Home /News /entertainment /

Rocketry: The Nambi Effect: આર માધવનની ફિલ્મ માટે શાહરૂખે ન લીધી એક પણ રૂપિયો ફી, જાણો શા માટે

Rocketry: The Nambi Effect: આર માધવનની ફિલ્મ માટે શાહરૂખે ન લીધી એક પણ રૂપિયો ફી, જાણો શા માટે

આર માધવનની ફિલ્મ માટે શાહરૂખે ન લીધી એક પણ રૂપિયો ફી

Rocketry: The Nambi Effect: માધવનના જણાવ્યા અનુસાર, એક બર્થ ડે પાર્ટી દરમિયાન શાહરૂખ ખાને ફિલ્મ 'રોકેટ્રી'નો ભાગ બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આર માધવને વધુમાં જણાવ્યું હતું કે, "જ્યારે હું શાહરૂખ સાથે 'ઝીરો'માં કામ કરી રહ્યો હતો, ત્યારે મેં તેને રોકેટ્રી વિશે જણાવ્યું હતું.

વધુ જુઓ ...
    શાહરૂખ ખાન (Shahrukh Khan) ટૂંક સમયમાં આર માધવન (R Madhavan) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રોકેટરી: ધ નંબી ઇફેક્ટ' (Rocketry: The Nambi Effect) નો કેમિયો કરતો જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર, ઈસરોના પૂર્વ રોકેટ સાયન્ટિસ્ટ નંબી નારાયણન (Nambi Narayanan) ની બાયોપિકમાં શાહરૂખ એક પત્રકારના રોલમાં જોવા મળશે. હવે આર માધવને આ ફિલ્મમાં શાહરૂખ ખાનના કેમિયોનું કારણ જણાવ્યું છે. આ સાથે જ તેણે એ વાતનો પણ ખુલાસો કર્યો છે કે કિંગ ખાને પોતાના ખાસ રોલ માટે મેકર્સ પાસેથી કોઇ ફી પણ નથી લીધી.

    ચાહકો લાંબા સમયથી 'રોકેટરીઃ ધ નંબી ઇફેક્ટ' ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. આ આવનારી બાયોપિકે દર્શકોમાં ઉત્સુકતા વધારી દીધી છે. આ ફિલ્મ 1 જુલાઈ, 2022ના રોજ થિયેટરોમાં આવશે. પરંતુ રિલીઝ પહેલા જ આ ફિલ્મ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ પોતાનો જાદુ ફેલાવી રહી છે. તાજેતરમાં જ સંપન્ન થયેલા 75મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનો પ્રીમિયર યોજાયો હતો, જેને લોકોએ ખૂબ વખાણ્યો હતો. જો કે રિલીઝ પહેલા આર માધવન ફિલ્મનું જબરદસ્ત પ્રમોશન કરી રહ્યા છે.

    આ પણ વાંચો: 23 વર્ષની અભિનેત્રીની પંખે લટકતી હાલતમાં મળી લાશ, પિતાને લિવ-ઇન પાર્ટનર પર શંકા

    આ દરમિયાન આર માધવને ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરી અને ફિલ્મ વિશે ઘણી વાતો કરી હતી. આ દરમિયાન તેણે ફિલ્મમાં શાહરૂખ ખાનના કેમિયોને લઈને એક ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે કેવી રીતે શાહરૂખ ખાને આ પ્રોજેક્ટમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે તે ફિલ્મ 'ઝીરો'નું શૂટિંગ કરી રહ્યો હતો.

    શાહરૂખ બનવા માંગતો હતો ફિલ્મનો ભાગ


    માધવનના જણાવ્યા અનુસાર, એક બર્થ ડે પાર્ટી દરમિયાન શાહરૂખ ખાને ફિલ્મ 'રોકેટ્રી'નો ભાગ બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આર માધવને વધુમાં જણાવ્યું હતું કે, "જ્યારે હું શાહરૂખ સાથે 'ઝીરો'માં કામ કરી રહ્યો હતો, ત્યારે મેં તેને રોકેટ્રી વિશે જણાવ્યું હતું. જ્યાં સુધી મને યાદ છે, ત્યાં સુધી તેણે કહ્યું કે તે આ ફિલ્મનો ભાગ બનવા માંગે છે. તેઓ બેકગ્રાઉન્ડમાં કોઈપણ ભૂમિકા ભજવવા તૈયાર છે.

    શાહરૂખની વાતને ન લીધી ગંભીર


    માધવને વધુમાં જણાવ્યું હતું કે, તે સમયે તેણે શાહરૂખની વાતોને મજાક માની હતી. પરંતુ બે દિવસ બાદ તેની પત્ની સરિતાએ શાહરૂખ ખાનના આ શબ્દો માટે તેનો આભાર માનવા કહ્યું હતું. પછી એણે સરિતાની વાત માની અને શાહરુખના મેનેજરને થેન્ક યુ કહેવાનો મેસેજ આપ્યો. જેના જવાબમાં તેના મેનેજરે મેસેજમાં લખ્યું હતું કે, "ખાન સાહેબ શૂટિંગની તારીખો માંગી રહ્યા છે અને આ રીતે તે અમારી ફિલ્મનો હિસ્સો બની ગયા."

    આ પણ વાંચો: યોગ દિવસ-2022 : બોલિવૂડના આ સેલેબ્રિટીઝ છે યોગના દિવાના, ફિટ રહેવા કરે છે અવનવા યોગ

    કોઇ ફી નહીં લે શાહરૂખ


    આર માધવને વધુમાં જણાવ્યું હતું કે, "આ ફિલ્મમાં શાહરૂખ ખાને કેમિયો કર્યો છે, પરંતુ તેણે તેના માટે કોઇ ફી લીધી નથી. તેમણે આ ફિલ્મમાં મફતમાં કામ કર્યું હતું. એટલું જ નહીં તેણે કોસ્ચ્યુમ અને આસિસ્ટન્ટ માટે એક પણ રૂપિયો વસૂલ્યો નથી.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Shahrukh Khan, બોલીવુડ

    આગામી સમાચાર