Home /News /entertainment /Alia Bhattને 'RRR'માં 15 મિનિટનો રોલ મળ્યો, માત્ર 10 દિવસના શુટિંગ માટે મળ્યા આટલા કરોડ!

Alia Bhattને 'RRR'માં 15 મિનિટનો રોલ મળ્યો, માત્ર 10 દિવસના શુટિંગ માટે મળ્યા આટલા કરોડ!

RRR ફિલ્મમાં 15 મિનિટના રોલ માટે આલિયા ભટ્ટે કેટલી ફી લીધી

આલિયાએ 10 દિવસ સુધી ફિલ્મના શૂટિંગમાં ભાગ લીધો હતો. અહેવાલો જણાવે છે કે, તે માત્ર 15 મિનિટના રનટાઇમ માટે દેખાય છે. તેણે રામચરણની પત્ની અલ્લુરી સીતાની ભૂમિકા ભજવી છે

    'RRR' Novie: 'બાહુબલી' ફેમ ડિરેક્ટર એસએસ રાજામૌલી (SS rajamouli)ની આગામી ફિલ્મ 'RRR' જબરદસ્ત હેડલાઇન્સ બનાવી રહી છે. મલ્ટીસ્ટારર ફિલ્મ જોવા માટે દેશભરના દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આવતા મહિને (7 જાન્યુઆરી 2022) ભારતના કેટલાક શહેરોમાં મોટા પ્રમોશનલ ઇવેન્ટ માટે તૈયારી કરી રહી છે. 'RRR'માં સુપરસ્ટાર રામ ચરણ (Ram Charan) અને જુનિયર NTR (Jr NTR) લીડ રોલમાં છે. આ ફિલ્મમાં બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) પણ મહત્વના રોલમાં છે, તે સીતાના રોલમાં જોવા મળી રહી છે. આ દરમિયાન તેના વિશે સમાચાર આવી રહ્યા છે કે, 'ડિયર જિંદગી' (Dear Zindgi) ફેમ અભિનેત્રીને ખૂબ જ નાનો રોલ મળ્યો છે.

    રિપોર્ટ્સ અનુસાર, રાજામૌલીની ફિલ્મમાં આલિયા માત્ર 15 મિનિટ માટે સ્ક્રીન પર જોવા મળશે. 'RRR' સ્ટુડન્ટ ઑફ ધ યર ફેમ અભિનેત્રીની આ પહેલી તેલુગુ ફિલ્મ છે, જેના દ્વારા તેણે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કર્યું છે. હિન્દી દર્શકો વિચારી રહ્યા હતા કે, તેઓ આલિયાને મુખ્ય ભૂમિકામાં જોશે પરંતુ હવે ચર્ચા છે કે, આ ફિલ્મમાં તેનો વધુ રોલ નથી.

    આલિયાનું સ્વપ્ન રાજામૌલીની ફિલ્મમાં કામ કરવાનું હતું

    મળતી માહિતી મુજબ, આલિયાએ 10 દિવસ સુધી ફિલ્મના શૂટિંગમાં ભાગ લીધો હતો. અહેવાલો જણાવે છે કે, તે માત્ર 15 મિનિટના રનટાઇમ માટે દેખાય છે. તેણે રામચરણની પત્ની અલ્લુરી સીતાની ભૂમિકા ભજવી છે, જે રામરાજુની ભૂમિકામાં જોવા મળે છે. મહેશ ભટ્ટની પુત્રી રાજામૌલીની મોટી ફેન છે અને તે હંમેશા તેની ફિલ્મમાં કામ કરવા માંગતી હતી. તેથી જ્યારે તેને RRR મળી, ત્યારે તેણે તરત જ હા પાડી દીધી. ફિલ્મમાં ભલે તેનું પાત્ર નાનું છે, પરંતુ આ માટે તેણે સારી ફીની માંગણી કરી છે.

    આ પણ વાંચો'RRR' ફિલ્મનું ગીત 'Janani' જોઈને લાખો લોકો રડી પડ્યા, સંગીત પણ મંત્રમગ્ધ - VIDEO

    આલિયાએ RRR માટે આટલી ફી માંગી હતી

    TOI અનુસાર, આલિયાએ રામ ચરણ સાથે કામ કરવા માટે 6 કરોડ રૂપિયાની માંગણી કરી છે. તમનેજણાવી દઈએ કે, ટોલીવુડમાં, એક પણ અભિનેત્રીને લીડ ફિમેલ ભૂમિકા ભજવવા માટે આટલું મહેનતાણું નથી મળતું. આલિયા બોલિવૂડની સુપરહિટ અભિનેત્રી હોવાથી, RRRની ટીમે તેને વિનંતી કરેલી ફી ચૂકવવાનો ઇનકાર કર્યો નથી. બોલિવૂડનો 'સિંઘમ' ફેમ અજય દેવગન પણ આ ફિલ્મમાં મહત્વના રોલમાં જોવા મળી રહ્યો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Ajay Devgn, Alia Bhatt, Bollywood Latest News, RRR Movie

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन