Home /News /entertainment /

RRR First Review: રામ ચરણ અને જુનિયર NTRનો જબરદસ્ત કોમ્બો, આજની બ્લોકબ્લાસ્ટર આવતીકાલની ક્લાસિક

RRR First Review: રામ ચરણ અને જુનિયર NTRનો જબરદસ્ત કોમ્બો, આજની બ્લોકબ્લાસ્ટર આવતીકાલની ક્લાસિક

આરઆરઆર ફિલ્મ રિવ્યૂ

RRR First Review : યુકે અને યુએઇ સેન્સર બોર્ડના સભ્ય ઉમૈર સંધુએ આ ફિલ્મની સમીક્ષા કરીને પાંચ સ્ટાર આપ્યા છે. ઉમૈરે ટ્વિટર પર લખ્યું છે કે, સેન્સર બોર્ડ તરફથી RRR મૂવી રિવ્યૂ. રામચરણ જબરદસ્ત ફોર્મમાં છે

    RRR First Review :  રામ ચરણ (Ram charan) અને જુનિયર NTR (Jr NTR)ની ફિલ્મ RRR સિનેમાઘરો (RRR in theaters)માં આવી પહોંચી છે. આ ફિલ્મને રૂપેરી પડદે જોવા માટે અનેક ચાહકો રાહ જોઈ રહ્યા છે અને ફિલ્મ મસમોટી કમાણી (RRR movie earnings) કરવા તરફ આગળ વધી છે. ત્યારે એસ.એસ.રાજામૌલી (SS rajamouli) દ્વારા ડાયરેકટ થયેલ આ ફિલ્મનો રિવ્યુ (RRR movie review) અહીં આપવામાં આવ્યો છે.

    યુકે અને યુએઇ સેન્સર બોર્ડના સભ્ય ઉમૈર સંધુએ આ ફિલ્મની સમીક્ષા કરીને પાંચ સ્ટાર આપ્યા છે. ઉમૈરે ટ્વિટર પર લખ્યું છે કે, સેન્સર બોર્ડ તરફથી RRR મૂવી રિવ્યૂ. રામચરણ જબરદસ્ત ફોર્મમાં છે. તે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. જુનિયર NTR અને રામ ચરણનો જોરદાર કોમ્બો જોવા મળે છે. અજય દેવગણ સરપ્રાઈઝ પેકેજ છે. તેણે ખૂબ સારું કામ કર્યું છે. આલિયા ભટ્ટ પોતાના રોલમાં સારી લાગે છે.

    ઉમૈરે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફિલ્મની કેટલીક ઝલક પણ શેર કરી હતી. તેણે જુનિયર NTR અને રામ ચરણની પ્રશંસા કરી છે.

    ફિલ્મ વિવેચક ઉમૈર આ ફિલ્મથી આશ્ચર્યચકિત થઈ ગયા હોય તેવું લાગે છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર લખ્યું કે, ભારતીય ફિલ્મ નિર્માતાએ મોટા સપના જોવાની હિંમત કરી અને તેને પૂર્ણ કર્યું તે બદલ RRR તમને ગર્વ કરાવે છે. આ ફિલ્મ ચૂકી શકાય નહીં. આજે તેને બ્લોકબસ્ટર કહો પરંતુ આવતીકાલે તે ક્લાસિક તરીકે યાદ કરવામાં આવશે. રામ ચરણ અને જુનિયર NTRએ શ્રેષ્ઠ કામ કર્યું છે. જોરદાર કોમ્બો છે! અજય દેવગણ સરપ્રાઈઝ પેકેજ છે.

    ઉમૈરે એમ પણ શેર કર્યું હતું કે, મૂવીમાં અનપેક્ષિત ક્લાઈમેક્સ છે. ઉમેરે ટ્વીટ કર્યું હતું કે, RRR મૂવીનો ક્લાઇમેક્સ તમને આંચકો આપશે. સેકન્ડ હાફ એ મૂવીની USP છે. જુનિયર NTR અને રામ ચરણ RRRમાં સ્ટેન્ડિંગ ઓવેશનના હકદાર છે.

    ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એસ.એસ.રાજામૌલીએ RRRના કાસ્ટિંગ માટે રામ ચરણ અને જુનિયર NTR વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે તેમની અભિનય કુશળતા આ રોલ માટે સંપૂર્ણપણે યોગ્ય છે. તેમનું સ્ટારડમ, વ્યક્તિત્વ અને અભિનય ક્ષમતા તેમના પાર્ટ્સ માટે યોગ્ય છે. સૌથી નોંધપાત્ર પાસું તેમની મિત્રતા છે. RRR પહેલાં તેઓ એકબીજાને ઓળખતા હતા. રામરાજુ આખી ફિલ્મ દરમિયાન શાંત દેખાય છે અને ચરણનું પણ એવું જ વ્યક્તિત્વ છે.

    DVV એન્ટરટેઇનમેન્ટ્સના DVV દનૈયાએ આ એક્શન ડ્રામા ફિલ્મનું નિર્માણ કર્યું છે. ડોલ્બી સિનેમામાં રિલીઝ થઇ હોય તેવી એસ.એસ.રાજામૌલીની આ પહેલી ભારતીય ફિલ્મ છે.

    આ ફિલ્મમાં મુખ્ય સ્ટાર્સ રામ ચરણ અને જુનિયર NTR ઉપરાંત અજય દેવગણ, આલિયા ભટ્ટ અને ઓલિવિયા મોરિસ નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યા છે. જ્યારે સમુથિરકણી, રે સ્ટીવન્સન અને આલિયા ડૂડી સપોર્ટિંવ રોલમાં છે.

    પેન સ્ટુડિયોના જયંતિ લાલ ગડાએ ઉત્તર ભારતમાં થિયેટર ડિસ્ટ્રીબ્યુશન રાઇટ્સ તેમજ તમામ ભાષાઓમાં આંતરરાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક રાઇટ્સ મેળવ્યા છે. પેન મારુધર દ્વારા આ ફિલ્મનું ડિસ્ટ્રીબ્યુશન નોર્થ ટેરિટરીમાં કરવામાં આવશે.

    આ પણ વાંચો - RRRની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે ફેન્સ, રિલીઝ પહેલા જ વહેંચાઇ ગઇ રૂ.30 કરોડની ટિકીટ

    આ ફિલ્મ 25 માર્ચે રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મના તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ વર્ઝન ZEE5 પર ઉપલબ્ધ થશે. તે નેટફ્લિક્સ પર પણ હિન્દી, પોર્ટુગીઝ, કોરિયન, ટર્કિશ અને સ્પેનિશમાં સ્ટ્રીમ કરવામાં આવશે.
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Film Review, Movie Review, Review, RRR Movie

    આગામી સમાચાર