Home /News /entertainment /

RRR Box Office Collection: KGF 2ની રિલીઝ પહેલા ફિલ્મ RRRની કમાણીમાં થયો ઘટાડો, જાણો ફિલ્મની કમાણીના આંકડા

RRR Box Office Collection: KGF 2ની રિલીઝ પહેલા ફિલ્મ RRRની કમાણીમાં થયો ઘટાડો, જાણો ફિલ્મની કમાણીના આંકડા

આરઆરઆર બોક્સ ઓફિસ કલેક્શન

RRR Box Office Collection : ફિલ્મ રિલીઝના ત્રીજા મંગળવારે એટલે કે 19મા દિવસે જુનિયર એનટીઆર (JR NTR) અને રામ ચરણ (Ram Charan) સ્ટારર ફિલ્મના હિન્દી વર્ઝને રૂ. 3 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ કમાણીના આંકડા સોમવારની સરખામણીએ ઘણા ઓછા છે

ફિલ્મ આરઆરઆર (RRR) 25 માર્ચે થિયેટરોમાં રિલીઝ થઈ ત્યારથી બોક્સ-ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. એસએસ રાજામૌલી (SS Rajamoul)ની ફિલ્મ આરઆરઆર પહેલેથી વર્લ્ડ વાઈડ રૂ. 1000 કરોડનો બિઝનેસ કરી ચુકી છે. આ સાથે જ ફિલ્મનુ હિન્દી વર્ઝન પણ બોક્સઓફિસ પર કમાલ કરી રહ્યું છે અને દર્શકો તેને ખૂબ પસંદ કરી રહ્યાં છે. આ અઠવાડિયે રીલિઝ થનારી સાઉથની અન્ય ફિલ્મો પણ કમાલ કરે તેવી અપેક્ષા છે. આ ફિલ્મોમાં થલાપથી વિજય (Thalapathy Vijay)ની બીસ્ટ (Beast) અને યશ સ્ટારર કેજીએફ 2 (KGF 2)નો સમાવેશ થાય છે. અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આ ફિલ્મોની રિલીઝની અસર આરઆરઆરની કમાણી પણ પડી શકે છે.

ફિલ્મ રિલીઝના ત્રીજા મંગળવારે એટલે કે 19મા દિવસે જુનિયર એનટીઆર અને રામ ચરણ સ્ટારર ફિલ્મના હિન્દી વર્ઝને રૂ. 3 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ કમાણીના આંકડા સોમવારની સરખામણીએ ઘણા ઓછા છે. સોમવારે આ આંકડો રૂ. 3.50 કરોડનો હતો. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર આરઆરઆરના હિન્દી વર્ઝને રૂ. 238.09 કરોડનો બિઝનેસ કર્યો હતો.

આ ફિલ્મ માત્ર રૂ. 250 કરોડના આંકડા સુધી પહોંચવામાં 12 કરોડ ઓછા છે. 13 એપ્રિલે થલાપથી વિજય અભિનીત બીસ્ટની રિલીઝ અને કન્નડ ફિલ્મ કેજીએફની સિક્લવલ કેજીએફ 2ની ખૂબ જ એન્ટિસિપેટેડ સિક્વલ છે, જેમાં યશ લીડ રોલમાં સાથે જ રવિના ટંડન અને સંજય દત્ત પણ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ 14 એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે. જો RRR હિન્દી વર્ઝન માટેની કમાણી 250 કરોડના આંક સુધી પહોંચવામાં નિષ્ફળ જાય છે, તો પણ તે વર્લ્ડ વાઈડ ખૂબ જ સારી કમાણી કરી ચૂકી છે.

આ પણ વાંચોBox Office Collection: RRR 1000 કરોડ કમાણી કરનારી ભારતની ત્રીજી ફિલ્મ બની, જુઓ અન્ય કઈ બે ફિલ્મોએ આ કમાલ કરી છે?

માત્ર હિન્દી વર્ઝન રૂ. 238.09 કરોડની કમાણી કરી RRR પહેલેથી જ ઘણા રેકોર્ડ તોડી ચૂકી છે. આ ફિલ્મ પહેલાથી જ બજરંગી ભાઈજાનને પાછળ રાખીને વિશ્વભરમાં ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની ગઈ છે. ફિલ્મ એકલા નિઝામ વિસ્તારમાં જ રૂ. 100 કરોડના આંકડાને પાર કરી ચૂકી છે, આ સાથે જ તે ડબલ ફિગર વટાવનાર પ્રથમ ફિલ્મ પણ બની ગઈ છે. આ ફિલ્મ રિલીઝના 18 દિવસ સુધીમાં RRR એ વર્લ્ડ વાઈડ રૂ. 1039.62 કરોડની કમાણી કરી ચૂકી છે. ફિલ્મ 14 એપ્રિલ પછી પણ થિયેટર્સમાં જોવા મળશે. હવે જોવાનુ એ રહેશે કે ફિલ્મ RRR રૂ. 250 કરોડના આંકને પાર કરી શકશે કે નહીં.
Published by:kiran mehta
First published:

Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Box Office, Box office Collection, KGF Chapter 2, RRR Movie

આગામી સમાચાર