Oscars 2023: એસએસ રાજામૌલીની (SS Rajamouli) ફિલ્મ 'આરઆરઆર' (RRR) એ દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું છે. ફિલ્મના સોન્ગ નાટૂ નાટૂને ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. આ સમાચાર મળતા જ આખુ ભારત આનંદથી ઉછળી પડ્યું હતું. સૌની છાતી ગર્વથી ફૂલી સમાતી ન હતી અને પછી ખૂબ જ જશ્ન મનાવવામાં આવ્યો.
પરંતુ શું તમે જાણો છો કે આ ખાસ અવોર્ડ લેના માટે વિદેશ પહોંચેલા RRRના કલાકાર અને ફિલ્મના ડાયરેક્ટર રાજામૌલીને ઓસ્કારમાં સામેલ થવા માટે માટે ફ્રી એન્ટ્રી આપવામાં આવી ન હતી.
જી હા, તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ ઓસ્કાર 2023માં એક સીટ મેળવવા માટે ફિલ્મ મેકર રાજામૌલીને લાખો રૂપિયા ચૂકવવા પડ્યા હતા. ઓસ્કરની મેઇન ઈવેન્ટમાં એસએસ રાજામૌલી અને તેમનો પરિવાર ઉપરાંત 'નાટૂ નાટૂ'ના ગીતકાર ચંદ્ર બોઝ, સંગીતકાર એમ.એમ. કીરાવની (M. M. Keeravani), સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર (Jr NTR), તેમની પત્ની અને રામ ચરણ (Ram Charan)અને તેમની પત્ની સાથે પહોંચ્યા હતા.
તે જ સમયે, એકેડેમી એવોર્ડ્સ અનુસાર, જેમને પુરસ્કાર આપવામાં આવે છે, ફક્ત તેઓ અને તેમના પરિવારોને ઇવેન્ટની મફત ટિકિટ મળે છે. આવી સ્થિતિમાં, એવોર્ડ નાટૂ નાટૂને આપવાનો હતો, તેથી ઓસ્કારની મેઇન ઇવેન્ટમાં માત્ર ચંદ્ર બોઝ, એમએમ કીરાવની અને તેમની પત્નીઓને ફ્રી એન્ટ્રી આપવામાં આવી હતી. આ સિવાય એસએસ રાજામૌલી, જુનિયર એનટીઆર, રામચરણ અને તેમના પરિવાર માટે કોઈ ફ્રી ટિકિટ ન હતી.
જો રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો, બાદમાં એસએસ રાજામૌલીએ દરેક ટિકિટ માટે પોતાના ખિસ્સામાંથી રૂપિયા ચુકવ્યાં હતાં. ઓસ્કાર એવોર્ડ જોવા માટે રાજામૌલીએ 25 હજાર ડોલર એટલે કે લગભગ 20 લાખ રૂપિયા પ્રતિ વ્યક્તિ ચૂકવવા પડ્યા હતા.
જણાવી દઈએ કે એમએમ કીરાવનીએ નાટૂ-નાટૂ ગીત કમ્પોઝ કર્યું છે. તે કાલા ભૈરવ અને રાહુલ સિપ્લિગંજે ગાયું છે અને પ્રેમ રક્ષિતે કોરિયોગ્રાફ કર્યું છે. તે જ સમયે, ગીતના લિરિક્સ ચંદ્ર બોઝે લખ્યાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર