એક્ટ્રેસે દીકરા સાથે આપ્યો ન્યૂડ પોઝ, તો થઇ તેને 3 મહિનાની જેલ, માંગવી પડી માફી

એક્ટ્રેસે દીકરા સાથે આપ્યો ન્યૂડ પોઝ, તો થઇ તેને 3 મહિનાની જેલ, માંગવી પડી માફી
(PHOTO:akuapem_poloo/Instagram)

રોઝમોંડ બ્રાઉને વર્ષ 2020 જૂનમાં તેનાં દીકરાનાં સાતમાં જન્મ દિવસ પર તેનો હાથ પકડી સ્કોટ્સ કરતો એક ફોટો શેર ર્યો હતો. આ એક્ટ્રેસ તેની બોડીને વાળથી ઢાંકેલી હતી. અને દીકરાએ ફક્ત અંડરવેર પહેરેલી હતી. આ ફોટો શેર થતા જ ધાનામાં તહેલકો મચી ગયો હતો.

 • Share this:
  નવી દિલ્હી: ઘાનાની એક્ટ્રેસ રોઝમોડ બ્રાઉન (Rosemond Brown)ને તેમનાં દીકરાને જન્મદિવસ પર ન્યૂડ ફોટો પડાવવો મોંઘો પડ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ગૂના માટે કોર્ટે રોઝમોડ બ્રાઉનને સમાજમાં અશ્લીલતા અને ઘરેલું હિંસા ફેલાવવાનાં દોષી કરાર કરતાં ત્રણ મહિના માટે જેલની સજા સંભળાવવામાં આવી હતી. સિંગલ મધર રોઝમોડ બ્રાઉન હવે ઘાનાની રાજધાની આક્રાની કોર્ટે બેલ આપી દીધી છે.

  રોઝમોંડ બ્રાઉને વર્ષ 2020 જૂનમાં તેનાં દીકરાનાં સાતમાં જન્મ દિવસ પર તેનો હાથ પકડી સ્કોટ્સ કરતો એક ફોટો શેર ર્યો હતો. આ એક્ટ્રેસ તેની બોડીને વાળથી ઢાંકેલી હતી. અને દીકરાએ ફક્ત અંડરવેર પહેરેલી હતી. આ ફોટો શેર થતા જ ધાનામાં તહેલકો મચી ગયો હતો. એક્ટ્રેસ અને તેનાં દીકારની તસવીર પર લોકો સવાલ ઉઠાવી રહ્યાં હતાં. જે બાદ રોજમોંડ બ્રાઉને આ તસવીર સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરવી પડી હતી. અને સાથે જ માફીનામુ પણ લખવું પડ્યું હતું. રોઝમેન્ડ તેનાં દીકરાની સાથે ઘણી વખત સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહેતી હોય છે.

  ન્યૂડ ફોટો મામલે દેશમાં રોઝોમોડ બ્રાઉન વિરુદ્ધ એક જબરદસ્ત અભિયાન શરૂ થયુ હતું. જજે રોઝમોડની તે અરજી પણ સંજ્ઞાન લીધી જેમાં તેણે દુખ જતાવતા માફી માંગી હતી. 'કેમકે, આરોપી સિંગલ મધર છે તેથી તેને 90 દિવસ જ જેલમાં વિતાવવાનાં રહેશે.'  અમેરિકન રેપર કાર્ડી બીએ એક્ટ્રેસનો સપોર્ટ રકતાં ટ્વિટ કરી હતી કે, 'મે ઘણાં અમેરિક્નસને આ પ્રકારનું ફોટોશૂટ કરતાં જોયા છે. આ મારી સ્ટાઇલ નથી પણ મને લાગે છે કે આ સેક્શુઅલ નથી પણ એક નેચરલ આઇડિયા તરીકે ફોટો ક્લિક કરવામાં આવ્યો છે. મને લાગે છે કે, જેલ થોડો ખતરનાક નિર્ણય છે. ' હાલમાં રોઝમોન્ડને બેઇલ મળી ગઇ છે. તેને લોકો અકુપેમ પોલૂ (Akuapem Poloo) તરીકે પણ ઓળખે છે.
  Published by:Margi Pandya
  First published:April 23, 2021, 17:23 IST

  ટૉપ ન્યૂઝ