Home /News /entertainment /Rudra Trailer Out : અજય દેવગનનું ડિજીટલ ડેબ્યુ, ક્રાઇમ ડ્રામા ફિલ્મ ‘રૂદ્ર’નું ટ્રેલર થયું રિલીઝ

Rudra Trailer Out : અજય દેવગનનું ડિજીટલ ડેબ્યુ, ક્રાઇમ ડ્રામા ફિલ્મ ‘રૂદ્ર’નું ટ્રેલર થયું રિલીઝ

અજય દેવગન ફિલ્મ રૂદ્રા ટ્રેલર રિલીઝ

Rudra Trailer Out : અજય દેવગન (Ajay Devgan) પણ હવે ડિજીટલ સ્પેસમાં ડેબ્યુ (Digital Debut) કરી રહ્યા છે. અભિનેતા ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર તેની નવી ક્રાઇમ ડ્રામા સિરીઝ 'રુદ્ર - ધ એજ ઓફ ડાર્કનેસ' ( Rudra - The Edge of Darkness) માં જોવા મળશે. જેનું ટ્રેલર આજે રિલીઝ (Trailer Release) થયું

વધુ જુઓ ...
  Rudra Trailer Out : કોરોના મહામારી આવ્યા બાદથી મનોરંજન (Entertainment) માટે ઓટીટી પ્લેટફોર્મ્સ (OTT Platforms) લોકોમાં પહેલી પસંદ બન્યા છે. તો બીજી તરફ ફિલ્મી સિતારાઓ પણ ઓટીટી પર એન્ટ્રી કરી રહ્યા છે. સૈફ અલી ખાન, પંકજ ત્રિપાઠી, મનોજ બાજપેયી, સુષ્મિતા સેન અને રવીના ટંડન બાદ હવે અજય દેવગન (Ajay Devgan) પણ ડિજીટલ સ્પેસમાં ડેબ્યુ (Digital Debut) કરી રહ્યા છે. અભિનેતા ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર તેની નવી ક્રાઇમ ડ્રામા સિરીઝ 'રુદ્ર - ધ એજ ઓફ ડાર્કનેસ' ( Rudra - The Edge of Darkness)માં જોવા મળશે. જેનું ટ્રેલર આજે રિલીઝ (Trailer Release) થયું છે.

  દિગ્દર્શક રાજેશ માપુસ્કરના આ સાયકોલોજિકલ ક્રાઇમ ડ્રામામાં અજય દેવગણે એક કોપનું પાત્ર ભજવ્યું છે. આ વેબ સિરીઝનું નિર્માણ બીબીસી સ્ટુડિયોઝ અને એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ સીરીઝ બ્રિટીશ સાયકોલોજિકલ ક્રાઇમ ડ્રામા સિરીઝ લ્યુથરની હિન્દી રિમેક છે. ક્રાઇમ ડ્રામામાં શાનદાર કલાકારો છે, જેમાં રાશી ખન્ના, એશા દેઓલ, અતુલ કુલકર્ણી, અશ્વિની કલસેકર, તરુણ ગહલોત, આશિષ વિદ્યાર્થી અને સત્યદીપ મિશ્રા મુખ્ય ભૂમિકામાં છે.

  આ સીરીઝની ખાસ વાત તો એ છે કે તેમાં અભિનેતાના પાત્રમાં અચાનક બદલાવ કરવામાં આવ્યો છે, જેમાં અજય એક પોલીસ અધિકારીમાંથી સાઇકો ક્રિમિનલ બની જશે. આ સીરીઝ સાથે જ ડીઝની+ હોટસ્ટારની થ્રીલર સીરીઝમાં વધુ એક ઉમેરો થઇ જશે. આ સીરીઝનું શૂટિંગ મુંબઇ અને શહેરના વિવિધ લોકેશન પર કરવામાં આવ્યું છે.

  " isDesktop="true" id="1174270" >

  અજય દેવગને પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, “ડિજિટલ સ્ટ્રીમિંગની દુનિયાએ હંમેશાં મને આકર્ષિત કર્યો છે અને હું રુદ્ર જેવા આકર્ષક પાત્ર સાથે મારી ડિજિટલ અભિનયની શરૂઆત કરવા માટે ઉત્સાહિત છું. મને આ પાત્રની બહુમુખી વલણ અને મક્કમતા ખૂબ પસંદ છે. ભારતીય મનોરંજનના ઇતિહાસમાં દર્શકો આવું કંઇક પહેલી વખત જોવા જઇ રહ્યા છે. મને આશા છે કે દેશના લોકોને આ શો પસંદ આવશે.”

  ઇશા દેઓલે જણાવ્યું કે, ”મારા કમબેકની જાહેરાત બાદ ફેન્સ પાસેથી મને જે પ્રેમ મળ્યો તેના માટે ખૂબ આભારી છું અને રૂદ્ર-ધ એજ ઓફ ડાર્કનેસ દ્વારા ફરી પડદા પર આવવા હું પણ ઉત્સુક છું. અજય દેવગણ જેવા મારા મિત્ર અને કો-સ્ટાર સાથે ફરી એકવાર સ્ક્રીન શેર કરવી એ એક રોમાંચક સફર રહી છે, જેમણે અમારા શૂટના પહેલા જ દિવસથી મને કેમેરા સામે પાછા આવવા માટે ઉત્સાહિત કરી હતી. હું ખરેખર મારા પાત્ર અને શો દ્વારા દર્શકોની નજીક જવા માટે એક પગલું આગળ વધી રહી છું.”

  આ પણ વાંચોનવાઝુદ્દીન સિદ્દીકીએ મુંબઈમાં બનાવ્યો લક્ઝુરિયસ મહેલ, જુઓ આલીશાન ઘર 'નવાબ'ની તસવીરો

  એપ્લોઝ એન્ટરટેનમેન્ટના સીઇઓ સમીર નાયર જણાવે છે કે, “રૂદ્ર સીરીઝ સાથે અજય દેવગણ ડીજીટલ ડેબ્યુ કરવા જઇ રહ્યા છે અને સ્ટ્રીમિંગની દુનિયામાં તેમને લાવવા બદલ અમે ખૂબ ખુશ છીએ. એક અનોખી સ્ટોરી ફોર્મેટ અને દમદાર પાત્રો સાથે આ સીરીઝમાં અંધકારની ભયાનક દુનિયામાં સત્ય શોધવા માટે મુશ્કેલીમાં મુકાયેલા પોલીસની સફર જોવા મળશે. બીબીસી સ્ટુડિયો સાથે કામ કરવું અમારા માટે હંમેશા ઉત્સાહભર્યુ હોય છે.”

  આ પણ વાંચોદિશા પટનીએ બ્રાઉન બિકીનીમાં બતાવી સુંદરતા, સોશ્યલ મીડિયા પર શેર કરી મોહક તસવીરો

  શોના ડાયરેક્ટર રાજેશ માપુસ્કર જણાવે છે કે, “રૂદ્ર સ્ટોરીની દ્રષ્ટિએ એક ખાસ સીરીઝ છે. કારણ કે તેમાં પોલીસ અને ક્રાઇમ ડ્રામાની કહાની છે. જેમાં એક ગ્રે હીરો છે, જે સત્યની શોધમાં અંધકારમાં રહેવામાં માને છે. ગુનાહિત માનસની માનસિકતાને પહેલા ક્યારેય ન જોઈ હોય તે રીતે દર્શાવવામાં આવી છે. આશા છે કે દર્શકોને સીરીઝ પસંદ આવશે અને તેમનો પ્રેમ સીરીઝને મળશે.”
  Published by:kiran mehta
  First published:

  Tags: Ajay Devgn, Movie Trailer, Trailer, Trailer out

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन