Home /News /entertainment /

RRR: રામ ચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મ RRR રિલીઝ થશે 3Dમાં પણ

RRR: રામ ચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મ RRR રિલીઝ થશે 3Dમાં પણ

આરઆરઆર ફિલ્મ

RRR Film : એસએસ રાજામૌલી (SS Rajamouli), રામ ચરણ (Ram Charan) અને જુનિયર એનટીઆર (Junior NTR) દેશભરમાં આરઆરઆર ફિલ્મના પ્રમોશનલ પ્રવાસ પર છે. ફિલ્મ RRR તેલુગુ સ્વાતંત્ર્ય સેનાનીઓ અલુરી સીતારામા રાજુ અને કોમારામ ભીમના જીવન પર આધારિત છે

વધુ જુઓ ...
    એસ એસ રાજામૌલી (SS Rajamouli)ની ફિલ્મ RRRએ દર્શકોને ખુબ રાહ જોવડાવી છે. તમને જણાવી દઈએ કે, રામ ચરણ (Ram Charan), જુનિયર એનટીઆર (Junior NTR), અજય દેવગણ (Ajay Devgn) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) અભિનીત ફિલ્મ RRR 25 માર્ચે રિલીઝ થવાની છે. ત્યારે ફિલ્મની રિલીઝના માત્ર 3 દિવસ પહેલાં નિર્માતાઓએ જાહેરાત કરી છે કે RRR વિશ્વભરમાં 2D સાથે 3Dમાં પણ રિલીઝ થશે.

    બહુભાષી ફિલ્મ RRRના નિર્માતાઓએ આ એક્શન ડ્રામા ફિલ્મને ડોલ્બી સિનેમા, IMAX અને 3D જેવા વિવિધ ફોર્મેટમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં ટીમ RRRએ મૂવીનું નવું પોસ્ટર રિલીઝ કર્યું હતું, જેમાં જાહેરાત કરવામાં આવી હતી કે ફિલ્મ 2Dની સાથે સાથે 3Dમાં પણ રિલીઝ થશે. સોશ્યલ મીડિયા પર શેર કરેલા પોસ્ટરના કેપ્શનમાં લખ્યું છે, "25મી માર્ચથી તમારી નજીકના સિનેમાઘરોમાં 3Dમાં ક્યારેય ન જોયેલા એક્શન અને ડ્રામાનો અનુભવ કરો."

    બીજી તરફ એસએસ રાજામૌલી, રામ ચરણ અને જુનિયર એનટીઆર દેશભરમાં ફિલ્મના પ્રમોશનલ પ્રવાસ પર છે. તેઓ હૈદરાબાદથી બેંગલુરુ, બરોડા, દિલ્હી, અમૃતસર, જયપુર, કોલકત્તા અને વારાણસીથી દુબઈ સુધી ફિલ્મના પ્રમોશન માટે ફરી રહ્યા છે. ગઈકાલે તેઓ અમૃતસરના સુવર્ણ મંદિરમાં હતા, આજે તેઓ પશ્ચિમ બંગાળના હાવડા બ્રિજ પર છે. રામ ચરણ અને જુનિયર NTR અગાઉ જયપુરમાં હવા મહેલ અને ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય સ્થળોની મુલાકાત લીધી હતી.

    ફિલ્મ RRR તેલુગુ સ્વાતંત્ર્ય સેનાનીઓ અલુરી સીતારામા રાજુ અને કોમારામ ભીમના જીવન પર આધારિત છે. ફિલ્મમાં આ બે ભૂમિકાઓ અનુક્રમે રામ ચરણ અને જુનિયર એનટીઆર દ્વારા ભજવવામાં આવી છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને અજય દેવગણ પણ છે.

    તાજેતરમાં એસએસ રાજામૌલીએ આરઆરઆર માટે કાસ્ટ કરવામાં આવેલા રામ ચરણ અને જુનિયર એનટીઆર અંગે વાત કરીને તેમની અભિનય ક્ષમતાના વખાણ કર્યા હતા. રાજામૌલીએ કહ્યું કે, તેમના સ્ટારડમ, વ્યક્તિત્વ અને અભિનયની ક્ષમતાએ તેમને યોગ્ય બનાવ્યા. સૌથી નોંધપાત્ર પાસું તેઓની મિત્રતા છે. તેઓ આરઆરઆર પહેલા એકબીજાને ઓળખતા હતા. રામરાજુ આખી ફિલ્મ દરમિયાન શાંત દેખાય છે. ચરણ પણ એવું જ વ્યક્તિત્વ ધરાવે છે.

    આ પણ વાંચોAadhaar : ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ઐતિહાસિક બનશે ફિલ્મ 'આધાર', પર્દા પર રિયાલિટી જોવા મળશે

    ફિલ્મ 25 માર્ચે રિલીઝ થશે. તેના તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ વર્ઝન ZEE5 પર ઉપલબ્ધ થશે. જ્યારે નેટફ્લિક્સ પર હિન્દી, પોર્ટુગીઝ, કોરિયન, ટર્કિશ અને સ્પેનિશમાં પણ સ્ટ્રીમ કરવામાં આવશે.
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, RRR Movie, South Cinema, South Cinema News

    આગામી સમાચાર