Home /News /entertainment /

Box Office Collection: RRR 1000 કરોડ કમાણી કરનારી ભારતની ત્રીજી ફિલ્મ બની, જુઓ અન્ય કઈ બે ફિલ્મોએ આ કમાલ કરી છે?

Box Office Collection: RRR 1000 કરોડ કમાણી કરનારી ભારતની ત્રીજી ફિલ્મ બની, જુઓ અન્ય કઈ બે ફિલ્મોએ આ કમાલ કરી છે?

આરઆરઆર 1000 કરોડથી વધુની કમાણી કરનાર ત્રીજી ફિલ્મ બની

Box Office Collection Record : આરઆરઆર બોક્સ ઓફિસ (RRR Box Office Collection) પર હજુ ધમાલ મચાવી રહી છે. આ સાથે 1000 કરોડ કમાણી કરનારી તે ભારતની ત્રીજી ફિલ્મ બની ગઈ છે. આ પહેલા પણ બે ફિલ્મો એવી છે, જે 1000 કરોડથી વધુ કમાણી કરવામાં સફળ થયેલી છે.

વધુ જુઓ ...
    Box Office Collection Record : એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR' 15 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તેની રિલીઝને 16 દિવસ વીતી ગયા છે. આ સાથે આ ફિલ્મે તેની કુલ કમાણીનો રેકોર્ડ બનાવ્યો છે. શનિવારે, તેના કલેક્શન (RRR Box Office Collection) માં એક જમ્પ નોંધાયો છે. આ સાથે ફિલ્મે 1000 કરોડની કમાણીનો રેકોર્ડ બનાવ્યો છે. વિશ્વભરમાં 1000 કરોડની કમાણી કરનાર ભારતની ત્રીજી ફિલ્મ બની છે. તો, ફિલ્મનું હિન્દી વર્ઝન પણ 250 કરોડના આંકડાને સ્પર્શી ગયું છે.

    ફિલ્મ 'RRR'ના બોક્સ ઓફિસ કલેક્શનમાં તેના બીજા સપ્તાહમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ હવે ત્રીજા સપ્તાહમાં તેના કલેક્શનમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. રિલીઝના 16માં દિવસે એટલે કે ત્રીજા શનિવારે 80 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ દિવસે ફિલ્મે 17 કરોડની કમાણી કરી છે. નિર્માતાઓને ફિલ્મના ત્રીજા સપ્તાહમાં આટલું કલેક્શન થવાની આશા પણ નહોતી. પરંતુ આ તેજી સાથે તેણે વિશ્વભરમાં કુલ 1000 કરોડનું કલેક્શન કર્યું છે. તમને જણાવી દઈએ કે આ પહેલા 1000 કરોડથી વધુની કમાણી કરનાર ભારતીય ફિલ્મોમાં 'બાહુબલી 2' (bahubali 2) લગભગ 1810 કરોડ, અને 'દંગલ' (dangal)એ લગભગ 2000 કરોડથી વધુની કમાણી કરી છે. આ રેકોર્ડમાં હવે RRRનું પણ નામ નોંધાઈ ગયું છે, જેણે વિશ્વભરમાં 1000 કરોડનું કલેક્શન કર્યું છે. જો કે, રાજામૌલીની આ ફિલ્મે 16 દિવસ ઓછો સમય લઈને આ આંકડાને સ્પર્શ કર્યો છે.

    RRRનું હિન્દી વર્ઝન પણ ધમાલ મચાવી રહ્યું

    રામ ચરણ (Ram Charan), જુનિયર એનટીઆર (JR NTR), આલિયા ભટ્ટ (Alia Bhatt) અને અજય દેવગન (Ajay Devgn) અભિનીત ફિલ્મ 'RRR'નું હિન્દી વર્ઝન પણ ઉત્તર ભારતમાં ધમાલ મચાવી રહ્યું છે. ફિલ્મના હિન્દી વર્ઝનની કમાણીમાં પણ 60 ટકાનો ઉછાળો આવ્યો છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, તેના શરૂઆતી આંકડાઓ અનુસાર ફિલ્મે 8 કરોડનું કલેક્શન કર્યું છે. આ સાથે તેના હિન્દી વર્ઝને 222 કરોડની કમાણી કરી છે. તો, એવું કહેવામાં આવી રહ્યું છે કે તે રિલીઝના ત્રીજા અઠવાડિયામાં 250 કરોડના કલેક્શનને સ્પર્શ કરી જશે.

    આ પણ વાંચો - Box Office Collection: 250 કરોડની નજીક 'ધ કાશ્મીર ફાઇલ્સ', 'RRR'એ અત્યાર સુધીમાં કેટલી કરી કમાણી

    RRRનું તેલુગુમાં શ્રેષ્ઠ કલેક્શન છે

    બીજી તરફ, જો આપણે RRRના ઘરેલુ કલેક્શનની વાત કરીએ તો અહીં તેણે કુલ 800 કરોડની કમાણી કરી છે. જેમાં ઘરેલું બોક્સ ઓફિસમાં આવી સિદ્ધિ હાંસલ કરનાર રાજામૌલીની આ બીજી ફિલ્મ બની છે, જેણે આટલું સારું પ્રદર્શન કર્યું છે. આ પહેલા તેમની જ પહેલી ફિલ્મ 'બાહુબલી 2' હતી. તેલુગુમાં તેણે 400 કરોડની કમાણી કરી છે. આ સાથે તેલુગુ સિનેમામાં સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ બની ગયો છે. અગાઉ 'બાહુબલી 2' એ 338 કરોડનું કલેક્શન કર્યું હતું.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Interesting story, Bollywood Latest News, Bollywood News in Gujarati, Box Office, Box office Collection, Dangal, RRR Movie

    આગામી સમાચાર