બોલિવૂડ એક્ટર આર માધવન અને પૂર્વ સાયન્ટિસ્ટ નામ્બી નારાયણે તાજેતરમાં સાઉથના સુપરસ્ટાર રજનીકાંત સાથે મુલાકાત કરી. માધવને સોશિયલ મીડિયા પર આ મુલાકાતનો વીડિયો અને ફોટો પણ શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે આર માધવન અત્યારે 'રોકેટ્રી ધ નામ્બી ઇફેક્ટ' ને લઈને ચર્ચામાં છે અને તેની સફળતાને એન્જોય કરી રહ્યો છે. ફિલ્મને સારો એવો રિસ્પોન્સ પણ મળ્યો છે. આર માધવનનો વીડિયો સોશિયલ મીડિયા પર હવે વાયરલ થઈ રહ્યો છે.
બોલિવૂડ એક્ટર આર માધવન અને પૂર્વ સાયન્ટિસ્ટ નામ્બી નારાયણે તાજેતરમાં સાઉથના સુપરસ્ટાર રજનીકાંત સાથે મુલાકાત કરી. માધવને સોશિયલ મીડિયા પર આ મુલાકાતનો વીડિયો અને ફોટો પણ શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે આર માધવન અત્યારે 'રોકેટ્રી ધ નામ્બી ઇફેક્ટ' ને લઈને ચર્ચામાં છે અને તેની સફળતાને એન્જોય કરી રહ્યો છે. ફિલ્મને સારો એવો રિસ્પોન્સ પણ મળ્યો છે. આર માધવનનો વીડિયો સોશિયલ મીડિયા પર હવે વાયરલ થઈ રહ્યો છે.
માધવને રજનીકાંતના આશીર્વાદ લીધા
તાજેતરમાં આર માધવને પોતાના સત્તાવાર ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં તે સાઉથના સુપરસ્ટાર રજનીકાંતના આશીર્વાદ લેતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં રજનીકાંત, આર માધવનનું સન્માન કરતા જોવા મળી રહ્યા છે. તેમજ માધવન પણ રજનીકાંતના પગે પડી આશીર્વાદ લેતો જોવા મળી રહ્યો છે. બે લેજેન્ડનો એક ફ્રેમમાં વિનમ્ર વ્યવહાર જોઈ ફેન્સ ખુશ થઈ રહ્યા છે અને બંનેની પ્રશંશા કરી રહ્યા છે. વીડિયોમાં ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક નામ્બી નારાયણ પણ સાથે બેઠેલા જોવા મળી રહ્યા છે જેના પર ‘રોકેટ્રી ધ નામ્બી ઈફેક્ટ ’ (Rocketry The Nambi Effect) બનાવવામાં આવી છે.
When you get the blessings from a one man industry & the Leagend himself in the presence on @NambiNOfficial -it’s a moment etched for eternity-Thank you for you kindest words on #Rocketry & the affection @rajinikanth sir.This motivation has completely rejuvenated us. We love you pic.twitter.com/ooCyp1AfWd
— Ranganathan Madhavan (@ActorMadhavan) July 31, 2022
રજનીકાંતે માધવને કહ્યું બેસ્ટ ડાયરેક્ટર
રજનીકાંતે થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા દ્વારા માધવનની ફિલ્મના વખાણ કર્યા હતા. તેમને પોતાની પોસ્ટમાં લખ્યું હતું, રોકેટ્રી દરેક વ્યક્તિએ ખાસ કરી યુવાઓને જરૂર જોવી જોઈએ. આ ફિલ્મ મિસ્ટર પદ્મ ભૂષણ, જેમણે આપણા દેશના સ્પેસ રિસર્ચના વિકાસ માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો અને બલિદાન આપ્યું છે.
નામ્બી નારાયણની કહાનીને વાસ્તવિક રીતે રજૂ કરી માધવન ડાયરેક્ટર તરીકે પોતાની પહેલી જ ફિલ્મથી બેસ્ટ ડાયરેક્ટર્સમાં સામેલ થઈ ચૂક્યો છે. આવી સારી ફિલ્મ બનાવવા માટે હું તેની પ્રશંસા કરું છું અને તેમનો આભાર વ્યક્ત કરું છું.
6 ભાષાઓમાં રિલીઝ થઈ રોકેટ્રી
આર માધવનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘રોકેટ્રીઃ ધ નામ્બી ઈફેક્ટ’ શુક્રવારે 1 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ. ફિલ્મમાં આર માધવને રોકેટ વૈજ્ઞાનિક નામ્બી નારાયણની ભૂમિકા નિભાવી છે અને તેમના જીવનમાં આવેલા ઉતાર-ચઢાવને પડદા પર દર્શાવ્યા છે. આ ફિલ્મ તમિલ, તેલુગુ, મલયાલમ, હિન્દી અને અંગ્રેજીમાં રિલીઝ થઈ છે. ફિલ્મના તમિલ વર્ઝનમાં સૂર્યાએ કેમિયો રોલ કર્યો છે જ્યારે હિન્દી અને અંગ્રેજી વર્ઝનમાં શાહરૂખ ખાને એક પત્રકારની ભૂમિકા નિભાવી છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર