રોહિત રોયે પોતાની બોડીથી લોકોને કર્યા ચકિત, એક્ટરે કહ્યું- કોઇ શોર્ટકટ નથી

રોહિત રોયે પોતાની બોડીથી લોકોને કર્યા ચકિત, એક્ટરે કહ્યું- કોઇ શોર્ટકટ નથી (ફોટ સાભાર - Instagram/rohitboseroy)

રોહિત રોયની આ પોસ્ટ પર સુનીલ શેટ્ટી, સંજય કપૂર, મોહિત મલિક અને સિમોન સિંહ સહિત ઘણા સેલેબ્સે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે

 • Share this:
  મુંબઈ : રોહિત રોયે (Rohit Roy)પોતાની બોડીમાં ઘણો ફેરફાર કર્યો છે. એક્ટરની લેટેસ્ટ ફોટો આ વાત સાબિતી કરે છે. તેણે સોશિયલ મીડિયા (Rohit Roy Social Media)પર અલગ-અલગ સમયે લીધેલી શર્ટલેસ ફોટોનો એક કોલોજ શેર કર્યો છે. તેણે ઇંસ્ટા પર ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે ફેરફારમાં સમય લાગે છે. કોઇ શોર્ટકટ નથી અને નિશ્ચિત રુપે કોઇ મેજિક પિલ નથી. રોહિત રોયની આ પોસ્ટ પર સુનીલ શેટ્ટી, સંજય કપૂર, મોહિત મલિક અને સિમોન સિંહ સહિત ઘણા સેલેબ્સે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.

  રોહિતે પોતાના ટ્વિટર ઉપર પણ કોલોજ શેર કર્યો છે. રોહિતના ટ્રાન્સફોર્મેશનથી પ્રશંસકો ચકિત રહી ગયા છે. ઘણા લોકોએ તેના ડાયેટ અને વર્કઆઉટ રુટીન વિશે પણ પૂછ્યું છે. એક પ્રશંસકે તેના ટ્વિટ પર કોમેન્ટ કરી છે કે તમને સલામ માસ્ટર..!! તમને વધારે તાકાત મળે, પ્રેરિત રહો અને લાખો લોકોને પ્રેરિત કરો. બીજા પ્રશંસકે લખ્યું કે અદભૂત ભાઇ. તમે ફરી શાનદાર થઇ ગયા છો. અન્ય એકે પ્રશંસકે લખ્યું કે અમે વિચાર્યું હતું કે તમે હોલિવૂડ મટેરિયલ છો.

  આ પણ વાંચો- ડીસાના પ્રગતિશીલ ખેડૂત કનવરજી ઠાકોરે ખેતીમાં ડ્રોનથી દવા છંટકાવ શરૂ કર્યો

  (ફોટો સાભાર - Twitter@rohitroy500)


  રોહિતને દેશ મેં નિકલા હોગા ચાંદ, મિલન અને સ્વાભિમાન જેવા ટેલીવિઝન શો માટે ઓળખવામાં આવે છે. તેણે શૂટઆઉટ એટ લોખંડવાલા, ફેસન, એપાર્ટમેન્ટ અને કાબિલ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

  હાલમાં જ સ્પોટબોયને આપેલા ઇન્ટરવ્યૂમાં રોહિતે કહ્યું હતું કે સફળ ફિલ્મોનો ભાગ બનવા છતા તેની કારકિર્દીની વધારે ફાયદો મળ્યો નથી. હજુ પણ યોગ્ય પ્રકારનું કામ શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને હું તેને લઇને ક્યારેય ખોટું બોલતો નથી.
  Published by:Ashish Goyal
  First published: