જાફરી પહેલાં પણ રિયા ચક્રવર્તી અંગે વાત કરી ચુક્યો છે. તેણે સુશાંત કેસમાં નામ આવ્યાથી રિયાનો રોલ કાપ્યો નથી. રિયાનાં વખાણ કરતાં કહ્યું હતું કે, ફિલ્મમાં તેણે શાનદાર કામ કર્યું ચે. સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદથી તેની ગર્લફ્રેન્ડ રહેલી રિયાએ અવાર નવાર ટ્રોલ્સનો સામનો કરવો પડ્યો છે.
  Published by:Margi Pandya
  First published: