એક જ વીડિયોમાં રોનિત અશરાએ ઉતારી રાખી-અર્શી અને સલમાનની નકલ, જોઇને થઇ જશો લોટપોટ

એક જ વીડિયોમાં રોનિત અશરાએ ઉતારી રાખી-અર્શી અને સલમાનની નકલ, જોઇને થઇ જશો લોટપોટ
(photo credit: instagram/@colorstv)

હાલમાં જ પોપ્યુલર ઇન્સ્ટાગ્રામ કન્ટેન્ટ ક્રિએકટર રોનિત અશરા (Ronit Ashra)એ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે રાખી સાવંત (Rakhi Sawant) અર્શી ખાન (Arshi Khan)ની નકલ ઉતારતો નજર આવે છએ. રોનિતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

  • Share this:
    મુંબઇ: બિગ બોસ 14 (Bigg Boss 14)માં હાલમાં પ્રેમ મોહબ્બતથી લઇને લડાઇ ઝઘડા બધુ જ જોવા મળે છે. જ્યારથી રાખી સાવંત (Rakhi Sawant) અને અર્શી ખાને (Arshi Khan)એ ઘરમાં એન્ટ્રી લીધી છે. ત્યારથી ડ્રામા ભરપૂર જોવા મળે છે. બિગ બોસનાં ઘરમાં મજાક મસ્તી ભરપૂર છે. રાખી અવાર નવાર એવી હરકતો કરે છે કે ઘરવાળાનું હસવાનું રોકાતું નથી. હાલમાં જ પોપ્યુલ રઇન્સ્ટાગ્રામ કંટેન્ટ ક્રિએટર રોનિત અશરા (Ronit Ashra)એ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે રાખી સાવંત, અર્શી ખાન, અલી ગોની અને સલમાન ખાનની નકલ કરતો નજર આવે છે

    રોનિતનો આઆ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. ચેનલ તરફથી રોનિતનો આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં એક જ વીડિયોમાં ક્યારેક રોનિત અર્શી ખાન તો ક્યારેક રાખી સાવંત તો ક્યારેક અલી ગોની તો ક્યારેક સલમાન ખાન બનેલો નજર આવે છે. 16 વર્ષનાં રોનિતની આ નકલ ઉતારતા વીડિયો ખુબજ મજેદાર હોય છે અને તે જોઇને લોકો પોતાનું હસવું રોકી શકતા નથી.


    View this post on Instagram

    A post shared by ColorsTV (@colorstv)




    આપને જણાવી દઇએ કે, રોનિત સોશિયલ મીડિયા પર ઘણો જ પોપ્યુલર છે આ પહેલાં રોનિત અનન્યા પાંડે, સારા અલી ખાન જેવાં સ્ટાર્સની મિમિક્રી કરતાં વીડિયો શેર કરી ચુક્યો છે. ખુદ અનન્યા પાંડેએ રોનિતનાં વીડિયો શેર કરતાં તેનાં વખાણ કર્યાં હતાં. રોનિતે ટિક ટોકથી તેનાં ફની વીડિયોઝ બનાવવાની સફર શરૂ કરી હતી. જેનાંથી દર્શકોને ભરપૂર પ્રેમ મળ્યો છે. એટલું જ નહીં રોનિતનો આ વીડિયો બિગ બોસનાં સોમવારનાં એપિસોડમાં ઘરવાળાને પણ દર્શાવવામાં આવ્યો હતો જેને તમામ દર્શકોએ પણ પસંદ કર્યો હતો.
    Published by:Margi Pandya
    First published:December 29, 2020, 12:05 pm