Home /News /entertainment /

RRRની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે ફેન્સ, રિલીઝ પહેલા જ વહેંચાઇ ગઇ રૂ.30 કરોડની ટિકીટ

RRRની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે ફેન્સ, રિલીઝ પહેલા જ વહેંચાઇ ગઇ રૂ.30 કરોડની ટિકીટ

RRR Box Office : આરઆરઆર ફિલ્મ (RRR Film) ની ફેન્સ રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તેણે 30 કરોડની કમાણી તો કરી લીધી છે. એડવાન્સ બુકિંગ પણ ચાલુ છે, જેને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આરઆરઆર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી શકે છે.

RRR Box Office : આરઆરઆર ફિલ્મ (RRR Film) ની ફેન્સ રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તેણે 30 કરોડની કમાણી તો કરી લીધી છે. એડવાન્સ બુકિંગ પણ ચાલુ છે, જેને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આરઆરઆર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી શકે છે.

વધુ જુઓ ...
    જુનિયર એનટીઆર (Jr. NTR) અને રામ ચરણ (Ram Charan) અભિનિત એસ.એસ.રાજામૌલી (SS Rajamouli)ની એક્શન-ડ્રામા ફિલ્મ આરઆરઆર (RRR) રિલીઝ થાય તે પહેલાં જ તેના ગીતો અને ટ્રેલર દ્વારા નોંધપાત્ર લોકપ્રિયતા મેળવી ચૂકી છે. હવે, આ ફિલ્મ 25 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થવાની છે, ત્યારે આરઆરઆરએ રિલીઝ પહેલાનો આશ્ચર્યજનક બિઝનેસ (Pre Release Business) કર્યો છે. 336 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે રિલીઝ પહેલા જ બહોળી રકમ રિકવર કરી લીધી છે. મોસ્ટ અવેટેડ ફિલ્મે વિવિધ શહેરોમાં થિયેટરના અધિકારો વહેંચીને કરોડોની કમાણી કરી લીધી છે. કોઇમોઇના અહેવાલ પ્રમાણે, આરઆરઆરએ એડવાન્સ બુકિંગમાં પણ સારો દેખાવ કર્યો છે અને તેમાં 30 કરોડનો આંકડો પાર કર્યો છે.

    વિશ્વભરમાં કરી લીધું 451 કરોડનું કલેક્શન

    ફિલ્મીબીટના અહેવાલ મુજબ, આરઆરઆરએ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં તેના થિયેટર રાઇટ્સ વેચીને 211 કરોડ રૂપિયાની જંગી રકમ એકઠી કરી છે. આ ફિલ્મે નિઝામમાં 70 કરોડ, તમિલનાડુમાં 35 કરોડ અને કેરળમાં 9 કરોડ રૂપિયાનો પ્રી-રિલીઝ બિઝનેસ કર્યો છે. આરઆરઆર કર્ણાટકમાંથી પણ 41 કરોડ રૂપિયાની દમદાર કમાણી કરવામાં સફળ રહી છે. જ્યારે ઉત્તર ભારતમાં તેનો પ્રી-રિલીઝ બિઝનેસ 92 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત આ ફિલ્મે થિયેટરના રાઇટ્સ વેચીને ઓવરસીઝમાંથી 75 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. કુલ મળીને આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં 451 કરોડનું કલેક્શન કર્યું છે જે તેના બ્રેક-ઇવન માર્કની નજીક છે.

    રામ ચરણ અને જૂનિયર એનટીઆરની ફી

    અહેવાલ મુજબ, ફિલ્મના 350 કરોડના બજેટ ઉપરાંત અભિનેતા રામ ચરણ અને જુનિયર એનટીઆરને ફી તરીકે 80-80 કરોડ રૂપિયા મળ્યા છે. બીજી તરફ દિગ્દર્શક એસ.એસ.રાજામૌલીને આરઆરઆરનું સુકાન સંભાળવા માટે 100 કરોડ રૂપિયા મળ્યા છે. ફિલ્મનું ‘નાટુ નાટુ’ સોન્ગ રિલીઝ થતા જ ફેન્સ ઝૂમી ઉઠ્યા છે અને ફિલ્મ પ્રત્યે ક્રેઝ બમણો થઇ ગયો છે. પરંતુ હવે પ્રી-રિલીઝ બિઝનેસના આંકડા પર નજર નાખીએ તો આ ફિલ્મે બતાવી દીધું છે કે આ હાઇપ તેના માટે રિયલ છે.

    આ પણ વાંચોRRR Budget Revealed : બાહુબલી કરતા પણ મોટું છે RRR ફિલ્મનું બજેટ, અહીં જાણો ક્યાં કેટલો ખર્ચ થયો

    આ ફિલ્મમાં રામ ચરણ, જુનિયર એનટીઆર, આલિયા ભટ્ટ અને અજય દેવગણ સહિત કેટલાક મોટા કલાકારો જોવા મળશે. 5 વર્ષ પહેલા રિલીઝ થયેલી બાહુબલી 2: ધ કન્ક્લુઝન પછી ફિલ્મ આરઆરઆર રાજામૌલીની આગામી મોટી ફિલ્મ છે. આ ફિલ્મ પણ બાહુબલીની જેમ સુપરહિટ થાય તેવી પૂરતી ધારણાઓ છે.
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Box Office, Box office Collection, RRR Movie

    આગામી સમાચાર