મુંબઈ : દેશમાં કોરોના મહામારીના કારણે અનેક પરીવારોમાં દુઃખનો માહોલ છે. મહામારીની બીજી લહેરમાં આખો દેશ સપડાઈ ચૂક્યો હોવાનું ફલિત થાય છે. આરોગ્ય માળખાની કસોટી થઈ રહી છે. જેટલા દર્દીઓ છે, તેટલી આરોગ્ય સુવિધા નથી. બેડ અને દવાઓ માટે લોકો ટળવળી રહ્યા છે. આરોગ્ય સુવિધામાં મૂળભૂત અભાવના કારણે લોકો જીવ ગુમાવે છે. આવી કપરી પરિસ્થિતિમાં બોલિવૂડના સ્ટાર લોકોની મદદે દોડી આવ્યા છે. લોકો માટે સેવાકીય પ્રવૃત્તિ કરતા બોલિવૂડ સ્ટારની યાદીમાં નામ રોહિત શેટ્ટીનું જોડાઈ ગયું છે.
રોહિત શેટ્ટી જરૂરિયાતમંદોનો સહારો બન્યા હોવાની જાણકારી શિરોમણી અકાલી દળના રાષ્ટ્રીય પ્રવક્તા મંજિંદર સિંહ સિરસાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી છે. મંજિંદર સિંહે સોશિયલ મીડિયા પર રોહિત શેટ્ટીનો આભાર માન્યો છે. તેમણે લખ્યું છે કે, તે સ્ક્રીન ઉપર ખતરો કે ખિલાડી હશે. પરંતુ પડદા પાછળ તેઓ સંવેદનશીલ અને દયાળુ વ્યક્તિ છે, જે માણસાઈની સંભાળ રાખે છે. તેમણે વધુમાં લખ્યું છે કે, કોવિડ કેર સુવિધાથી મદદ કરવા બદલ રોહિત શેટ્ટીનો આભાર. તમારી મદદ બદલ અમે તમારા આભારી છીએ. રોહિત જી, આ મદદના બદલે તમને ખુબ ખુબ આશીર્વાદ મળે તેવી અમારી પ્રાર્થના છે.
મંજિંદર સિંહ સિરસાએ આ પોસ્ટ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના માધ્યમથી શેર કરી હતી. લોકોને આ પોસ્ટ ખૂબ જ ગમી રહી છે. રોહિતના વખાણ કરતી આ પોસ્ટ આગની જેમ વાયરલ થઇ રહી છે.
દિગ્દર્શક રોહિત શેટ્ટી ક્યાં અને કેટલી મદદ કરી છે? તે અંગેનો ખ્યાલ મંજિંદરસિંહની પોસ્ટથી આવતો નથી. સ્ટાર ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે કે, મંજિંદર સિંહ સિરસાના કોવિડ કેરમાં 250 બેડ ઉપલબ્ધ છે. તમામ સુવિધાઓ વિનામૂલ્યે મળે છે.
" isDesktop="true" id="1094728" >
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં રોહિત શેટ્ટીએ કોરોના સામેની જંગમાં લોકોની ખૂબ મદદ કરી હતી. રોહિતે મુંબઈમાં પોલીસ માટે 11 હોટલ ઉપલબ્ધ કરાવી હતી. આ ઉપરાંત રોહિત શેટ્ટીએ અલગ અલગ રીતે કોરોનામાં લોકોને રાહત મળે તેવા કાર્યો કર્યા હતા. વર્તમાન સમયે રોહિત શેટ્ટી પોતાના આગામી શો ખતરો કે ખેલાડીની 11મી સિઝનના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની સાથોસાથ સેવાકીય કાર્યો પણ ચાલુ રાખ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર