સૈફ અલી ખાનનો દીકરો ઇબ્રાહિમ કરવાનો છે બોલિવુડ ડેબ્યુ, સૈફે કહ્યું- ‘તે એક્ટિંગ નહીં કરે’

સૈફ અલી ખાન અને પુત્ર, પુત્રની તસવીર

Bollywood news: સૈફ અલી ખાને (Saif Ali Khan) પોતાના મોટા પુત્રના કરિયરને (Ibrahim Ali Khan debut) લઈને સ્પષ્ટતા કરી. તેણે કહ્યું કે, તેનો દીકરો બોલિવુડમાં ડેબ્યુ તો (Ibrahim Bollywood Debut) કરી રહ્યો છે.

  • Share this:
    Ibrahim Bollywood Debut: બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન (Saif Ali Khan)નો મોટો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan) પૉપ્યુલર સ્ટાર કિડ પૈકીનો એક છે. સૈફે પહેલા કહ્યું હતું કે ઇબ્રાહિમ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સામેલ થવાની દિશામાં નથી. બીજી તરફ આ વર્ષના શરૂઆતમાં જ સમાચાર હતા કે ઇબ્રાહિમ (Ibrahim Bollywood Debut)ના બોલિવુડ ડેબ્યુ માટે કરણ જોહર મદદ કરવાનો છે. હવે પોતાના મોટા પુત્રની નવી ઇનિંગને લઈને ખુદ સૈફે સ્પષ્ટતા કરી છે. તેણે કહ્યું કે, તેનો પુત્ર બોલિવુડમાં ડેબ્યુ તો કરશે, પણ તે એક્ટિંગ નથી કરવાનો.

    સૈફ અલી ખાને હાલમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં મોટા પુત્ર ઇબ્રાહિમ અલી ખાનને લઈને ખુલ્લીને વાત કરી. તેણે કહ્યું હતું કે, ઇબ્રાહિમ પોતાના પહેલા પ્રોજેક્ટ ઉપર કરણ જોહર સાથે કામ કરી રહ્યો છે. ઇબ્રાહિમ, કરણ જોહરને તેની આગામી ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં અસિસ્ટ કરી રહ્યો છે. તે ફિલ્મમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર કરીકે કામ કરવાનો છે.

    રૉકી ઔર રાની કી પ્રેમ કહાની (Rocky Aur Rani Ki Prem Kahani)માં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન જોવા મળવાના છે. આરજે સિદ્ધાર્થ કન્નન સાથે વાત કરતા સૈફે પોતાના બાળકો સાથેના બૉન્ડને લઈને વાત કરી. તેણે કહ્યું હતું મારા બૉન્ડ પુત્ર-પુત્રી સાથે અલગ છે. ઇબ્રાહિમ સાથે હું તેના કામને લઈને વાત કરું છું. સારા સૌથી મોટી છે અને અમારું ઇક્વેશન ઘણું જૂદું છે.

    આ પણ વાંચોઃ-KBC 13: બિગ બીની સામે જ્યારે ગુજરાતીમાં પ્રતીક ગાંધીએ કહ્યું, 'આજે ખુશ તો બહુ હોઇશ તુ...'

    તૈમૂરને હમણા જ ગાઇડન્સ જોઈએ અને જેહ તો સ્માઈલ કરતો રહે છે અને હંમેશા તેની લાળ ટપકતી રહે છે. તે સૌથી નાનો છે. એ સારી વાત છે કે ચારેય અલગ છે અને જે રીતે સારાએ કહ્યું છે કે, મારી જિંદગીના દરેક દાયકામાં મારા બાળકો થયા છે. 20, 30, 40 અને 50 સુધી તો હું પણ અલગ છું.

    આ પણ વાંચોઃ-Dance Deewane 3 માં ગેસ્ટ તરીકે આવવા મુમતાઝે 50 લાખ રૂપિયા માગ્યા! મેકર્સના હોશ ઉડી ગયા

    સૈફ અલી ખાન છેલ્લે ‘ભૂત પોલિસ’માં જોવા મળ્યો હતો. ફિલ્મમાં અર્જુન કપૂર, યામી ગૌતમ અને જૈકલીન ફર્નાન્ડિઝ પણ હતા. તેની આવનારી ફિલ્મની વાત કરીએ તો ઓમ રાઉતની ‘આદિપુરુ’ષમાં તે જોવા મળવાનો છે. ફિલ્મમાં પ્રભાસ, કૃતિ સેનન અને સની સિંહ પણ છે.
    Published by:ankit patel
    First published: