Home /News /entertainment /RRR vs Baahubali 2: શું Prabhas ની બાહુબલી 2 ખરેખર Ram Charan-jr NTR ની ફિલ્મથી પાછળ રહી ગઈ? શું છે સત્ય?
RRR vs Baahubali 2: શું Prabhas ની બાહુબલી 2 ખરેખર Ram Charan-jr NTR ની ફિલ્મથી પાછળ રહી ગઈ? શું છે સત્ય?
આરઆરઆર અને બાહુબલી 2 બોક્સ ઓફિસ કલેક્શન
RRR vs Baahubali 2: આરઆરઆર બોક્સ ઓફિસ (RRR Box Office Collection) પર એક પછી એક નવા રેકોર્ડ બનાવી રહી છે. તો જોઈએ આરઆરઆર (RRR) ખરેખર ભારતની સૌથી વધારી કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. જુઓ પ્રભાસ (Prabhas) ની બાહુબલી 2 (Bahubali 2) એ કેટલી કમાણી કરી હતી.
RRR vs Baahubali 2: એસ.એસ રાજામૌલી (SS Rajamouli) નો 'RRR શો' (RRR Show) સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહ્યો છે. દેશ અને દુનિયાના દર્શકો ફિલ્મના જોરદાર વખાણ કરી રહ્યા છે. માત્ર તેની સ્ટોરી જ નહીં, પરંતુ એક્શન અને વિઝ્યુઅલ ઈફેક્ટ્સ પણ કરોડો લોકો પસંદ કરી રહ્યાં છે. પુષ્પા ફેમ અલ્લુ અર્જુન (Allu Arjun), મહેશ બાબુ (Mahesh Babu), રાશિ ખન્ના (Raashi Khanna) સહિત તમામ ફેમસ સ્ટાર્સે પ્રશંસાના પુલ બાંધ્યા છે. ફિલ્મમાં જ્યાં રાજામૌલીના દિગ્દર્શન અને પિક્ચરાઈઝેશનએ બધાને પ્રભાવિત કર્યા છે, તો બીજી તરફ જુનિયર એનટીઆર (Jr NTR) અને રામ ચરણ (Ram Charan) ની જુસ્સાદાર શૈલીની પણ દુનિયાભરમાં ચર્ચા થઈ છે. જો તમે તેની તુલના બાહુબલીના બોક્સ ઓફિસ કલેક્શન Baahubali 2 Box Office Collection) સાથે કરો તો RRR એ તેને પણ પાછળ છોડી દીધું છે.
RRR એ પ્રથમ દિવસે સૌથી વધુ કમાણી કરીને રેકોર્ડ બનાવ્યો
હા, SS રાજામૌલીની 'Baahubali 2' (Baahubali: the conclusion) એ ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે પરંતુ RRR ના ઓપનિંગ ડે કલેક્શન (RRR Opening Day Collection vs Baahubali 2) એ તેને પણ પાછળ છોડી દીધી છે. RRR અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગનો નવો રેકોર્ડ બનાવનારી ફિલ્મ બની છે. આવી સ્થિતિમાં દિગ્દર્શકે પોતાની ફિલ્મને નવી વાર્તા સાથે ટક્કર આપી છે. નોંધનીય છે કે પ્રભાસ અને તમન્ના ભાટિયા સ્ટારર બાહુબલી 2 એ પ્રથમ દિવસે 121 કરોડ રૂપિયાનું વર્લ્ડ વાઈડ કલેક્શન કર્યું હતું જ્યારે RRR એ 240-260 કરોડની વચ્ચે કલેક્શન કર્યું હતું. જો કે હિન્દી વર્ઝનમાં આ ફિલ્મ બાહુબલીને ટક્કર આપી શકી નથી.
રાજામૌલીની 3 ફિલ્મો સૌથી વધુ કમાણી કરનારી ટોચની 5 ફિલ્મોમાં છે
જો તમે અત્યારે દેશમાં સૌથી વધુ ઓપનિંગ કરનારી ટોપ 5 ફિલ્મોના કલેક્શન પર નજર નાખો, તો તમને ચાર્ટમાં ટોચ પર માત્ર રાજામૌલી જ જોવા મળશે. આમાં 'RRR' તેના પહેલા દિવસે 240-260 કરોડના બિઝનેસ સાથે નંબર વન પર છે, તો તેમની જ 'બાહુબલી-2' એ ઓપનઇન્ડ ડે પર 121 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્રીજી ફિલ્મ પ્રભાસની 'સાહો' છે જેણે પહેલા દિવસે 88 કરોડનો બિઝનેસ કર્યો હતો, જ્યારે ચોથી રજનીકાંતની 'કબાલી' છે જેણે પહેલા દિવસે 87.5 કરોડની કમાણી કરી હતી. બીજી તરફ, રાજામૌલીની 'બાહુબલીઃ ધ બિગનિંગ' ફરી ટોપ 5માં છે, જેનું ઓપનિંગ કલેક્શન 75 કરોડ રૂપિયા હતું. આપેલ આંકડા ફક્ત પ્રથમ દિવસના છે, ના કે વર્લ્ડ વાઈડ કલેક્શનના.
રાજામૌલીની RRR ગયા સપ્તાહના અંતે વિશ્વની નંબર વન ફિલ્મ તરીકે ઉભરી આવી છે, જેની જાણકારી ટ્રેડ એનાલિસ્ટ રમેશ વાલાએ તેમના એક ટ્વીટમાં આપી છે. તેમણે લખ્યું, #RRR 25મી માર્ચથી 27મી વીકેન્ડ સુધી વિશ્વની નંબર 1 ફિલ્મ રહી છે. ફિલ્મે $60 મિલિયન, ‘The Batman’ $45.5 મિલિયન અને 'ધ લોસ્ટ સિટી' (‘The Lost City’) $35 મિલિયન એકત્ર કર્યા છે. આ બધામાંથી 'RRR' સપ્તાહના અંતે ટોપ પર રહી. ટ્રેડ એનાલિસ્ટે આ સારા સમાચાર ફિલ્મની ટીમ સાથે શેર કર્યા છે. તેણે SS રાજામૌલી, રામ ચરણ, NTR, DVVMovies, Pen Movies અને Lyca Productions ને ટેગ કર્યા છે. 500 કરોડના બજેટ સાથે બનેલી આ ફિલ્મમાં અજય દેવગન, આલિયા ભટ્ટ, ઓલિવિયા મોરિસ પણ મહત્વની ભૂમિકામાં છે જ્યારે સમુથિરકાની, રે સ્ટીવેન્સન અને એલિસન ડુડી સહાયક ભૂમિકામાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર