Home /News /entertainment /

Ronit Roy સંઘર્ષ કહાની: હોટલમાં વાસણ ધોવાથી લઈ કરોડોના માલિક બનવા સુધીની સફર

Ronit Roy સંઘર્ષ કહાની: હોટલમાં વાસણ ધોવાથી લઈ કરોડોના માલિક બનવા સુધીની સફર

નિત રોય પાસે પૈસા નહોતા. અને પોતાની જરૂરિયાતો પૂરી કરવા તેણે મુંબઈની એક હોટલમાં કામ કરવાનું શરૂ કર્યું

રોનિત રોયે (Ronit Roy) અભિનયની દુનિયામાં પોતાનું કરિયર બનાવવા માટે ઘણી મહેનત કરી, એક્ટર બનવાનું સપનું પૂરું કરવા માટે રોનિત રોયે પણ ઘર છોડી દીધું. રોનિત રોય સુરક્ષા (સિક્યોરિટી) એજન્સીનો માલિક પણ છે

    મુંબઈ : ટીવી જગત (Television) અને બોલિવૂડ (Bollywood) એક્ટર (Actor) રોનિત રોય (Ronit Roy)નો જન્મ 1965માં મહારાષ્ટ્ર (Maharashtra)માં થયો હતો. રોનિત રોય નાનપણથી જ એક્ટર બનવા માંગતો હતો. રોનિત રોયે અભિનયની દુનિયામાં પોતાનું કરિયર (Career) બનાવવા માટે ઘણી મહેનત કરી છે. એક્ટર બનવાનું સપનું (Dream) પૂરું કરવા માટે રોનિત રોયે પણ ઘર છોડી દીધું હતું. અભિનયની દુનિયામાં પોતાનું નામ કમાવવા માટે તે સપનાની નગરી મુંબઈ (Mumbai) આવી ગયો હતો.

    પૈસા કમાવવા માટે તે હોટલમાં વાસણો પણ ધોતો હતો

    તે સમયે રોનિત રોય પાસે પૈસા નહોતા. અને પોતાની જરૂરિયાતો પૂરી કરવા તેણે મુંબઈની એક હોટલમાં કામ કરવાનું શરૂ કર્યું. પૈસા કમાવવા માટે તે હોટલમાં વાસણો પણ ધોતો હતો અને તે ટેબલ પર ભોજન પણ સર્વ કરતો હતો. હોટલમાં કામ કરતી વખતે તેણે એક્ટર બનવાના સપના પૂરા કર્યા.

    'કસૌટી ઝિંદગી'માં રિષભ બજાજની ભૂમિકા ભજવી ફેમસ થયો

    અભિનેતા રોનિત રોયને 1999માં આવેલી ફિલ્મ જાન તેરે નામ મેંમાં કામ કરવાની તક મળી હતી. પરંતુ આ ફિલ્મે અભિનેતા રોનિત રોયને તે ઓળખ આપી ન હતી જેનું તેણે સપનું જોયું હતું. પછી તેણે ટીવીની દુનિયામાં પોતાની એક્ટિંગ અજમાવી. એક્ટર રોનિત રોયે એકતા કપૂરના ફેમસ શો 'કસૌટી ઝિંદગી'માં રિષભ બજાજની ભૂમિકા ભજવી હતી.

    આ રોલ કર્યા પછી એક્ટર રોનિત રોય ખૂબ જ લોકપ્રિય થઈ ગયો. તે પછી તેણે ઘણા ટીવી શોમાં કામ કર્યું. જેમ કે, 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી', 'બંદિની', રોનિત રોયનો શો 'ઇતના કરો ના મુઝે પ્યાર' વર્ષ 2015માં ઘણો લોકપ્રિય બન્યો હતો.

    રોનિત ટીવી જગતની સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણી ફિલ્મો કરી

    અભિનેતા રોનિત રોયનો શો 'અદાલત' સોની પર પ્રકાશિત થતો હતો. જેમાં તે કેડી પાઠક તરીકે દેખાયો. આ શોમાં તેના અભિનયને લોકોએ પસંદ કર્યો. રોનિત ટીવી જગતની સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણી ફિલ્મો કરી છે. રોનિત રોય સૈનિક, રોક ડાન્સર, ઉડાન, 2 સ્ટેટ્સ, હસ્ટલ, 15 ઓગસ્ટ અને 2017 માં રિલીઝ થયેલી ફિલ્મ કાબિલ જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે.

    રોનિત રોય સુરક્ષા એજન્સીનો માલિક છે

    રોનિત રોયે ટીવી અને ફિલ્મ જગતમાં પોતાના અભિનયના આધારે સંપત્તિ અને ખ્યાતિ મેળવી છે. આ સાથે રોનિત રોય સુરક્ષા (સિક્યોરિટી) એજન્સીનો માલિક પણ છે. તે બોલિવૂડથી લઈને હોલીવુડ સુધીના સુપરસ્ટાર સેલેબ્સને સુરક્ષા પૂરી પાડે છે. રોનિત રોય પોતાની સિક્યોરિટી એજન્સી દ્વારા પણ ઘણી કમાણી કરે છે.

    આ પણ વાંચોTMKOC: દિશા વાકાણીએ B-ગ્રેડ ફિલ્મોમાં પણ કર્યું છે કામ, આ ફિલ્મમાં તો બોલ્ડનેસની હદ વટાવી હતી

    બોલિવૂડ અને હોલીવુડના કલાકારોની સાથે તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સમગ્ર કાસ્ટને પણ સુરક્ષા પૂરી પાડે છે. તેણે આમિર ખાન, સલમાન ખાન અને ઋત્વિક રોશન જેવા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સુપરસ્ટાર કલાકારોને સુરક્ષા પૂરી પાડી છે. અભિનેતા રોનિત રોયની જોરદાર એક્ટિંગને કારણે તેને નાના પડદાના અમિતાભ બચ્ચન પણ કહેવામાં આવે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Interesting story, Bollywood Latest News, Ronit Roy

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन